બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / Cricket / Former Pakistani cricketer gave statement on Ram Temple; won hearts by sharing picture

અયોધ્યા રામ મંદિર / 'મારા રામલલા બિરાજમાન થઈ ગયા:' પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર રામ ભગવાનની તસવીર શેર કરી, લોકો વચ્ચે બન્યા ચર્ચાનો વિષય

Megha

Last Updated: 01:14 PM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણથી પાકિસ્તાનનો એક પૂર્વ ક્રિકેટર ઘણો ખુશ છે અને આ અંગે ક્રિકેટરનું મોટું નિવેદન સામે આવ્યું છે. મૂર્તિની તસવીર શેર કરીને લખ્યું કે 'મારા રામલલા બિરાજમાન થઈ ગયા'

  • અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં રામલલાની સ્થાપના કરવામાં આવી છે. 
  • રામ મંદિર પર પાકિસ્તાની ક્રિકેટરનું મોટું નિવેદન સામે આવ્યું છે. 
  • મૂર્તિની તસવીર શેર કરીને લખ્યું કે 'મારા રામલલા બિરાજમાન થઈ ગયા'

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં રામલલાની સ્થાપના કરવામાં આવી છે. 22મી જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને આ માટે અયોધ્યા શહેરમાં ધાર્મિક વિધિઓ ચાલુ છે. પાકિસ્તાનનો એક પૂર્વ ક્રિકેટર પણ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણથી ઘણો ખુશ દેખાઈ રહ્યો છે. અયોધ્યા રામ મંદિર પર તે પાકિસ્તાની ક્રિકેટરનું મોટું નિવેદન આવ્યું છે. જે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યું છે. 

વાત એમ છે કે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી અને અનુભવી સ્પિનર ​​દાનિશ કનેરિયાએ રામલલાની તસવીર શેર કરી છે. તેણે લખ્યું, 'મારા રામલલા બિરાજમાન થઈ ગયા છે.' જોકે, આ પહેલીવાર નથી જ્યારે કનેરિયાએ રામ મંદિર પર પ્રતિક્રિયા આપી હોય. રવિવારે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે એક દિવસની વિશેષ રજા આપવા બદલ એમને મોરેશિયસ સરકારનો પણ આભાર માન્યો હતો. 

આ પહેલા પણ  દાનિશ કનેરિયાએ X પર પોસ્ટ કર્યું હતું કે, ભગવાન રામની સુંદરતા તેમના નામમાં નહીં પણ તેમના પાત્રમાં છે. તે અસત્ય પર સત્યની જીતનું પ્રતીક છે. આજે સમગ્ર વિશ્વમાં ખુશીની લહેર છે. આ ખૂબ જ ખુશીની ક્ષણ છે.

દાનિશ કનેરિયાની ક્રિકેટ કારકિર્દીઃ 
પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ પાકિસ્તાન માટે અત્યાર સુધીમાં કુલ 61 ટેસ્ટ અને 18 વનડે મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે અનુક્રમે 261 અને 15 વિકેટ લીધી છે. દાનિશે ટેસ્ટમાં બે વખત 10 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. આ સિવાય તેણે 15 વખત 5 વિકેટ લીધી છે. એમને વર્ષ 2014માં નિવૃત્તિની જાહેરાત કરી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ