બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / Forecast of heavy rainfall as rain system develops in seas of Gujarat

હવામાન / ગુજરાતના દરિયામાં વરસાદી સિસ્ટમ થઇ સક્રીય, 24 નહીં 27 જુલાઇ સુધી ભારે વરસાદ, જાણો નવી આગાહી

Khyati

Last Updated: 03:36 PM, 22 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા 23 જુલાઇથી ભારે વરસાદની કરવામાં આવી આગાહી

  • ગુજરાતમાં 23થી 27 જુલાઈ સુધી થઈ શકે છે ભારે વરસાદ
  • ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ
  • અમદાવાદમાં પણ ભારે વરસાદની શકયતા

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળશે.  22 જુલાઇથી મેઘરાજા આક્રમક બેટિંગ કરે તો નવાઇ નહીં. કારણ કે હવામાન વિભાગ દ્વારા 23 જુલાઇથી 27 જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે આ વખતે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે પરંતુ હવેની ઇનિંગમાં વરસાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને  ઘમરોળશે. 

 

ફરી એકવાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય 

દરિયામાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ ધોધમા

ર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો આ તરફ પગલે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ  જાહેર કરવામાં આવ્યું છે.  મેઘો ધોધમાર વરસતા 50 જળાશયો હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે.  અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 60 ટકા વરસાદ નોંધાયો છે.

આજે ક્યાં પડી શકે વરસાદ ?

  • કચ્છ,મોરબી,સુરેન્દ્રનગર
  • રાજકોટ,જામનગર,અમદાવાદ
  • બોટાદ,દ્વારકા,પાટણ
  • મહેસાણા,અરવલ્લી,ખેડા
  • ગાંધીનગર,સાબરકાંઠા,પોરબંદર

રેડ અલર્ટ જાહેર કરેલા વિસ્તારો પર સરકારની ચાંપતી નજર : રાજેન્દ્ર ત્રિવેદી

રાજ્યમાં વરસાદની સ્થિતિ મામલે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'રેડ અલર્ટ જાહેર કરેલા વિસ્તારો પર સરકારની ચાંપતી નજર રહેશે. રાજ્યમાં સાબરકાંઠા, કચ્છ, બનાસકાંઠામાં સારો વરસાદ થયો. તો દક્ષિણ ગુજરાતનાં 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી અપાઇ છે. જેથી 23 અને 24 તારીખે રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં રેડ અલર્ટ અપાયું છે. રાજ્યમાં કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં રેડ અલર્ટ અપાયું છે.'વધુમાં જણાવ્યું કે, 'ગુજરાતમાં 24-25મીએ કચ્છ, જામનગર અને દ્વારકામાં પણ રેડ અલર્ટ અપાયું છે. રાજ્યમાં કચ્છ, ડાંગ, વલસાડ અને પંચમહાલના 4 નેશનલ હાઈ-વે બંધ કરાયા છે.

સિઝનનો 58.32 ટકા વરસાદ ખાબક્યો

રાજ્યમાં અત્યાર સુધીમાં 58.32 ટકા વરસાદ થયો છે જે ગત વર્ષની સરખામણીમાં 36.625 ટકા વધુ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 55,41,706 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા હાલમાં NDRFની 13  ટીમ અને વિવિધ 16 જિલ્લાઓમાં SDRFની 21 પ્લાટૂન તહેનાત છે.

24 જુલાઈના કચ્છમાં અતિભારે વરસાદની આગાહી

  • 24 જુલાઇના દ્વારકા,જામનગર,મોરબીમાં અતિભારે વરસાદની આગાહી
  • સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણામાં અતિભારે વરસાદની આગાહી
  • અરવલ્લી, ખેડા, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી
  • સાબરકાંઠા, પોરબંદર, રાજકોટ, બોટાદમાં ભારે વરસાદની આગાહી
  • ભારે વરસાદની આગાહીના પગલે 23 અને 24 તારીખે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 459 mm વરસાદ ગુજરાતમાં નોંધાયો છે. તો દાહોદ અને ગાંધીનગરમાં હજુ પણ વરસાદની ઘટ છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ