બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Gehlot government minister Rajendra Gudha's mocking statement goes viral on social media

નિવેદન / VIDEO: કેટરીના કેફના ગાલ જેવા રસ્તા જોઈએ: અધિકારીઓને મંત્રીએ આપ્યા આદેશ, હસવા લાગી ભીડ

Ronak

Last Updated: 05:40 PM, 24 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગહેલોત સરકારના મંત્રી રાજેન્દ્ર ગુઢાએ એન્જિનિયરોને એવું કહ્યું કે મારા વિસ્તારમાં કૈટરીના કૈફના ગાલ જેના રસ્તાઓ બનવા જોઈએ. જેથી તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઘણું વાયરલ થયું છે.

  • ગહેલોત સરકારના મંત્રીનું નિવેદન વાયરલ 
  • મંત્રી રાજેન્દ્ર ગુઢાએ રોડ બનાવાને લઈ આપ્યું  નિવેદન 
  • કહ્યું કેટરીના કૈફના ગાલ જેવા રસ્તા બનાવીશું 

રાજસ્થાનમાં ગહેલોત સરકારના નવનિયુ્કત મંત્રી રાજેન્દ્ર ગુઢાનું એક નિવેદન સોશિયલ મીડિયા પર ગજબનું વાયરલ થઈ રહ્યું છે. મંત્રી બન્યા બાદ તેઓ પહેલી વખત તેમના વિસ્તારમાં ગયા જ્યા તેમણે એન્જિનયરોને એવું કહ્યું કે તેમના વિસ્તારમાં રોડ રસ્તા કૈટરીના ગાલ જેવા બનવા જોઈએ. 

મંત્રીનું નિવેદન સાંભળી ગ્રામજનો પણ હસી પડ્યા 

મંત્રીનું આ નિવેદન સાંભળીને ગ્રામજનો પણ ખડખડાટ હસી પડ્યા હતા. આપને જણાવી દઈએ કે મંત્રી રાજેન્દ્ર ગુઢા બસપામાંથી કોંગ્રેસમાં આવ્યા છે. જેમા હાલજ તેમને રાજ્યમંત્રી બનાવામાં આવ્યા છે. મંત્રી બન્યા બાદ પહેલી વખત તેઓ પોતાના વિધાનસભા ક્ષેત્રમાં ગયા હતા. જ્યા લોકોએ તેમનું સ્વાગત કરીને રોડ રસ્તા બનાવાની વાત કરી હતી. 

એન્જિનિયકરોને મજાકીયા અંદાજમાં આપ્યું નિવેદન 

રાજેન્દ્ર ગુઢાએ તેમના મજાકીયા અંદાજમાં એન્જિનિયરોને કહ્યું કે તેમના વિસ્તારમાં રોડ રસ્તા કેટરીના કૈફના ગાલ જેવા બનવા જોઈએ. સાથેજ તેમણે નિવેદન આપ્યા પછી ગ્રામજનોને પણ પુછ્યું કે કેવા રસ્તા બનવા જોઈએ? ત્યારે ગ્રામજનોએ પણ હસતા હસતા જવાબ આપ્યો કે કેટરીના કૈફના ગાલ જેવા રસ્તા બનવા જોઈએ. 

લોકોએ મંત્રીનું ઠેર ઠેર સ્વાગત કર્યું 

ઉલ્લેખનીય છે કે રાજ્યમંત્રી રાજેન્દ્ર ગુઢાનું આ નિવેદન સોશિયલ મીડિયા પર હાલ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. જેના કારણે તેઓ ઘણા ચર્ચામાં આવ્યા છે. મજાક સાથે નિવેદન આપ્યા બાદ તેમણે પોતાના વિસ્તારમાં વિકાસકર્યોની યોજનાઓને અમલમાં લાવવા માટે આદેશ આપ્યા હતા. આપને જણાવી દઈએ કે મંત્રી બન્યા બાદ તેઓ પહેલા વાર તેમના વિસ્તારમાં ગયા હતા,. જ્યા દરેક જગ્યાએ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું,  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ