બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

VTV / ભારત / gaganyaan mission isro after training at russia india 4 indian astronauts to train at nasa

Gaganyaan Mission / 70 કિલોના એસ્ટ્રોનોટ 16 મિનિટ સુધી અનુભવશે 280 કિલો વજન: જાણો કઈ રીતે આપશે મિશન ગગનયાન માટે ટ્રેનિંગ

Arohi

Last Updated: 11:31 AM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gaganyaan Mission: ભારતના ગગનયાન અંતરિક્ષ મિશન માટે 4 ભારતીય અંતરિક્ષ યાત્રીઓની જાહેરાત કરવામાં આવી ગઈ છે. PM મોદીએ ISROના વૈજ્ઞાનિકોની હાજરીમાં તેમનો પરિયર દુનિયાને કરાવ્યો.

ભારત સ્પેસ સુપરપાવર બની રહ્યું છે. ગ્લોબલ ઈકોનોમીના ટોપ 5માં આગળ ભારત, અંતરિક્ષમાં અમેરિકા, રશિયા, ચીનને ટક્કર આપી રહ્યું છે. Chandrayaan-3 અને Aditya L-1ની સફળતા બાદ ISROના ગગનયાન મિશન માટે એક સીક્રેટ ખુલાસો પીએમ મોદીએ કર્યો છે. 

PM મોદીએ કે અંતરિક્ષ યાત્રીઓનો પરિચય દુનિયાને કરાવ્યો જે 'ગગનયાન' મિશન હેઠળ અંતરિક્ષની ઉડાન ભરશે. ચારે એસ્ટ્રોનોટ્સ અંતરિક્ષ યાત્રી ઉમેદવાર ભારતીય વાયુસેનાના ટેસ્ટ પાયલેટ છે. જેમના સિલેક્શનની સ્ટોરી રસપ્રદ છે. 

અંતરિક્ષયાત્રીઓની અત્યાર સુધીની સફર 
મિશન ગગનયાનના ચાર શૉર્ટલિસ્ટેડ એસ્ટ્રોનોટ્સ છે- ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલાકૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અજિત કૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ અને વિંગ કમાંડર શુભાંશુ શુક્લા. ચારે ઈન્ડિયન એરફોર્સનો ભાગ છે અને ટેસ્ટ પાયલેટ છે. તેમની પસંદગી એક લાંબી પ્રક્રિયા બાદ કરવામાં આવી છે. 

આગળ ચારેયને રશિયાના મોસ્કોના ગગારિન કોસ્મોનોટ ટ્રેનિંગ સેન્ટરમાં 13 મહિનાની ટ્રેનિંગ મળી છે. ભારતમાં થ્યોરિટિકલ અને ફિઝિકલ ટ્રેનિંગના ઘણા લેવલને પુરા કર્યા બાદ ચારે હવે અમેરિકા જઈ રહ્યા છે. 

અમેરિકા જવાનું કારણ છે ખાસ 
ચારે અંતરિક્ષયાત્રી ટ્રેનિંગ માટે અમેરિકા જવા માટે રેડી છે. તેના પહેલા ISROના અધ્યક્ષ ડૉ. એસ સોમનાથને પુષ્ટિ કરી છે કે મિશન ગગનયાનો બીજો તબક્કો જલ્દી શરૂ થવાનો છે. ભારતીય અંતરિક્ષયાત્રી હવે નેક્સ્ટ લેવલની ટ્રેનિંગ માટે અમેરિકા રવાના થશે. તેમની ટ્રેનિંગ ટૂંક સમયમાં જ નાસાના જોનસન સ્પેસ સેન્ટર, ટેક્સાસમાં થશે. 

ગગનયાન અંતરિક્ષ યાત્રીઓને અંતરિક્ષમાં મોકલવા માટે ભારતના પોતાના પ્રયત્નો છે. તેના પહેલા સ્પેસની રેસમાં ફક્ત રશિયા અને અમેરિકા કોલ્ડ વૉર વખતે જ હ્યુમન સ્પેસ મિશનના આગેવાન રહ્યા છે. બાદમાં સંયુક્ત પ્રયત્નો હેઠળ યુરોપના એસ્ટ્રોન્ટસ પણ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યા. 

બરફ, રણ અને પાણીમાં રહેવાની ટ્રેનિંગ 
રશિયામાં ચારેય અંતરિક્ષ યાત્રીઓની સર્વાઈવલ ટ્રેનિંગ પણ થઈ. મોસ્કોના પાસ સ્ટોર સિટીમાં ભારતીય અંતરિક્ષ યાત્રીઓને બરફ, રણ, પાણીમાં જીવિત રહેવાની ટ્રેનિંગ આપવામાં આવી. જેના કારણે ટીમ કોઈ પણ વિસ્તારમાં ઈમરજન્સી લેન્ડિંગથી બચી શકે. મદદ પહોંચવા સુધી તે પોતાને સુરક્ષિત રાખી શકે. રશિયાના યુરી ગાગરિન કોસ્મોનોટ ટ્રેનિંગ સેન્ટરમાં ચારેયની ટ્રેનિંગ ફેબ્રુઆપી 2020થી માર્ચ 2021 સુધી થઈ. 

ઝીરો ગ્રેવિટીની ટ્રેનિંગ 
ચારેય ભારતીય એસ્ટ્રોનટ્સ ખાસ સ્પેસ વ્હીકલ્સમાં ઉડાન ભરતી વખતે ઝીરો ગ્રેવિટીનો અનુભવ કરી ચુક્યા છે. આ ટ્રેનિંગથી સ્પેસમાં રહેવામાં સરળતા થશે. અંતરિક્ષ યાત્રીઓને અંતરિક્ષ ઉડાન વખતે અનુભવ થતા ઉચ્ચ G-ફોર્સને સંભાળવામાં સક્ષમ હોવું પડશે. 

ધરતી પર લોકો 1G પ્રેસરનો સતત ભાર અનુભવ કરે છે. (જેનો મતલબ છે કે એક વ્યક્તિ પોતાના વાસ્તવિક શરીરના વજનનો અનુભવ કરશે. ) ત્યાં જ જે લોકો ઝડપથી ગતી ધીની કરનાર લડાકૂ વિમાનો કે રોકેટોમાં સફર કરે છે તેમને અનેક ઘણુ વધારે જી ફોર્સનો અનુભવ થાય છે. 

સ્પેસની તરફ જતી વખતે પહેલો અનુભવ શું હશે? 
ઈસરોની ટીમ સાથે વાતચીતમાં જણાવ્યા અનુસાર સ્પેસમાં ચડતી વખતે ભારતીય અંતરિક્ષ યાત્રીઓને લગભગ 16 મિનિટ સુધી 4Gના લોડનો અનુભવ થશે. એટલે કે આ એક અંતરિક્ષ યાત્રી જેનું વજન 70KG છે તેને એવો અનુભવ થશે કે તેનું વજન 280 કિલોગ્રામ છે. 

વધુ વાંચો: શું છે આ ઓપન બેલેટ સિસ્ટમ? જેનો રાજ્યસભાની ચૂંટણીમાં કરાય છે ઉપયોગ, વિજય માલ્યા સાથે છે કનેક્શન

લડાકુ વિમાનો એટલે કે ફાઈટર જેટના પાયલેટ આવા હાઈ જી ફોર્સને સંભાળવામાં માહિર હોય છે. આ પાયલેટ પોતાના મિશન અને ટ્રેનિંગ વખતે લગભગ 9G ફોર્સનો સામનો કરે છે. આજ કારણ છે કે ફાઈટર પાયલેટ અંતરિક્ષ યાત્રી ટ્રેનિંગ માટે પહેલા પસંદ કરવામાં આવતા ઉમેદવાર છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ