બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Gandhi Ashram Redevelopment project Ahmedabad

અમદાવાદ / ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટને લઈ ગાંધીજીના પ્રપૌત્ર પહોંચ્યા હાઇકોર્ટમાં, જાણો શું કહ્યું અરજીમાં

Kiran

Last Updated: 11:41 AM, 28 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધી આશ્રમમાં રિડેવલપમેન્ટને લઈને હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે જેમાં તુષાર ગાંધીએ કહ્યું કે ગાંધી આશ્રમમાં રિડેવલપમેન્ટ એ ગાંધીજીના સિદ્ધાંતોનું હનન છે, ઐતિહાસિક ધરોહર હોવાથી રિડેવલપમેન્ટ ન થઈ શકે તેવી અરજીમાં રજૂઆત

  • ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટ મુદ્દે જાહેરહિતની અરજી
  • ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કરી હાઈકોર્ટમાં અરજી
  • ગાંધી આશ્રમ ઐતિહાસિક મહત્વ ધરાવતી ધરોહર : તુષાર ગાંધી

ગાંધી આશ્રમની મૂળ સ્થિતિ જળવાઈ રહે તે માટે ગાંધી આશ્રમ વિસ્તારને વિશ્વ કક્ષાનો બનાવવા 1200 કરોડનો પ્રોજેક્ટ હાથ ધરાનાર છે જેમાં ગાંધી આશ્રમમાં રહેતા આશ્રમવાસીઓને 55 એકરની જમીનમાં અલાયદી જગ્યા ફાળવાશે. એટલું જ નહીં ગાંધી આશ્રમને સાયલન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવશે. પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈના સમાધિસ્થળનો પણ વિકાસ કરવામાં આવશે. ગાંધી સંશોધન અને વિકાસ તથા વિસ્તાર માટે નવો વિભાગ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ગૌશાળા ટ્રસ્ટ, ખાદી ભવન વગેરેનો પણ વિસ્તાર કરવામાં આવશે.

ગાંધી આશ્રમ ઐતિહાસિક મહત્વ ધરાવતી ધરોહર 

હવે જ્યારે ગાંધી આશ્રમ ખાતે રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરાનાર છે એવામાં આ પ્રોજેક્ટને લઈને ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી કરવામાં આવી છે આ અરજી ગાંધીજીના પ્રપૌત તુષાર ગાંધી દ્વારા કરવામાં આવી છે જેમાં ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે અરજીમાં કહેવાયું છે કે, ગાંધી આશ્રમ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી ધરોહર છે, તેના રિડેવલપમેન્ટ કરી શકાય નહિ. લાખો લોકોના ગાંધીજી સાથેના ઐતિહાસિક સંસ્મરણો ધરાવતા આશ્રમની કાયાપલટ કરી શકાય નહિ એટલું જ નહીં ગાંધી આશ્રમનું ઓરિજનલ સ્વરૂપ બદલાશે તો લાખો ગાંધીવાદીઓની લાગણીઓ પણ દુભાઈ શકે છે. આ ઉપરાંત જાહેરહિતની અરજીમાં એવી પણ રજૂઆત કરાઈ છે કે, આશ્રમમાં લગભગ 7 દાયકાથી રહેતા આશ્રમવાસીઓને અન્યત્ર જગ્યાએ ખસેડવાનો નિર્ણય પણ ગેરબંધારણીય છે. મૂળ ધરોહરને તેના મૂળ સ્વરૂપથી અલગ બનાવાતાં તેનં મૂલ્ય ઘટી જશે. આશ્રમનું રિડેવલપમેન્ટ કરવાથી ગાંધીજી દ્વારા પ્રસ્થાપિત સિદ્ધાંતોનું જ હનન થયું ગણાશે. આ અંગેની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કરી હાઈકોર્ટમાં અરજી

આશ્રમનું રિડેવલપમેન્ટ કરવા મુદ્દે કરાયેલી અરજીમાં તુષાર ગાંધીએ કહ્યું છે કે, ગાંધી આશ્રમ સાથે સંકળાયેલા 6 ટ્રસ્ટો પણ ગાંધીજીના સિદ્ધાંતો માટે કોઈ લડત આપી રહ્યા નથી. આ અરજીમાં 6 ટ્રસ્ટોને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે. તુષાર ગાંધીએ વધુમાં કહ્યું છે કે સરકાર આ આશ્રમને પોતાને હસ્તક કરી રહી છે તે તદ્દન ગેરકાયદે છે. સરકાર ગાંધી આશ્રમમાં હસ્તક્ષેપ પણ ન કરી શકે તેવું તેના બંધારણમાં ઠેરવ્યું છે છતાં સરકાર કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ કરી રહી છે. ગાંધીજી પોતે હયાત હોત તો તે પણ ઉપવાસ ઉપર બેઠા હોત. તેઓ સાદગીના આગ્રહી હતા તેમના વિચારોથી વિપરીત સરકાર નિર્ણય લઇ રહી છે તે યોગ્ય નથી.

સાબરમતી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોડેક્ટ

  • ગાંધી આશ્રમનો 55 એકરમાં વિકાસ કરાશે
  • આશરે રૂ.1200 કરોડના ખર્ચે આશ્રમ ડેવલપ કરાશે
  • રાજ્ય સરકારે 50 કરોડ રૂપિયાની કરી છે ફાળવણી
  • 5 વિશ્વસ્તરીય મ્યુઝિયમ અને ફોટો ગેલેરી બનાવાશે
  • આશ્રમ ડેવલપમેન્ટનો બેઝિક પ્લાન તૈયાર કરી દેવાયો
  • પ્લાન ફાઇનલ મંજૂરી માટે કેન્દ્ર સરકારમાં મોકલાયો
  • આશ્રમને મૂળ સ્થિતિમાં જાળવી વર્લ્ડ ક્લાસ બનાવાશે
  • આશ્રમવાસીઓના મકાનને બનાવાશે હેરિટેજ પ્લેસ
  • આશ્રમના 300 મકાનોને બનાવાશે હેરિટેજ સ્થાન
  • આશ્રમ સંકુલને સાયલન્ટ ઝોન જાહેર કરાશે
  • આશ્રમવાસીઓને બહારના ભાગે ટેનામેન્ટ ફાળવાશે
  • મોરરજી દેસાઇની સમાધિ અભયઘાટનો વિકાસ કરાશે
  • ગાંધી સંશોધન અને વિકાસ, વિસ્તાર માટે નવો વિભાગ શરૂ કરાશે
  • હરિજન આશ્રમ, ગૌશાળા ટ્રસ્ટ, ખાદી ભવનનો વિસ્તાર થશે
  • હાલનો રસ્તો બંધ કરી વોક વે બનાવવામાં આવશે
  • ગાંધી આશ્રમ ડેવલપમેન્ટની કામગીરી બિમલ પટેલને સોંપાઇ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ