ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / From Banaskantha to Rajkot, Gujarat lit up with colorful lights

અયોધ્યા રામ મંદિર / બનાસકાંઠાથી લઇને રાજકોટ સુધી... રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યું ગુજરાત, જુઓ Videos

Published By: Priykant Shrimali

Last Updated: 11:52 AM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Mandir Gujarat Latest News : બનાસકાંઠા જિલ્લાથી લઈ છેક સુરત અને રાજકોટ સુધી લોકોમાં ઉત્સાહ, 11 હજાર એક સો 11 ફૂટની અદભૂત રંગોળી તો શાળાના મેદાનમાં બાળકોએ 'રામ' નામની સાંકળ બનાવી

ADVERTISEMENT

  • 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા
  • સુરતમાં રામ ભગવાનની અદભૂત રંગોળી બાનાવાઈ
  • 11 હજાર એક સો 11 ફૂટની અદભૂત રંગોળી બનાવાઈ
  • કતારગામમાં કોમ્યુનિટી હોલમાં રામ ભગવાનની સુંદર રંગોળી
  • રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સુરત રામમયી બન્યુ

Ayodhya Ram Mandir Gujarat Latest News : રામનગરી અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીએ એટલે કે હવે માત્ર ગણતરીના કલાકોમાં રામમંદીરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે. આ તરફ ગુજરાત સહીત સમગ્ર દેશમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં બનાસકાંઠા જિલ્લાથી લઈ છેક સુરત અને રાજકોટ સુધી લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં ક્યાંક લેસર શૉ તો ક્યાંક 11 11 હજાર 111 ફૂટની અદભુત રંગોળીથી ગુજરાત ઝગમગી ઉઠ્યું છે. 

11 હજાર એક સો 11 ફૂટની અદભૂત રંગોળી બનાવાઈ
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સુરતમાં રામ ભગવાનની અદભૂત રંગોળી બનાવાઈ છે. વિગતો મુજબ કતારગામમાં કોમ્યુનિટી હોલમાં રામ ભગવાનની 11 હજાર એક સો 11 ફૂટની અદભૂત રંગોળી બનાવાઈ છે. આ તરફ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સુરત રામમયી બન્યુ છે. 

CR પાટીલનું કાર્યાલય બન્યું 'રામમય'
ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ CR પાટીલનું કાર્યાલય પણ રામમય બન્યું છે. વિગતો મુજબ સુરતમાં CR પાટીલની ઓફિસ પર ભગવાન શ્રી રામના ચિત્રોનો અદભુત લાઇટ શો પ્રદર્શિત કરવામાં આવ્યો છે. 

સુરતમાં સ્વામીનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓએ ભગવાન રામના ધનુષ્ય અને બાણને દર્શાવતા માનવ સાંકળ બનાવી હતી. તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ સાથે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં શાળાના વિદ્યાર્થીઓએ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં શાળાના મેદાનમાં બાળકોએ 'રામ' નામની સાંકળ બનાવી હતી.

વધુ વાંચો:  'આ તો પ્રસન્નતાનો વિષય છે કે PM મોદી...', શારદાપીઠના શંકરાચાર્યએ કર્યા વડાપ્રધાનના વખાણ, જુઓ શું બોલ્યા

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્વે રાજકોટમાં પણ બજારો સજાવવામાં આવી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya ram mandir અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા રામ મંદિર શાળાના બાળકો Ayodhya ram mandir

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ