બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકાર Invest Rajasthan 2022 Summit કાર્યક્રમમાં ઉદ્યોગપતિ અદાણી પણ પહોંચ્યા હતાં. એશિયાનાં સૌથી અમીર વ્યકિત ગૌતમ અદાણીએ આ કાર્યક્રમમાં CM ગેહલોતની ઝડપથી નિર્ણય લેવાની ક્ષમતાની પ્રશંસા કરી. આવનારાં 5થી 7 વર્ષોમાં રાજ્યમાં 65,000 કરોજ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે. સાથે જ રાજસ્થાન સરકારની ઘણી સામાજિક સુરક્ષા યોજનાઓની પણ પ્રશંસા કરી હતી.
ગેહલોત સાથેના સંબંધોની આપી માહિતી
રોકાણ સમારોહમાં પોતાના ભાષણમાં ગૌતમ અદાણીએ અશોક ગેહલોતની જૂની સરકારની સાથેના પોતાના અનુભવો વિષયક પણ વાત કરી. તેમણે કહ્યું કે જ્યારે સીએમ ગેહલોત પહેલીવાર મળ્યાં હતાં ત્યારે તેમણે રાજસ્થાનના વીજળી ક્ષેત્રમાં રોકાણની ઇચ્છા પ્રગટ કરી હતી. ત્યારે તેમને યાદ છે કે સીએમએ તત્કાળ તેમને સમર્થન આપ્યું હતું અને પ્રશાસનને જમીન, પાણી અને અન્ય મંજૂરીઓ વહેલામાં વહેલી આપવા માટે આદેશ આપ્યો હતો. તેમણે આટલી તત્પરતાથી અને ઝડપથી નિર્ણય લેવાની પ્રક્રિયાને પહેલીવાર જોયું. આ જ કારણ છે કે કાવાઇનું 1320 મેગાવૉટનું વીજળી સંયંત્ર માત્ર 36 મહિનામાં પૂરું થઇ ગયું. આ પ્લાન્ટ ભારતનું સૌથી ઝડપી અને અદાણી સમૂહના કોઇ પણ વીજળી પ્લાન્ટ કરતાં સૌથી વધુ ઝડપથી બનેલ પ્લાન્ટ છે.
ADVERTISEMENT
ગેહલોતની સામાજિક સુરક્ષા યોજનાઓની પ્રશંસા
ગૌતમ અદાણીએ રાજસ્થાન સરકારની જાગૃતિ બેક ટૂ વર્ક યોજના, શક્તિ ઉડાન યોજના અને મુખ્યમંત્રી અનુ-પ્રીતિ સ્કીમની ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આ યોજનાઓથી સામાજિક વિકાસની સાથે સાથે રાજસ્થાનની આર્થિક પ્રગતિ પણ થઇ છે. આ તમામ યોજનાઓ રોજગારને વધારો આપવાનાં કામમાં એક ટ્રેડ સેન્ટર છે. સાથે જ શિક્ષા અને સ્વાસ્થ્યની પહોંચને પણ સુનિશ્ચિત કરે છે.
ADVERTISEMENT
અદાણી કરશે 65000 રૂ.નું રોકાણ
ગૌતમ અદાણીએ કહ્યું કે તેમનો ગ્રૂપ રાજ્યમાં વીજળી ક્ષેત્રનો સૌથી પહેલો રોકાણકાર છે. ત્યાં જ અંબુજા સિમેન્ટ અને એસીસી સંપાદન બાદ તે દ્વિતીય સૌથી મોટી સિમેન્ટ કંપની છે. જેના આ રાજ્યમાં 3 પ્લાંટ છે. આટલું જ નહીં પરંતુ આ ક્ષેત્રમાં તેમનું ગ્રૂપ વધુને વધુ રોકાણ કરશે. અદાણી ગ્રૂપ રાજસ્થાનમાં 35000 કરોડથી પણ વધુ રૂનું રોકાણ કરી ચૂક્યું છે. અને આવનારા 5થી 7 વર્ષોમાં ઊર્જાના ક્ષેત્રમાં 50000 કરોડથી વધુ રૂપિયાનું રોકાણ કરશે. સિમેન્ટમાં 7000 કરોડનું રોકાણ કરવામાં આવશે. જેનાથી આ રાજ્યમાં આશરે 40000 પ્રત્યક્ષ રોજગારી ઊભી થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.