ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / મફતની માથાકુટ! ફ્રી પિત્ઝાની જાહેરાત થતા અમદાવાદીઓ આધારકાર્ડ લઇને લાઇનમાં ઉભા રહ્યા

ચોંકાવનારુ / મફતની માથાકુટ! ફ્રી પિત્ઝાની જાહેરાત થતા અમદાવાદીઓ આધારકાર્ડ લઇને લાઇનમાં ઉભા રહ્યા

Published By: Krutarth Joshi

Last Updated: 08:09 PM, 5 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે પ્રહલાદનગરની એક પિત્ઝા બ્રાંચ ફ્રી પિત્ઝાની જાહેરાત કરવામાં આવી હતી. વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ જાહેરાત વાયુવેગે પ્રસરી જતા વહેલી સવારથી જ લાઇનો લાગી ગઇ હતી.

ADVERTISEMENT

Ahmedabad News : અમદાવાદીઓમાં પિત્ઝા પ્રેમ એવો છલકાયો કે એક પિત્ઝાના સ્ટોર સંચાલકને ધોળા દિવસે તારા દેખાઇ ગયા હતા. વિદેશી ખોરાક તેવા પિત્ઝાનો સમગ્ર ગુજરાતમાં હાલમાં ભારે ક્રેઝ જોવા મળે છે. પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી એક પિત્ઝાની બ્રાન્ચમાં અમદાવાદીઓની મોટી લાઈન લાગી ગઇ હતી. આજે બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી આ બ્રાંચમાં ફ્રી પિત્ઝાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ સવારથી જ લોકોએ આવીને લાઇનો લગાવવાનું શરૂ કરી દીધું હતું. લોકો દૂર-દૂરથી ફ્રી પિત્ઝા ખાવા માટે લાઈનોમાં લાગી ગયા હતા. કેટલાક તો વળી સાથે આધાર કાર્ડ અને રેશનકાર્ડ પણ લઇને આવ્યા હતા. સરકારી કચેરીઓમાં લાગતી હોય તેવી લાઇનો પિત્ઝા શોપની બહાર લાગી જતા ભારે કુતુહલ સર્જાયું હતું. અન્ય રાહદારી પણ ઉભા રહેવા લાગ્યા હતા. જેના પગલે પ્રહલાદનગરમાં લાઇનો લાગી હતી.

ભીડ વધતા જ અફરા તફરી

આજે પ્રહલાદનગરની એક પિત્ઝા બ્રાંચ ફ્રી પિત્ઝાની જાહેરાત કરવામાં આવી હતી. વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ જાહેરાત વાયુવેગે પ્રસરી જતા વહેલી સવારથી જ લાઇનો લાગી ગઇ હતી. માત્ર 2 કલાક માટે ફ્રી પિત્ઝાની વાત હતી પરંતુ ધીરે ધીરે ભીડ વધવા લાગી હતી. સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર ફ્રીમાં પિત્ઝા મળતા હોવાની જાહેરાત જોઈને વહેલી સવારથી લોકો દૂર-દૂરથી આવીને લાઇનોમાં લાગી ગયા હતા. જો કે બ્રાન્ચના માલિકને આટલી મોટી ભીડની અપેક્ષા નહોતી. જેના કારણે તેણે વ્યવસ્થા પણ સિમિત કરી હતી. જો કે ભીડ ભેગી થઇ જતા ભારે અફરા તફરી અને અવ્યવસ્થા સર્જાઇ હતી. માત્ર યુવાનો જ નહી પરંત મહિલાઓ વડીલો અને બાળકો આવીને લાઇનમાં ઉભા રહી ગયા હતા. જેનાં કારણે પિત્ઝા સ્ટોર સંચાલકો પણ ભારે વિમાસમણમાં મુકાયા હતા.

આ પણ વાંચો : અમદાવાદ જેવી ઘટના બનતાં રહી ગઈ, એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, ઈમરજન્સી ટર્બાઈન હવામાં એક્ટિવ

અનેક લોકો નિરાશા સાથે પરત ફર્યા

જો કે, 2 વાગ્યા સુધી જ ફ્રીમાં પિત્ઝાની જાહેરાત કરાઇ હોવાથી માલિકો દ્વારા 2 વાગ્યા બાદ ફ્રી પિત્ઝાની સ્કિમ બંધ જાહેર કરવામાં આવી હતી. જેના પગલે લોકોએ જેટલા લાઇનમાં છે તેમને ફ્રી પિત્ઝા આપવા જોઇએ તેવી માંગ કરી હતી. જો કે માલિકોએ પિત્ઝા આપવાનો ઇન્કાર કર્યો હતો. જેના પગલે લાઇનમાં ઉભેલા અનેક લોકો નિરાશ થઇને પરત ફરવું પડ્યું હતું. લોકોએ આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો કે, આવી સ્કિમ બહાર પાડે તો પછી જેટલા લોકો આવે તેને પિત્ઝા આપવા જોઇએ. અમે સવારથી લાઇનમાં ઉભા રહ્યા પરંતુ અમને પિત્ઝા મળ્યા નહોતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Free pizza Ahmedabad, free pizza is announced

Published by

Krutarth Joshi

Krutarth Joshi working as Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ