બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Supreme Court on Reservation Those taking advantage of reservation should be thrown out of it
Megha
Last Updated: 08:27 AM, 7 February 2024
ADVERTISEMENT
મંગળવારે સુપ્રીમ કોર્ટમાં અનામતને લઈને મહત્વની સુનાવણી થઈ હતી. કોર્ટે કહ્યું કે જે પછાત જાતિઓને અનામતનો લાભ મળ્યો છે તે હવે એમને તેમાંથી બહાર આવવું જોઈએ. તેમનાં બહાર નીકળવાથી જરૂરિયાતના લોકો માટે માર્ગ ખુલશે.
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટમાં અનામતને લઈને 7 જજોની બંધારણીય બેંચ સુનાવણી કરી રહી છે. બેન્ચ સમીક્ષા કરી રહી છે કે શું રાજ્ય સરકારોને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને સરકારી નોકરીઓમાં અનામત આપવા માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં પેટા-વર્ગીકરણ કરવાનો અધિકાર છે.
સુપ્રીમ કોર્ટે અગાઉ આ નિર્ણય આપ્યો હતો
જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે 2004માં ચુકાદો આપ્યો હતો કે રાજ્યોને અનામત આપવા માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને વધુ પેટા વર્ગીકરણ કરવાનો અધિકાર નથી. આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ આ નિર્ણયની કાયદેસરતાની સમીક્ષા કરી રહી છે. CJI DY ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચમાં જસ્ટિસ બીઆર ગવઈ, વિક્રમ નાથ, બેલા એમ ત્રિવેદી, પંકજ મિથલ, મનોજ મિશ્રા અને સતીશ ચંદ્ર શર્માનો સમાવેશ થાય છે.
વધુ વાંચો: હોંશિયારની મહેનત લેખે ! પેપર ફોડનારા જ ફૂટી જશે, જાણો પેપર લીક વિરોધી કાયદા વિશે
લાભ મેળવનારાઓ માટે અનામત સમાપ્ત થવી જોઈએ - કોર્ટ
આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેટલીક પેટા જાતિઓએ એક વિશેષ વર્ગમાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. જો તે કેટેગરીમાં આગળ હોય તો એમને અનામતમાંથી બહાર આવીને જનરલ કેટેગરીમાં આવી જવું જોઈએ. અનામતનો લાભ એવા લોકોને જ મળવો જોઈએ જેઓ હજુ પણ પછાતમાં પછાત છે. કોર્ટે કહ્યું કે એક વખત તેમને અનામતનો લાભ મળી જાય તો તેમણે તેમાંથી બહાર આવવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.