બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / From now on Airlines will provide this facility to passengers in case of flight delay, DGCA announced SOP

DGCA SOP / હવેથી ફ્લાઇટમાં વિલંબ થવા પર Airlines મુસાફરોને આપશે આ સુવિધા, DGCAએ કરી SOP જાહેર

Megha

Last Updated: 09:36 AM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા ઘણા દિવસોથી ઓછી વિઝિબિલિટીના કારણે ફ્લાઈટ્સ મોડી અને કેન્સલ થઈ રહી છે. એવામાં હવાઈ ​​મુસાફરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.

  • ઓછી વિઝિબિલિટીના કારણે ઘણી ફ્લાઈટ્સ મોડી અને કેન્સલ થઈ રહી છે. 
  • હવાઈ ​​મુસાફરો માટે હાલ રાહતના સમાચાર સામે આવ્યા છે. 
  • વ્હોટ્સએપ પર સીધા જ ફ્લાઈટમાં વિલંબ વિશે માહિતી આપવામાં આવશે. 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો જેમાં મુસાફર પાયલટને મુક્કો મારતો જોવા મળ્યો હતો. તેની પાછળનું કારણ એ છે કે દિલ્હીથી ગોવાની ફ્લાઈટ લગભગ 13 કલાક મોડી પડી હતી અને પાયલટ ફ્લાઇટમાં વિલંબ સંબંધિત કેટલીક માહિતી આપી રહ્યો હતો. આ દરમિયાન એક મુસાફરે પાયલટ પર હુમલો કર્યો. 

હવે શિયાળામાં ફ્લાઈટ કેન્સલ અથવા ફ્લાઈટમાં વિલંબ એ કંઈ નવી વાત નથી. ગાઢ ધુમ્મસને કારણે દર વર્ષે આવું થાય છે. છેલ્લા ઘણા દિવસોથી ઓછી વિઝિબિલિટીના કારણે ફ્લાઈટ્સ મોડી અને કેન્સલ થઈ રહી છે. એવામાં હવાઈ ​​મુસાફરો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે તમે તમારા વ્હોટ્સએપ પર સીધા જ ફ્લાઈટમાં વિલંબ વિશે માહિતી મેળવી શકશો. 

ભારતીય ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જારી કરી છે, જેના હેઠળ એરલાઇન્સે મુસાફરોને ફ્લાઇટની સ્થિતિ વિશે રીઅલ-ટાઇમમાં જાણ કરવી પડશે, જેમાં વિલંબ અથવા કેન્સલેશન વિશેની માહિતીનો સમાવેશ થાય છે. મુસાફરોને વ્હોટ્સએપ, SMS અથવા ઈ-મેલ દ્વારા ફ્લાઈટમાં વિલંબ વિશે જાણ કરવામાં આવશે.

આ SOP ડીજીસીએના ડાયરેક્ટર અમિત ગુપ્તાએ જારી કરી છે. ડીજીસીએએ જણાવ્યું હતું કે ધુમ્મસની મોસમ અથવા પ્રતિકૂળ હવામાનને ધ્યાનમાં રાખીને, એરલાઇન્સ આવી ફ્લાઇટ્સ અગાઉથી રદ કરી શકે છે, જેમાં વિલંબ થવાની સંભાવના છે. આ સિવાય જો આવી પરિસ્થિતિમાં 3 કલાકથી વધુ વિલંબ થાય તો પણ એરલાઈન્સ ફ્લાઈટ્સ કેન્સલ કરી શકે છે જેથી ભીડ ઓછી થઈ શકે.

વધુ વાંચો: યાત્રી ગણ કૃપયા ધ્યાન દે! દિલ્હી-NCR માં ગાઢ ધુમ્મસનાં કારણે અનેક ફ્લાઈટો રદ્દ, મુસાફરો પરેશાન, 30 જેટલી ટ્રેનો પણ ચાલી રહી છે મોડી

DGCAએ આ સૂચનાઓ જારી કરી:- 
 ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ તમામ એરલાઇન્સને એરપોર્ટ પર સ્ટાફને સંવેદનશીલ બનાવવા કહ્યું. 
-DGCAએ કહ્યું કે એરપોર્ટ પર રાહ જોઈ રહેલા મુસાફરોને ફ્લાઈટના વિલંબ અંગે અગાઉથી જાણ કરવી જોઈએ. 
-એરલાઇન્સે તેમની ફ્લાઇટના વિલંબને લગતી ચોક્કસ રીઅલ-ટાઇમ માહિતી શેર કરવી પડશે. 
-ફ્લાઇટમાં વિલંબ અને કેન્સલેશન વિશે અસરગ્રસ્ત મુસાફરોને એસએમએસ/વોટ્સએપ અને ઇ-મેઇલ દ્વારા અગાઉથી માહિતી આપવાની રહેશે. 
-એરપોર્ટ પર એરલાઇન સ્ટાફે લોકો સાથે યોગ્ય રીતે વાતચીત કરવી અને મુસાફરોને ફ્લાઇટના વિલંબનું કારણ ગંભીરતાથી સમજાવવું મહત્વપૂર્ણ છે. 
- સૂચનાઓમાં કહેવામાં આવ્યું છે કે તમામ એરલાઈન્સે તાત્કાલિક અસરથી ઉપરોક્ત SOPનું ફરજિયાતપણે પાલન કરવું પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

DGCA DGCA SOP For Airlines DGCA એક્શનમાં DGCAએ SOP જાહેર કરી Indian Airlines Indigo Airlines new SOP DGCA
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ