બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Shankaracharya of Shardapith praised the Prime Minister

અયોધ્યા રામ મંદિર / 'આ તો પ્રસન્નતાનો વિષય છે કે PM મોદી...', શારદાપીઠના શંકરાચાર્યએ કર્યા વડાપ્રધાનના વખાણ, જુઓ શું બોલ્યા

Priyakant

Last Updated: 11:41 AM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Mandir Latest News: શારદાપીઠના શંકરાચાર્યએ કહ્યું, કોઇ પણ સરકારની જવાબદારી છે મોટા આયોજન અંગે વ્યવસ્થા કરવાની, પરમાત્મા જેને નિમિત્ત બનાવી જે કામ કરાવવા માગે છે તે કરાવી લે છે

  • અયોધ્યામાં 22 તારીખે થશે રામલલાની પ્રાણપ્રતિષ્ઠા, ગુજરાતના મહંતો અયોધ્યા પહોંચ્યા 
  • ભક્તિમય માહોલમાં ગોંડલના મહંતોએ પ્રભુરામની કરી અનુભુતી
  • શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સ્વામીની રામમંદિર અંગે પ્રતિક્રિયા 
  • અનેક સદીઓના સંઘર્ષના બાદ આ અવસર પ્રાપ્ત થયો છે:શંકરાચાર્ય સ્વામી સદાનંદ 
  • PM મોદીના કાર્યકાળમાં મંદિરનું નિર્માણ પૂર્ણ થયું તે પ્રસન્નતા અને સંતોષનો વિષય: શંકરાચાર્ય સ્વામી સદાનંદ 

Ayodhya Ram Mandir : રામ નગરી અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદીરની પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આ તરફ હવે દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ બધાનીવચ્ચે દેશના ખુણે ખુણેથી સાધુ સંતો અયોધ્યા પહોંચી રહ્યા છે. જેમાં ગુજરાતના મહંતો પણ અયોધ્યા પહોંચ્યા છે. શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સ્વામીએ રામમંદિર અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સૌભાગ્યની વાત છે કે હવે આપણે ભગવાન રામના દર્શન કરી શકીશું.

શું કહ્યું શંકરાચાર્ય સ્વામી સદાનંદ સ્વામીએ ? 
શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સ્વામીની રામમંદિર અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અનેક સદીઓના સંઘર્ષના બાદ આ અવસર પ્રાપ્ત થયો છે. સૌભાગ્યની વાત છે કે હવે આપણે ભગવાન રામના દર્શન કરી શકીશું. કોઇ પણ સરકારની જવાબદારી છે મોટા આયોજન અંગે વ્યવસ્થા કરવાની છે. આ સાથે તેમને કહ્યું કે, PM મોદીના કાર્યકાળમાં મંદિરનું નિર્માણ પૂર્ણ થયું તે પ્રસન્નતા અને સંતોષનો વિષય છે. તેમણે ઉમેર્યું કે, પરમાત્મા જેને નિમિત્ત બનાવી જે કામ કરાવવા માગે છે તે કરાવી લે છે. 

વધુ વાંચો: ઘરે બેઠા જ બનો રામ મંદિરની આરતીના સાક્ષી, બસ ફોલો કરો આ સ્ટેપ્સ, જાણો ઓનલાઇન બુકિંગ પ્રોસેસ 

ગુજરાતના મહંતો પણ પહોંચ્યા અયોધ્યા 
અયોધ્યામાં 22મીએ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને લઇ દેશ રામમય બન્યો છે. આ બધાની વચ્ચે દેશના ખુણે ખુણેથી સાધુ સંતો અયોધ્યા પહોંચી રહ્યા છે ત્યારે ગુજરાતના મહંતો પણ અયોધ્યા પહોંચ્યા છે. આ તરફ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઇ મહંતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તિમય માહોલમાં ગોંડલના મહંતોએ રામની અનુભૂતિ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ