બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Free speech cannot be hate speech', Madras High Court issues remarks over Sanatana Dharma row

ન્યાયિક મત / 'બોલવાની આઝાદીનો અર્થ નફરત ફેલાવવાનો નથી', સનાતન ધર્મ વિવાદ પર હાઈકોર્ટે સંભળાવ્યું

Hiralal

Last Updated: 06:12 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સનાતન ધર્મ વિરૃદ્ધ બોલનારાની મોંઘમમાં સમજાવતા મદ્રાસ હાઈકોર્ટે એક મહત્વની ટીપ્પણી કરી છે.

  • સનાતન ધર્મ વિવાદની વચ્ચે મદ્રાસ હાઈકોર્ટની મોટી ટીપ્પણી
  • બોલવાની આઝાદીનો અર્થ નફરત ફેલાવવાનો નથી
  • ધર્મના મામલે મોં સંભાળીને વાત કરવી 

સનાતન ધર્મ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે મદ્રાસ હાઈકોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે સનાતન ધર્મ શાશ્વત કર્તવ્યોનો સમૂહ છે, જેમાં રાષ્ટ્ર, રાજા, માતા-પિતા અને ગુરુઓ પ્રત્યેની ફરજો અને ગરીબોની સંભાળનો સમાવેશ થાય છે. જસ્ટિસ એન શેષાસયીએ ઇલાનગોવન નામની વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન આ વાત કહી હતી. આ અરજીમાં સ્થાનિક સરકારી આર્ટ્સ કોલેજ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રને પડકારવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓને 'સનાતન વિરુદ્ધ વિરોધ' વિષય પર પોતાનો અભિપ્રાય આપવા જણાવ્યું હતું.

સમાન નાગરિકોવાળા દેશમાં અસ્પૃશ્યતા સહન ન કરી શકાય 

જસ્ટિસ શેષાસયીએ પણ સનાતન ધર્મ પરના વિવાદના મામલે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે સનાતન ધર્મ સંપૂર્ણપણે જાતિવાદ અને અસ્પૃશ્યતાને પ્રોત્સાહન આપી રહ્યો છે તે વિચારને વેગ મળ્યો છે જોકે આ સંપૂર્ણપણે કોરી કલ્પના છે. સમાન નાગરિકોવાળા દેશમાં અસ્પૃશ્યતા સહન કરી શકાતી નથી. ભલે તેને 'સનાતન ધર્મ'ના સિદ્ધાંતોમાં ક્યાંકને ક્યાંક સંમતિ તરીકે જોવામાં આવી હોય, અસ્પૃશ્યતાનું સનાતન ધર્મમાં કોઈ સ્થાન નથી કારણ બંધારણની કલમ 17માં 
અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. 

એવું બોલો કે બીજાને દુખ ન થાય
જસ્ટિસ શેષાસયીએ કહ્યું કે દરેકનો બોલવાનો અધિકાર છે પરંતુ બોલવાના અધિકારનો અર્થ નફરત ફેલાવવાનો નથી. ખાસ કરીને જ્યારે ધર્મની વાત આવે ત્યારે આવા ઉચ્ચારણોથી કોઈને પણ દુખ થવું સ્વાભાવિક છે. દરેક ધર્મ આસ્થા પર આધારિત છે અને શ્રદ્ધામાં ઉદાસીનતા સંકળાયેલી છે. માટે ધર્મને લગતી બાબતો પર ફ્રી સ્પીચ આપતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેનાથી કોઈને દુઃખ ન થાય. બીજા શબ્દોમાં કહીએ તો, મુક્ત ભાષણ એ નફરતભર્યું ભાષણ ન હોઈ શકે. 

ઉદયનિધિ સ્ટાલિન શરુ કર્યો હતો સનાતન વિવાદ 
ઉલ્લેખનીય છે કે સનાતન ધર્મ પર તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિનના નિવેદન પર હોબાળો વચ્ચે કોર્ટની આ ટિપ્પણી આવી છે.  ઉદયનિધિએ સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો સાથે કરી હતી અને કહ્યું હતું કે સનાતનને દૂર કરવો વધુ સારો છે. જોકે વિવાદ વધતાં ઉદયનિધિએ ફેરવી તોળ્યું હતું અને કહ્યું સનાતન ધર્મ પર મેં આવું કહ્યું નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ