Ganesh Chaturthi 2023: ગણેશ ચતુર્થી વખતે જો ભક્ત ઈચ્છે તો તેમની પૂજાનું બે ગણુ ફળ મેળવી શકે છે તેમના અમુક ઉપાયોને અપનાવવા પડશે. આ ઉપાયોને ગણેશ ચતુર્થીથી લઈને અનંત ચતુર્દશીના દિવસે કરવાના રહેશે. જેના બાદ વ્યક્તિની બધી મનોકામનાઓ પુરી થઈ જશે.
ગણેશ ચતુર્થી પર અચૂક કરીલો આ ટોટકા
ભગવાન ગણેશ થશે પ્રસન્ન
આપશે ઈચ્છા અનુસાર ફળ
હિંદૂ ધર્મમાં ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીથી ગણેશ ચતુર્થીનો પ્રારંભ થાય છે. આ વખતે 19 સપ્ટેમ્બરે ગણેશ ઉત્સવનો પ્રારંભ થશે જે આખા 10 દિવસ સુધી ધૂમધામથી દેશભરમાં ઉજવવામાં આવશે. દરેક જગ્યા પર ભગવાન ગણેશના અલગ અલગ રૂપોની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે. 28 સપ્ટેમ્બરે અનંત ચતુર્થીના દિવસે ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે.
ગણેશ ચતુર્થીના દિવસે જો ભક્ત ઈચ્છે તો તેમને બે ગણુ ફળી મળી શકે છે. આ દિવસે અમુક અચુક ઉપાય અપનાવી શકાય છે. જેનાથી બાપ્પાની ખાસ કૃપા તમારા પર રહે છે. આવો આ ઉપાયોના વિશે જાણીએ.
ધનની ક્યારેય નહીં થાય કમી
ગણેશ ચતુર્થીના પહેલા દિવસે ભક્ત ભગવાન ગણેશને પૂજા વખતે ધરો જરૂર અર્પિત કરે. આ બાપ્પાને ખૂબ જ પ્રિય છે. માટે આ ધરો અને હળદરની 11 ગાંઠ લઈને તેને પીળા કપડામાં બાંધી લો. તેના બાદ દરરોજ અનંત ચતુર્થીના દિવસ સુધી તેની પૂજા કરો. છેલ્લે તેને ઘરની તિજોરીમાં મુકી દો. તેનાથી ઘરમાં ધનની કમી નહીં થાય.
મનોકામના થશે પુરી
જો ભક્તોને પોતાની ઈચ્છાને પુરી કરવી છે તો ગણેશ ચતુર્થીની શરીઆતથી સતત 10 દિવસ સુધી એટલે કે અનંત ચતુર્દશીના દિવસ સુધી પૂજા વખતે ગાયના ઘીમાં ગોળ મિક્સ કરીને ભગવાન ગણેશને ભોગ લગાવો. તેનાથી ભગવાન ભક્તોની મનોકામનો પુરી કરશે.
પૂજાનું મળશે બેગણુ ફળ
ભક્ત ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં ભગવાન ગણેશ યંત્રની સ્થાપના પણ કરી શકે છે. આ ઘર માટે શુભ માનવામાં આવે છે. હાં આ વાતનું જરૂર ધ્યાન રાખો કે યંત્રની સ્થાપના બાદ રોજ નિયમિત રીતે તેની પૂજા અર્ચના જરૂર કરો. તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે. તેના ઉપરાંત ગણેશજીના અથર્વશીર્ષનો પાઠ કરો. તેનાથી વ્યક્તિને પૂજાનું બમણુ ફળ મળે છે.