સરકારે મુખ્યમંત્રી બાળસેવા યોજના જાહેર કરી, જેનો આરંભ આવતીકાલથી શરૂ થઈ જશે, યોજનાનો લાભ લેનારા બાળકો 18 વર્ષના થાય ત્યા સુધી દર મહિને તેમને 4 હજાર રૂપિયા અપાશે
Share
અનાથ બાળકો માટે બાળસેવા યોજનાની જાહેરાત
CM વિજાય રૂપાણીએ નિરાધાર બાળકો માટે કરી જાહેરાત
કોરોના સંક્રમણના કારણે નિરાધાર બનેલા બાળકો માટે યોજના
ADVERTISEMENT
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાના સંક્રમણમાં માતા-પિતા ગુમાવનારા નિરાધાર બાળકો માટે નવી યોજનાની જાહેર કરી છે. સરકારે મુખ્યમંત્રી બાળસેવા યોજના જાહેર કરી છે. જેનો આરંભ આવતીકાલથી શરૂ થઈ જશે. આ યોજનામાં જે બાળક અનાથ બન્યું છે. અને તેમના માતા અને પિતા બંનેનું કોરોનાથી મૃત્યુ થયું છે. તેવા બાળકોને મુખ્યમંત્રી બાળસેવા યોજનાનો લાભ મળશે. યોજનાનો લાભ લેનારા બાળકો 18 વર્ષના થાય ત્યા સુધી દર મહિને બાળકદીઠ 4 હજાર રૂપિયા આપવામાં આવશે.
ADVERTISEMENT
18 વર્ષ સુધીની ઉંમર ધરાવતા અને માતા-પિતા બંનેનું કોરોનામાં અવસાન થયું હોય તેવા બાળકોને દર મહિને બાળક દિઠ રૂ. 4000ની સહાય અપાશે
પુખ્ત વયના બાળક જેનો અભ્યાસ ચાલુ હશે તેવા બાળકને 21 વર્ષ સુધી આફ્ટર કેર યોજનામાં માસિક રૂ. 6000ની સહાય અપાશે
21 વર્ષ પૂર્ણ કર્યા બાદ પણ જે યુવક- યુવતીઓ ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા હોય તેમને અભ્યાસના વર્ષ અથવા તેમની 24 વર્ષની ઉંમર પૂરી થાય એમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફ્ટર કેર યોજના અન્વયે દર મહિને રૂ. 6000ની સહાયનો લાભ મળશે. એટલે કે, તમામ પ્રકારના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો આ યોજના માટે માન્ય ગણવામાં આવશે.
રાજ્યના અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો, એન.ટી.ડી.એન.ટી અને આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને આદિજાતીના બાળકોને આદિજાતી વિકાસ વિભાગ દ્વારા નિયત થયેલ શિષ્યવૃત્તિ જે તે વિભાગના ઠરાવો, પરિપત્રો, નિયમોને આધીન રહીને મંજુર કરાશે.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના અને આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકના તમામ નિગમોની તમામ યોજનાઓના લાભો આવકમર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય પાત્રતા ધરાવતા બાળકોને આપવાના રહેશે.
એટલું જ નહી, રાજ્યમાં અભ્યાસ માટેની શૈક્ષણિક લોન તેમજ વિદેશ અભ્યાસની લોન કોઇપણ જાતની આવકમર્યાદા ધ્યાનમાં લીધા સિવાય અગ્રતાના ધોરણે અપાશે.
આવા અનાથ અને નિરાધાર બાળકોને ઉચ્ચશિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) અન્વયે આવરી લેવામાં આવશે અને તેના લાભો કોઇપણ જાતની આવકમર્યાદા સિવાય પ્રાયોરિટીના ધોરણે અપાશે.
14 વર્ષથી ઉપરની વયના બાળકો માટે વોકેશનલ તાલીમ અને 18 વર્ષથી ઉપરના બાળકોને સ્કીલ ડેવલપમેન્ટ તાલીમ આ મુખ્યમંત્રી બાલ સેવા યોજના અન્વયે સરકારી ખર્ચે અગ્રતાના ધોરણે અપાશે.
જે દિકરીઓ એ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે તેવી નિરાધાર થયેલી કન્યાઓને શિક્ષણ માટે કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, નિવાસી શાળાઓમાં પ્રવેશમાં અગ્રતા/પ્રાયોરેટી આપવામાં આવશે. હોસ્ટેલ ખર્ચ પણ અપાશે.
આવી નિરાધાર કન્યાઓને લગ્ન માટે કુંવરબાઇનું મામેરૂ યોજના અંતર્ગત સમાવેશ કરીને આ યોજનાનો લાભ પણ મળવાપાત્ર થશે અને યોજના અન્વયે મામેરાની રકમ રાજ્ય સરકાર આપશે.
કોરોનાના સમયગાળા દરમિયાન માતા-પિતા ગુમાવનારા અનાથ બાળકોને મુખ્યમંત્રી અમૃતમ “મા” કાર્ડ યોજના અંતર્ગત મળવાપાત્ર તબીબી સારવાર પણ અગ્રતાના ધોરણે અપાશે.
આ યોજનાનો લાભ લેતા બાળકોના પાલક વાલીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા (NFSA) અન્વયે અગ્રતાના ધોરણે આવરી લેવાશે. જેથી આવા પરિવારોને દર મહિને રાહત દરે ઘઉં, ચોખા, ખાંડ વગેરે મળવાપાત્ર અનાજ મળી રહે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી બાલ સેવા યોજનાના અમલીકરણ માટેની નોડલ એજન્સી તરીકે રાજ્ય સરકારનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ કાર્યરત રહેશે.
CM રૂપાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર કોરોના સંક્રમણમાં જેમને પોતાના જીવ ગુમાવ્યા છે તેવા ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને પણ આ અગાઉ ઉદાર સહાય આપીને તેમના પરિવારોની દુ:ખની ઘડીએ તેમની પડખે ઉભી રહી છે.
તેમણે ઉમેર્યું કે આવા બાળકોનું ભવિષ્ય રોળાઇ ન જાય તેવી પૂરી સંવેદનાથી આ “મુખ્યમંત્રી બાલ સેવા યોજના”નો રાજ્યમાં ત્વરાએ અમલ કરાશે.
કેન્દ્ર સરકારે પણ બાળકો માટે જાહેર કરી યોજના
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે પીએમ કેયર્સ ફંડ દ્વારા કોરોના વાયરસથી પ્રભાવિત થયેલા બાળકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી છે. આ ઘોષણા મોદી સરકારના 7 વર્ષ પૂરા થયાની પૂર્વસંધ્યાએ કરવામાં આવી છે. જે બાળકોએ કોરોના મહામારીમાં પોતાના માતાપિતાને ગુમાવ્યા છે તેઓને 18 વર્ષની વયે માસિક ભથ્થું આપવામાં આવશે.
18 વર્ષ બાદ સ્ટાઈપેન્ડ આપશે સરકાર
પીએમઓ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ નોટમાં જણાવાયું છે કે, પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રનના સૌજન્યથી કોવિડ અસરગ્રસ્ત બાળકોના સમર્થન અને સશક્તિકરણ માટે પગલા લેવામાં આવ્યા છે, કોવિડને કારણે તેમના માતાપિતાને ગુમાવનારા સરકારની સાથે સરકાર ઊભી છે. આવા બાળકોને 18 વર્ષની ઉંમરે માસિક સ્ટાઈપેન્ડ અને 23 વર્ષની ઉંમરે પીએમ કેયર્સમાંથી 10 લાખ રૂપિયાનું ફંડ મળશે.
5 લાખ રૂપિયાનો આરોગ્ય વિમો પણ સરકાર આપશે
કોવિડને કારણે તેમના માતાપિતાને ગુમાવનારા બાળકો માટે મફત શિક્ષણની ખાતરી કરવામાં આવશે. બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે શિક્ષણ લોન લેવામાં સહાય કરવામાં આવશે અને પીએમ કેયર્સ લોન પર વ્યાજ ચૂકવશે. આયુષ્માન ભારત હેઠળ બાળકોને 18 વર્ષ સુધી 5 લાખ રૂપિયાનું મફત આરોગ્ય વીમો મળશે અને પ્રીમિયમ પીએમ કેયર્સ દ્વારા ચૂકવશે.
PM મોદીએ આપ્યું મહત્વનું નિવેદન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ જણાવ્યું કે, બાળકો દેશના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે અને અમે બાળકોના સમર્થન અને સુરક્ષા માટે બધુ જ કરી છૂટવા તૈયાર છીએ. એક સમાજના રૂપમાં આ અમારું કર્તવ્ય છે કે, અમે બાળકોનું સારસંભાળ રાખીએ.
સંકળાયેલા મુદ્દાઓ
Balseva yojna
CM Vijay Rupani
Orphan child
Scheme for orphan child
gujarat
બાળસેવા યોજના
Balseva yojna