બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Former Leader of Opposition, Becomes Deputy CM in One Hour: Sharad Pawar Played Like Thackeray

ક્યા સે ક્યા હો ગયા / પહેલા વિપક્ષ નેતા હતા, એક જ કલાકમાં બની ગયા ડેપ્યુટી CM: શરદ પવાર સાથે ઠાકરે જેવો જ ખેલ થઈ ગયો

Priyakant

Last Updated: 03:39 PM, 2 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maharashtra Political Crisis News: મહારાષ્ટ્રમાં રવિવારની રાજકીય ઘટનાઓ એટલી ઝડપથી બદલાતી રહી કે કોઈને તેની ખબર પણ ન પડી, અજિત પવાર એક કલાકમાં જ વિપક્ષના નેતાથી Dy.CM બની ગયા, NCPના નવ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા

  • રવિવારે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો રાજકીય ગરમાવો
  • અજિત પવાર એક કલાકમાં જ વિપક્ષના નેતાથી Dy.CM બની ગયા 
  • NCPના નવ ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા

રવિવારે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. વાત જાણે એમ છે કે, NCP નેતા અજિત પવાર એક કલાકમાં જ વિપક્ષના નેતાથી નાયબ મુખ્યમંત્રી બની ગયા. રવિવારની રાજકીય ઘટનાઓ એટલી ઝડપથી બદલાતી રહી કે કોઈને તેની ખબર પણ ન પડી. બેઠક બાદ પવાર સમર્થક ધારાસભ્યો સાથે રાજભવન પહોંચ્યા અને પછી નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમના સિવાય NCPના નવ ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. 

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ચોંકાવનારી ઘટના બની હતી. રવિવારે મહારાષ્ટ્રના રાજકારણમાં બધું એટલું ઝડપથી બન્યું કે અજિત પવાર તેમના સમર્થક ધારાસભ્યો સાથે રાજભવન જવા રવાના થયા ત્યારે લોકોને તેની ઝલક મળી. સૌથી પહેલા અજિત પવારે સમર્થક ધારાસભ્યો સાથે તેમના નિવાસસ્થાને બેઠક યોજી હતી. આ પછી તેઓ 17 ધારાસભ્યો સાથે શિંદે સરકારને સમર્થન આપવા રાજભવન જવા રવાના થયા હતા. પવારના આગમન બાદ CM એકનાથ શિંદે અને Dy.CM દેવેન્દ્ર ફડણવીસ પણ રાજભવન પહોંચ્યા હતા, જેમની સાથે તમામ મંત્રીઓ પણ હાજર હતા.

જાણો કોણે કોણે લીધા શપથ ? 
અજીત પવાર સમર્થક ધારાસભ્યો સાથે રાજભવન પહોંચ્યા અને પછી નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમના સિવાય NCPના નવ ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. જેમાં ધર્મરાવ આત્રામ, સુનીલ વલસાડે, અદિતિ તટકરે, હસન મુશરફ, છગન ભુજબળ, ધન્ની મુંડે, અનિલ પાટીલ, દિલીપ વલસે પાટીલનો સમાવેશ થાય છે. આ સિવાય NCP નેતા પ્રફુલ્લ પટેલ પણ રાજભવનમાં હાજર છે જેઓ શરદ પવારના નજીકના કહેવાય છે.

શરદ પવારના હાથમાંથી પણ પાર્ટી ગઈ
ભત્રીજા અજીત પવારના બળવા બાદ હવે શરદ પવારની NCP ભંગાણના આરે પહોંચી ગઈ છે. હવે શરદ પવાર કેવું પગલું ભરે છે તે જોવું રહ્યું. એવું કહેવાય છે કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાજ્ય એકમના વડા તરીકે કામ કરવાની તક ન મળતાં અજિત અસંતુષ્ટ હતા. આ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલ અને સુપ્રિયા સુલે પણ હાજર રહ્યા હતા. જોકે સુલે મીટિંગ છોડી દીધી હતી. રવિવારે સવારે NCPના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે પુણેમાં હાજર શરદ પવાર સાથે ફોન પર વાતચીત કરી હતી. રાજકીય ઘટનાક્રમ પર નજર રાખીને શરદ પવારે પુણેમાં જ રહેવાનો નિર્ણય લીધો છે અને તેમના તમામ નિર્ધારિત કાર્યક્રમો રદ કર્યા છે.

વિપક્ષી એકતાને ઝટકો
સૂત્રોના જણાવ્યા અનુસાર NCPનો ભાજપ-શિવસેનાને ટેકો આપવા અને સરકારમાં જોડાવાનો નિર્ણય 2024 પહેલા વિપક્ષી એકતા માટે મોટો આંચકો છે. નોંધનીય છે કે, આજે રવિવારે અજીત પવાર અને NCPના નવ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા. આ નિર્ણય શરદ પવારની મંજૂરી વિના લઈ શકાયો ન હોત. 

સંજય રાઉતે તાજેતરમાં જ કર્યો હાતો આ દાવો
શિવસેના (UBT) નેતા સંજય રાઉતે તાજેતરમાં દાવો કર્યો હતો કે, NCP નેતા અજિત પવાર ભાજપમાં જોડાઈ શકે છે. આ પછી તેમના ભાજપમાં જોડાવાની અટકળોએ જોર પકડ્યું હતું. હકીકતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે અજીતની મુલાકાતના સમાચાર સામે આવ્યા હતા, ત્યારબાદ રાઉતે આ દાવો કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ