બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gandhinagar Municipal Corporation 2 workers caught taking bribe

ભ્રષ્ટાચાર! / ઢોરની સમસ્યાને સેટિંગબાજોએ અવસરમાં બદલી: ગુજરાતમાં ચાલે છે હજારોનાં હપ્તાનો ખેલ, 2 ઝડપાયા

Dhruv

Last Updated: 03:59 PM, 25 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રસ્તે રખડતા ઢોર નહીં પકડવા માટે ગાંધીનગર મનપાના 2 કોન્ટ્રાક્ટ કર્મીઓ રૂપિયા 15 હજારની લાંચ લેતા ઝડપાયા.

  • ગાંધીનગર મનપાના 2 કર્મીઓ લાંચ લેતા ઝડપાયા
  • રસ્તે રખડતા ઢોર નહીં પકડવા માંગી હતી લાંચ
  • ACBએ છટકું ગોઠવી 15 હજારની લાંચ લેતા ઝડપ્યા

રાજ્ય (ગુજરાત) માં રખડતા ઢોરના ત્રાસને લઇ હાઇકોર્ટે લાલ આખ કરી છે કહેતા હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. હાઇકોર્ટે આ મામલે તાત્કાલિક ધોરણે પગલાં લેવાનો આદેશ આપ્યો છે. ત્યારે હવે રાજ્યમાં રખડતા ઢોરને નહીં પકડવા માટે પણ લાંચ લેવામાં આવતી હોવાનો એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.

પશુઓને પકડવા નીકળે ત્યારે અગાઉથી જાણ કરવા લાંચ માંગી

ACB એ છટકું ગોઠવતા ગાંધીનગર મનપાના 2 કોન્ટ્રાક્ટ કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા છે. એનિમલ કેચર અને ડ્રાઈવર 15 હજારની લાંચ લેતા ઝડપાયા છે. જેથી ACBએ કરાર આધારિત 2 કર્મીઓની અટકાયત કરી છે. એનિમલ કેચર મનોજકુમાર ઉર્ફે બબલુ ઠાકોર અને ડ્રાઇવર બન્ટી વાઘેલાને ACB ઝડપી પાડ્યા છે. મહત્વનું છે કે, પશુઓને પકડવા નીકળે ત્યારે અગાઉથી જ ફોન કરીને જાણ કરવા તેઓએ લાંચ માંગી હતી. ફરિયાદ પશુપાલક પાસેથી તેઓએ 3 હજાર લેખે લાંચ માંગી હતી.

સળગતા સવાલ

  • રાજ્યમાં થતો ભ્રષ્ટાચાર ક્યારે બંધ થશે?
  • ઢોર નહીં પકડવા લાંચ માંગનારા વિરુદ્ધ કડક કાર્યવાહી ક્યારે થશે?
  • અત્યાર સુધી કેટલા લોકો પાસેથી આ કર્મચારીઓએ લાંચ માગી હશે?
  • શું આવી રીતે ગુજરાત ભ્રષ્ટાચાર મુક્ત બનશે?
  • રાજ્યમાં હજુ આવા કેટલા કર્મચારીઓ છે?
  • શું ગુજરાતમાં લાંચ આપવાથી જ કામ થાય છે?
  • શું કામ તમે ગુજરાતને બદનામ કરવાનું કામ કરો છો?

રખડતા ઢોર બાબતે ગુજરાત હાઇકોર્ટે અપનાવ્યું આકરું વલણ

ઉલ્લેખનીય છે કે, રખડતા ઢોર બાબતે ગુજરાત હાઇકોર્ટે આકરું વલણ અપનાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મહત્વનો આદેશ આપ્યો છે. કહેતા કોર્ટે કહ્યું હતું કે, 'રખડતા ઢોર મુદ્દે FIR કેમ નથી નોંધતા હવે નોંધવાની શરૂ કરો. સર્વે કરીશું તો દર દસ પગલાંએ ઢોર જોવા મળે છે. સરકાર કેમ કાર્યવાહી નથી કરી રહી? ઢોરના કારણે કેટલા અકસ્માત થયા કેમ FIR નથી?' ત્યારે સતત 3 દિવસ સુધી અમદાવાદ કોર્પોરેશને હાઇકોર્ટના આદેશ મુજબ ઢોર પકડવાના રહેશે.

નોંધનીય છે કે. ગુજરાત હાઇકોર્ટે ગઇકાલે બુધવારે કરેલા આદેશ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. આજ સવારથી જ અમદાવાદમાં તો CNCD વિભાગ દ્વારા ઢોર પકડવાની કાર્યવાહી હાથ ધરી દેવાઇ છે. શહેરમાં અલગ-અલગ ટીમો દ્વારા ઢોર પકડવામાં આવી રહ્યાં છે. હાઇકોર્ટની ફિટકાર બાદ અમદાવાદ કોર્પોરેશનની ઢોર પાર્ટી એક્શનમાં આવી છે. અમદાવાદના રોડ રસ્તા પર રખડતાં ઢોર પકડવા હવે ઢોર પાર્ટી કામે લાગી ગઇ છે.

ઓગસ્ટ મહિનામાં માત્ર 250 ઢોર જ તંત્ર દ્વારા પકડવામાં આવ્યા

શહેરમાં રખડતાં ઢોરના કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી ચૂક્યા હતાં. પરંતુ તંત્ર નિંદ્રામાં હતું. પણ હવે હાઈકોર્ટે લાલ આંખ કરતા તંત્ર જાગ્યું છે. અમદાવાદમાં પશ્ચિમ અને પૂર્વ બંને વિસ્તાર માં અલગ-અલગ ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં રખડતાં ઢોરને પાંજરે પૂરી ઢોરવાળા ખાતે મોકલવામાં આવી હતી. મહત્વનું છે કે ઓગસ્ટ મહિનામાં માત્ર 250 ઢોર જ તંત્ર દ્વારા પકડવામાં આવ્યા હતા અને તેની પાછળનું કારણ લમ્પી વાયરસને જવાબદાર ગણાવી કામગીરી જ ન હોતી કરવામાં આવી અને આખરે હાઇકોર્ટને ધ્યાને આવતા ટકોર કરી અને હવે તંત્ર કામે લાગ્યું છે.

ઘાસ વેચનાર લારી સામે પણ કાર્યવાહી હાથ ધરાઇ

મહત્વનું છે કે, આજે અમદાવાદના રાણીપમાં હાઇકોર્ટના આદેશ બાદ પણ વિસ્તારમાં રખડતા પશુ જોવા મળ્યા હતા. ત્યારે કોર્ટની ફિટકાર બાદ કોર્પોરેશન રખડતા ઢોરને કાબુમાં લેવા કામે લાગી ગયું છે. સાથે રોડ ઉપર ઘાસ વેચનાર લારી સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

વડોદરામાં મહિલાઓ દ્વારા ઢોરપાર્ટી પર હુમલો કરાયો

બીજી બાજુ વડોદરામાં રખડતા પશુઓ અચાનક જ ગુમ થઇ ગયા હોય તેવાં દ્રશ્યો સર્જાયા છે. રખડતા પશુઓને શોધવા માટે નીકળેલી ઢોરપાર્ટીને શહેરમાં રખડતા પશુ જ નથી મળી રહ્યાં. તો ક્યાંક શહેરના બાપોદ, કપુરાઇ બ્રિજ નજીક તો ઢોર પકડનારી ટીમ પર મહિલાઓએ હુમલો કર્યો છે. પોલીસની હાજરીમાં જ મહિલાઓએ દાંતરડા અને પથ્થર વડે હુમલો કર્યો. હુમલો કરી મહિલાઓએ 2 ઢોરને છોડાવ્યા હતા. આ ઘટનામાં પશુપાલકોએ મહિલાઓને આગળ કરી હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે કોર્પોરેશને આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ  નોંધાવી છે. મહત્વનું છે કે, વડોદરામાં પણ રખડતા ઢોરના કારણે છાશવારે અકસ્માત અને મૃત્યુના કિસ્સા બને છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ