બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Fraud in the name of 'Matritva Vandan Yojana'! 50 thousand disappeared from woman's bank account after giving OTP

ઠગાઇ / 'માતૃત્વ વંદન યોજના'ના નામે છેતરપિંડી! OTP આપતા જ મહિલાના બેંક એકાઉન્ટમાંથી 50 હજાર ગાયબ

Priyakant

Last Updated: 11:44 AM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Matrutva Vandan Yojana Fraud News: સરકારી યોજના અંતર્ગત લાભ આપવાના બહાને ઓનલાઈન છેતરપિંડીની ઘટનાને લઈ હવે પોલીસ વધુ તપાસ હાથ ધરી

  • ગર્ભવતી મહિલાઓ સાથે છેતરપિંડી
  • સરકારી યોજનામાં લાભ આપવાના નામે છેતરપિંડી
  • આરોપીએ 50 હજાર રૂપિયા સેવરી લીધા

સંઘ પ્રદેશ દમણમાં 'માતૃત્વ વંદન યોજના'ના નામે છેતરપિંડી થઈ રહી હોવાનું સામે આવતા હડકમાપ મચી ગયો છે. વાત જાણે એમ છે કે, સંઘ પ્રદેશ દમણમાં ગર્ભવતી મહિલાઓ સાથે છેતરપિંડી થઈ રહી છે. સરકારી યોજના અંતર્ગત લાભ આપવાના બહાને ઓનલાઈન છેતરપિંડીની ઘટનાને લઈ હવે પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

સંઘ પ્રદેશ દમણમાં ગર્ભવતી મહિલાઓ સાથે છેતરપિંડીને લઈ હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. વિગતો મુજબ આરોપીએ માતૃત્વ વંદન યોજનાના નામે મહિલાઓ સાથે છેતરપિંડી હતી. જેમાં ગર્ભવતી મહિલાઓને માતૃત્વ વંદન યોજના અંગે ભરમાવીને આરોપીએ મહિલાના બેંક ખાતામાંથી 50 હજાર રૂપિયા સેરવી લીધા હતા. 

OTP આપ્યો અને ગયા 50,000 
દમણમાં ગર્ભવતી મહિલાઓ સાથે છેતરપિંડીના કેસમાં આરોપીએ મહિલાઓને વિશ્વાસમાં લીધા હતા. જ્યાં યોજનાના નાણાં અપાવવાના બહાને આરોપીએ OTP કોડ માંગ્યો હતો. જે બાદમાં OTP લઈ આરોપીએ મહિલાના ખાતામાંથી રૂપિયા સેરવી લીધા હતા. આ તરફ હવે છેતરપિંડીને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ