બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / વડોદરા / Former Chairman of Baroda Dairy Dinu Mama has joined BJP along with his supporters

વડોદરા / લોકસભા પહેલા ભાજપમાં ઘરવાપસી: પૂર્વ MLA દિનુમામા સી.આર.પાટીલની હાજરીમાં સમર્થકો સાથે ભાજપમાં જોડાયા, ભૂલ કબૂલી

Dinesh

Last Updated: 10:09 PM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara news : બરોડા ડેરીના પૂર્વ ચેરમેન દિનુ મામા ભાજપમાં જોડાયા છે, વિધાનસભા ચૂંટણીમાં બળવો કરી પાદરા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતાં

  • પૂર્વ MLA દિનુમામા અને તેમના સમર્થકો ભાજપમાં જોડાયા
  • દિનુમામાએ ભૂલ કરી હતી અને એમને ભૂલ પણ કબૂલ કરી: પાટીલ
  • જિલ્લાના MLA સાથે ચર્ચા કરીને એમને જોડવાનો કર્યો નિર્ણય: પાટીલ


Vadodara news : બરોડા ડેરીના પૂર્વ ચેરમેન દિનુ મામા ફરી ભાજપમાં ઘરવાપસી કરી લીધી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપનો ખેસ પહેરાવીને દિનુ મામાને ભાજપમાં ફરી ગૃહપ્રવેશ કરાવ્યો છે. અત્રે જણાવી દઈએ કે, ગત ચૂંટણીમાં પાદરા બેઠક પરથી બળવો કરી તેઓ અપક્ષ લડ્યા હતા. 

દિનુ મામાની ભાજપમાં ઘરવાપસી
ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલ આજે વડોદરા મુલાકાતે હતાં, ત્યારે વડોદરામાં પૂર્વ MLA દિનુમામા અને તેમના સમર્થકો ભાજપમાં જોડાયા છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન દિનુમામાએ બળવો કર્યો હતો. જે મુદ્દે સી આર પાટીલે જણાવ્યું કે, દિનુમામાએ ભૂલ કરી હતી અને એમને ભૂલ પણ કબૂલ કરી લીધી છે. જિલ્લાના MLA સાથે ચર્ચા કરીને એમને જોડવાનો નિર્ણય કર્યો છે. આ પ્રસંગે સી આર પાટીલે પાદરામાં MLAના કાર્યાલયનું ઉદ્ધાટન કર્યું હતું.

દિનુ મામા કાર્યકર-અગ્રણીઓ સાથે ભાજપમાં જોડાયા
અત્રે ઉલ્લખનીય છે કે, કેતન ઇનામદાર દ્વારા આંદોલન થતા ચેરમેન પદેથી તેમણે રાજીનામુ આપ્યું હતું. જૂન મહિનામાં ફરી બરોડા ડેરીની ચૂંટણી યોજાવાની છે ત્યારે તેઓ ફરી ભાજપમાં જોડાયા છે જેને લઈ અટકળો શરૂ થઈ છે. દિનુ મામા ભાજપમા જોડાયા છે ત્યારે બરોડા ડેરીમાં ફરી એકવાર નવાજૂનીના એંધાણ સર્જાઈ શકે છે. 

અગાઉ દિનુ પટેલે ભાજપમાંથી આપ્યું હતું રાજીનામું
બરોડા ડેરીના પૂર્વ ચેરમેન દિનુ પટેલે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનુ પટેલને ટિકિટ ન મળતા તેઓ નારાજ થયા હતા. તેમજ દિનુ પટેલે પાદરા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. દિનુ પટેલને હર્ષ સંઘવી અને સી આર પાટીલની સમજાવટ બાદ તેઓ માન્યા ન હતા. દિનુ પટેલે સી આર પાટીલ અને જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામું મોકલ્યું હતું. પાર્ટી દિનુ પટેલને સસ્પેન્ડ કરે તે પહેલા જ દિનુ પટેલે પાર્ટીને રામ રામ કર્યા હતા. 

અગાઉ પણ અપક્ષ ચૂંટણી લડ્યા હતા 
અત્રે ઉલ્લેખીય છે કે, 2007માં પાદરા બેઠક પરથી દિનેશ પટેલ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને જેમાં તેમનો વિજય થયો હતો. ત્યારબાદ તેઓએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. ભાજપમાં ગયા બાદ 2012માં ભાજપે તેઓને ટિકિટ આપી હતી અને તેમાં પણ તેઓ વિજયી બન્યા હતા. જો કે વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપમાં બળવો કરી અપક્ષ ચૂંટણી લડ્યા હતા જેમાં તેમનો પરાજય થયો હતો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ