બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Gabriel Attal becomes France's youngest, first gay PM: Who is he?

વિદેશ / 'પોતે ગે છે એવું અટલે જાહેર કરેલું' ભારતના આ મિત્ર દેશમાં 34 વર્ષના ગે બન્યાં નવા પ્રધાનમંત્રી

Hiralal

Last Updated: 05:35 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્રાન્સમાં 34 વર્ષીય ગે લીડર ગ્રેબિયલ અટલ દેશના નવા પ્રધાનમંત્રી બન્યાં છે.

  • ફ્રાન્સે નવો ચીલો ચાતર્યો 
  • ગ્રેબિયલ અટલ બન્યાં નવા પ્રધાનમંત્રી 
  • 34 વર્ષની ઉંમર, ગે પણ છે 

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને મંગળવારે 34 વર્ષીય શિક્ષણ મંત્રી ગેબ્રિયલ અટલને પોતાના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. ફ્રાંસમાં થોડા સમયમાં દેશવ્યાપી ચૂંટણી છે અને આ પહેલા મેક્રોને એક મહત્વની નિયુક્તી કરી છે. મેક્રોને દેશના ટોચના હોદ્દા પર પોતાના ખાસને બેસાડીને ફરી પ્રેસિડન્ટનો તખતો તૈયાર કરી લીધો છે. 

ગ્રેબિયલ અટલ દેશના સૌથી યુવા પ્રધાનમંત્રી 
કોરોના મહામારી દરમિયાન સરકારના પ્રવક્તા તરીકે ઘરઆંગણે જાણીતું નામ બનેલા મેક્રોનના નજીકના સાથી ગ્રેબિયલ અટલ આઉટગોઇંગ પીએમ એલિઝાબેથ બોર્નનું સ્થાન લેશે. તેમને દેશના સૌથી લોકપ્રિય રાજકારણીઓમાંના એક માનવામાં આવે છે અને એટલે એક સમજદાર મંત્રી તરીકે, રેડિયો શોમાં અને સંસદમાં સરળતાથી પોતાનું નામ બનાવ્યું છે.

કોણ છે અટલ 
16 ઓક્ટોબર, 2018ના રોજ, અટલને રાષ્ટ્રીય શિક્ષણ અને યુવા મંત્રી જીન-મિશેલ બ્લાન્ક્વરના જુનિયર પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 29 વર્ષની વયે, તેઓ ફિફ્થ રિપબ્લિક હેઠળની સરકારના સૌથી નાની વયના સભ્ય હતા. 

2027માં પ્રેસિડન્ટની ચૂંટણી પણ લડી શકે 
મીડિયા રિપોર્ટ અનુસાર, ગ્રેબિયલ અટલ 2027 ની ફ્રેન્ચ રાષ્ટ્રપતિની ચૂંટણી પણ લડી શકે છે. 

પોતે ગે છે એવું અટલે જાહેર કરેલું 
ફ્રાન્સના નવા પ્રધાનમંત્રી ગ્રેબિયલ અટલ ગે છે અને તેમણે જાહેરમાં પોતાના ગે હોવાની કબૂલાત કરી હતી. તે વખતે મોટો વિવાદ થયો હતો. 

ફ્રાન્સમાં પ્રેસિડન્ટ સર્વેસર્વા 
ઉલ્લેખનીય છે કે ફ્રાન્સમાં પ્રેસિડન્ટ સર્વેસર્વા છે અને પ્રધાનમંત્રી પ્રેસિડન્ટની સલાહ માનવા બંધાયેલા છે. ફ્રાન્સના હાલના પ્રેસિડન્ટ ઈમૈન્યુઅલ મૈક્રોન છે અને તેઓ પીએમ મોદીના ખાસ મિત્ર છે. ફ્રાન્સે ભારતને રાફેલ વિમાનો પણ આપ્યાં હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ