બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ભારત / from now call rama not cow sant samaj passed proposal in magh mela

નેશનલ / હવે ગાયને આ નામથી બોલાવાશે, માઘ મેળામાં સંત સમાજનો પ્રસ્તાવ પાસ, શંકરાચાર્યો પણ રાજી

Arohi

Last Updated: 09:51 AM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rama Call For Cow: હવે ગાયને સંત સમાજ રામા કહીને બોલાવશે. પ્રયાગરાજમાં આયોજીત માધ મેળામાં આ વિશે મંગળવારે સંત સમાજે પ્રસ્તાવ પાસ કર્યો છે. 21 સૂત્ર પ્રસ્તાવ પર શંકરાચાર્યોએ પણ પોતાની મોહર લગાવી છે.

  • હવે ગાય નહીં રામા કહીને બોલાવશે 
  • માઘ મેળામાં સંત સમાજે પ્રસ્તાવ કર્યો પાસ 
  • શંકરાચાર્યોએ પણ લગાવી મોહર 

પ્રયાગરાજમાં માઘ મેળા ક્ષેત્રના ત્રિવેણી માર્ગ પર શંકરાચાર્યની શિવિરમાં ગાયને રાષ્ટ્ર માતાનો દરજજો આપવા માટે મંગળવારે ગો સંસદનું આયોજન થયું. આ સમયે સંતોએ સર્વ સન્મતિથી નિર્ણય લીધો કે આજથી ગાયને રામા કહીને સંબોધિત કરવામાં આવશે. 

જ્યોતિષ્પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પ્રસ્તાવ આપતા કહ્યું કે રાનો અભિપ્રાય રાષ્ટ્ર અને માતાનો અભિપ્રાય માતા સાથે થશે. એવામાં આજથી સંત સમાજ ગાયને રામા કહીને સંબોધિત કરશે. તેની સાથે જ શિવિરમાં 21 પ્રસ્તાવ પાસ થયા. તે પૂર્ણ ન થવા પર 17 ફેબ્રુઆરીએ મોટુ આંદોલન કરવામાં આવશે. 

ગાયોનું રજીસ્ટ્રેશન 
તેની સાથે જ ગો સંસદમાં ગૌભક્તોના સહયોગથી 'રાષ્ટ્રીય રામા ગો ભક્તાયોગ'ની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ભક્ત આયોગ ડીએનએ તપાસથી દેશમાં બધી ગાયોની ઓળખ કરી તેમનું રજીસ્ટ્રેશન કરાવશે. નવ સંવત્સરથી ગાય માટે પ્રોટોકોલ જાહેર કરવામાં આવશે. ગો સંસદ દ્વારા સરકારને અપીલ કરવામાં આવી છે કે ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવામાં આવશે. ગાયને પશુ મંત્રાલયથી દૂર કરીને કેન્દ્ર સરકાર ગો મંત્રાલયનું ગઠન કરશે. ગાય અને ગોવંશને સંવિધાનમાં રાજ્ય સૂચીથી હટાવીને કેન્દ્રીય સુચીમાં મુકવામાં આવશે. 

વધુ વાંચો: અનામતનો લાભ જે જાતિને મળી ચૂક્યો છે તેમને હવે બહાર નીકળવું જોઈએ: સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી

ગોમાંસનું સેવન કરનારનો બહિષ્કાર કરવામાં આવશે. લોકો તેને વોટ આપે જે પોતાના ઘોષણા પત્રની સાથે એ શપથ પત્ર આપે કે સરકાર બનતા જ તે પહેલો નિર્ણય ગાયને સન્માન આપે અને અભયદાન આપવાનું રહેશે. ગાયને રાષ્ટ્ર માતાનું સન્માન મળતા જ સૌથી પહેલા સંત સમાજ ગાયનું દૂધ લઈને અયોધ્યા જશે અને ત્યાં રામલલાને ભોગ પ્રસાદ આપશે. સરકાર પાસે અનુરોધ કર્યો છે કે કબજા વાળી જમીન મુક્ત કરાવીને ગોચરે આપવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ