બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Gathia active in the name of crime branch: 'Chenkig chala hai' looted jewelery worth lakhs

અમદાવાદ / ચેતી જજો! ક્રાઇમ બ્રાંચના નામે ગઠિયા સક્રિય: 'ચેંકિગ ચાલે છે' કહી લાખોના દાગીના લૂંટી ગયા

Vishal Khamar

Last Updated: 09:59 PM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં છેલ્લા ઘણા દિવસથી લૂંટનાં બનાવો વધી રહ્યા છે. ત્યારે હવે ગઠિયાઓએ નવી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી રહ્યા છે. જેમાં લૂંટારૂઓ પોલીસનાં સ્વાંગમાં લોકોને લૂંટી રહ્યા છે.

  • આંગડીયા પેઢીનાં કર્મચારીઓને લૂંટવા નવી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતા લૂંટારૂઓ
  • જ્વેલર્સના બે શો-રૂમમાં હથિયાર લઈને બુકાનીધારીઓ લૂંટના ઈરાદે ત્રાટક્યા હતા
  • ત્રણ ઘટના બાદ એક નવી જ ઘટના ગઇ કાલે કાંકરિયામાં પ્રકાશમાં આવી

જ્વેલર્સ તેમજ આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટવા માટે લૂંટારાઓ અનેક મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતા હોવાનું સામે આવી રહ્યું છે. ગત મહિને જ્વેલર્સના બે શોરૂમમાં હથિયાર લઇને બુકાનીધારીઓ લૂંટના ઇરાદે ત્રાટક્યા હતા ત્યારે સી.જી. રોડ પર આંગડિયા પેઢીના કર્મચારીની ૫૦ લાખ રૂપિયા ભરેલી બેગ લઇને બાઇકર્સ છુમતંર થઇ ગયા હતા. આ ત્રણ ઘટના બાદ એક નવી જ ઘટના ગઇ કાલે કાંકરિયામાં સામે આવી છે. જેમાં ગઠિયાઓએ ક્રાઇમ બ્રાંચના પોલીસ કર્મચારીઓનો સ્વાંગ રચીને જ્વેલર્સના શોરૂમમાં કામ કરતા કર્મચારીઓને લૂંટી લીધા છે. વાહન ચેકિંગ કરવાના બહાને કર્મચારીને રોકીને તેની પાસેથી ૯.૫૪ લાખ રૂપિયાના દાગીના ભરેલી બેગની લૂંટ કરીને નાસી છુટ્યા છે
સેટેલાઇટ વિસ્તારમાં આવેલા ઇશ્વરચરણ કોમ્પ્લેક્સમાં રહેતા શૈલેન્દ્રસિંહ રાજપૂતે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ૯.૫૪ લાખ રૂપિયાના દાગીનાની લૂંટની ફરિયાદ કરી છે. શૈલેન્દ્રસિંહ રાજપૂત છેલ્લા સાત મહિનાથી વિ.કે.ઓર્નામેન્ટ નામની પેઢીમાં નોકરી કરે છે. આ પેઢીમાં શૈલેન્દ્રસિંહ ઓફિસ મેનેજમેન્ટનું તમામ કામ કરે છે અને તેમના સિવાય બીજા ચાર કારીગર પણ કામ કરે છે. શૈલેન્દ્રસિંહ માણેકચોક ખાતે આવેલી વિ.કે.ઓર્નામેન્ટથી દાગીના ભરેલી બેગ લઇને ઓઢવ જ્વેલર્સની શોપમાં આપવા માટે નીકળ્યા હતા. 
બે શખ્શોએ બાઈક ઉભું રાખવા ઈશારો કરતા શૈલેન્દ્રસિંહે બાઈક ઉભું રાખ્યું ન હતુ
શૈલેન્દ્રસિંહ સાંજે પોણા છ વાગ્યાની આસપાસ બાઇક લઇને કાંકરિયા ખાતે પહોંચ્યા ત્યાં બાઇક પર બે શખ્સ ઊભા હતા. બંને શખ્સે શૈલેન્દ્રસિંહને ઇશારો કરીને બાઇક સાઇડમાં ઊભું રાખવા કહ્યું હતું. શૈલેન્દ્રસિંહે પાસે દાગીના હોવાથી તેમણે બાઇક ઊભું રાખ્યું નહીં. જેથી બંને શખ્સ તેમની પાસે આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે કેમ તેં તારું બાઇક ઊભું રાખ્યું નહીં. બંને શખ્સના કહેવાથી શૈલેન્દ્રસિંહે પોતાનું બાઇક સાઇડમાં ઊભું રાખી દીધું હતું. 
પોલીસની ઓળખ આપી  વાહન ચેકીંગ ચાલી રહ્યું છે તેમ કહ્યું.
બંને શખ્સે શૈલેન્દ્રસિંહને પોતાની ઓળખ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારી તરીકેની આપી હતી. બંને શખ્સે પોલીસ તરીકેની ઓળખ આપીને કહ્યું હતું કે અત્યારે વાહન ચેકિંગ ચાલી રહ્યું છે તારી બેગમાં શું છે તે ખોલીને બતાવ. શૈલેન્દ્રસિંહે બેગ ખોલીને બતાવતાં તેમાં સોનાના દાગીના હતા. જેથી બંને શખ્સે તેનું બિલ અને રિસિપ્ટ માગ્યાં હતાં. શૈલેન્દ્રસિંહ પાસે બિલ ન હોવાથી તેમણે બંને શખ્સને કહ્યું કે બિલ મારા શેઠ પાસે છે અને ઓઢવમાં દાગીના આપી દીધા બાદ રિસિપ્ટ મળશે.
ફોન કરવા મોબાઈલ કાઢ્યો તે પહેલા તે બંને બેગ તફડાવીને નાસી છુટ્યા
દરમિયાનમાં એક યુવક હાથમાં કાળા કલરની બેગ લઇને ત્યાંથી નીકળ્યો હતો. જેથી બંને શખ્સે તેને રોકીને કહ્યુ હતું કે આ બેગમાં શું છે. યુવકે બંને શખ્સને કહ્યું કે આ બેગમાં સોના ચાંદીના દાગીના છે. શૈલન્દ્રસિંહની સામે બંને શખ્સે યુવકનું ચેકિંગ કર્યું હતું. યુવકની સોના ચાંદીના દાગીના ભરેલી બેગ લઇને બંને શખ્સે કહ્યું કે તું કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં આવી જા. તેવી જ રીતે શૈલેન્દ્રસિંહ પાસેથી સોનાના દાગીના ભરેલી બેગ લેવાનું કહીને તેને કાગડાપીઠ પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. બંને શખ્સે શૈલેન્દ્રસિંહને કહ્યુ કે તું અમારી પાછળ પાછળ બાઇક લઇને પોલીસ સ્ટેશનમાં આવી જા. શૈલેન્દ્રસિંહે તેના બોસને ફોન કરવા માટે મોબાઇલ પેન્ટના ખિસ્સામાંથી કાઢ્યો ત્યારે બંને શખ્સ તેના હાથમાંથી સોનાના દાગીના ભરેલી બેગ તફડાવીને નાસી છુટ્યા હતા. 
કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
શૈલેન્દ્રસિંહે તરત જ તેના શેઠને ફોન કરીને આ બનાવની જાણ કરી હતી અને પોલીસ કન્ટ્રોલરૂમમાં ફરિયાદ કરી દીધી હતી. દાગીનાની લૂંટ થતાં પોલીસનો કાફલો તરત જ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તરત જ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. કાગડાપીઠ પોલીસે બે અજાણ્યા શખ્સ વિરુદ્ધ બેગ સ્નેચિંગનો ગુનો દાખલ કરીને તેમની ઝડપી પાડવા માટે ચક્ર ગતિમાન કર્યાં છે. બેગમાં ૧૭ તોલા સોનાના દાગીના હતા. જેની કિંમત ૯.૫૪ લાખ રૂપિયા થાય છે. 
કાંકરિયા વિસ્તારનો બનાવઃ સોનાના દાગીના બનાવતી પેઢીમાં નોકરી કરતા કર્મચારીનો ગઠિયાઓએ ‘શિકાર’ કર્યો, સોની અને આંગડિયા પેઢીના કર્મચારીઓ લૂંટારુ ટોળકીના ‘સોફ્ટ ટાર્ગેટ’     
ક્રાઈમ બ્રાન્ચ પણ નકલી પોલીસને પકડવા મેદાનમાં ઊતરી 
ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપીને બેગ સ્નેચિંગ કરનાર બે ગઠિયાને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ મેદાનમાં ઊતરી છે. ઘટના બની ત્યાંના સીસીટીવી ફૂટેજ તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જ્યારે શૈલેન્દ્રસિંહની પણ આગવી સ્ટાઇલથી પૂછપરછ કરી છે. ઘણી વખત ફરિયાદી જ પોતે લૂંટનો પ્લાન બનાવતો હોવાથી તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
૫૦ લાખની લૂંટ બાદ હવે ગઠિયાએ સ્ટાઈલ બદલી
સી.જી.રોડ પર થોડા દિવસ પહેલાં લાખ રૂપિયા ભરેલી બેગની ચીલઝડપ થઇ હતી જે બાદ હવે ગઠિયાઓ નવી મોડસ ઓપરેન્ડી સાથે પાછા ફર્યા છે. આંગડિયા પેઢીના કર્મચારી તેમજ જ્વેલર્સનું કામ કરતા કર્મચારીને ટાર્ગેટ કરીને રોકે છે અને પોતે પોલીસ હોવાનો સ્વાંગ રચીને લૂંટની ઘટનાને અંજામ આપે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ