બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / For whom government schemes eat dust? Why is the government not getting help from the rightful ones?

મહામંથન / સરકારી યોજનાઓ કોના વાંકે ધૂળ ખાય છે? સાચા હક્કદાર જોડે સહાય કેમ નથી પહોંચતી સરકાર?

Vishal Khamar

Last Updated: 10:25 PM, 2 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થિનીઓને સાયકલ આપવામાં આવે છે. આણંદ, વલસાડમાં ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે. કેટલાય વર્ષોથી વિદ્યાર્થિનીઓ માટેની સાયકલ ધૂળ ખાઈ રહી હતી.

  • સરકારની લોકલક્ષી યોજનાઓ લોકો સુધી યોગ્ય રીતે પહોંચતી નથી
  • યોજનાઓ કાગળ ઉપર સારી લાગે છે પરંતુ અમલવારી થતી નથી
  • સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થિનીઓને સાયકલ આપવામાં આવે છે

સરકારની યોજનાઓનો હેતુ મુખ્યત્વે એ હોય છે કે તે છેવાડાના માણસ સુધી પહોંચે..જે વ્યક્તિ સાધન સંપન્ન છે તેને કદાચ સરકારી મદદની જરૂર નથી પણ જે સામાજિક, આર્થિક રીતે અક્ષમ છે તેના માટે સરકારની યોજનાઓ વરદાનરૂપ સાબિત થતી હોય છે. સરકારની આ જ યોજનાઓ જો વરદાનને બદલે અભિશાપ બની જાય તો સામાન્ય માણસની સ્થિતિ કેવી થાય. છેલ્લા કેટલાક સમયમાં એવા કિસ્સા સામે આવ્યા જેમાં સરકારની ઉપયોગી યોજનાઓ જેના સુધી પહોંચવી જોઈએ તેના સુધી પહોંચી જ નહીં.. પછી તે સરસ્વતી સાધના યોજના હેઠળ અપાતી રેન્જર સાયકલ હોય કે સસ્તા અનાજનો જથ્થો હોય, કે પછી RTEમાં બોગસ એડમિશનનો મુદ્દો હોય.. મૂળ લાભાર્થી ઠેરનો ઠેર રહે છે અને સરવાળે ઉપયોગી લાગતી યોજના ઉપર ધૂળ પડી જાય છે.. સવાલ એ થાય કે વિદ્યાર્થિનીઓને સરકારી સહાય અંતર્ગત સાયકલ આપવાની હોય તેની મોટે ઉપાડે જાહેરાત થાય અને તે સાયકલનો જથ્થો 8-8 વર્ષથી એક જ જગ્યાએ પડ્યો રહે અને સરવાળે તે ભંગારમાં ફેરવાઈ જાય તે સ્થિતિ જવાબદારો અને લાભાર્થીઓ માટે કેટલી દયનીય કહેવાય.. આવી દયાજનક સ્થિતિનું નિર્માણ થાય તેના માટે જવાબદાર કોણ.

  • બોરસદની વઘવાલા પ્રાથમિક શાળામાં સાઈકલ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી
  • વહીવટીતંત્રએ સાઈકલનું વિતરણ જ 8 વર્ષથી કર્યુ નથી
  • લાખો રૂપિયાનું આંધણ થયું અને યોજનાનો હેતુ જ સિદ્ધ ન થયો

 બોરસદનો મામલો શું છે?
સરસ્વતી સાધના યોજના હેઠળ સરકારે વિદ્યાર્થિનીઓને સાઈકલ ફાળવી હતી. 2015માં શાળા પ્રવેશોત્સવ દરમિયાન સાઈકલ ફાળવવામાં આવી હતી. આ યોજના શાળાથી દૂર અપડાઉન કરતી વિદ્યાર્થિનીઓ માટે છે. અનુસૂચિત જાતિ અને આર્થિક રીતે પછાત વિદ્યાર્થિનીઓને સાઈકલ ફાળવવામાં આવી હતી. બોરસદની વઘવાલા પ્રાથમિક શાળામાં સાઈકલ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી. વહીવટીતંત્રએ સાઈકલનું વિતરણ જ 8 વર્ષથી કર્યુ નથી. લાખો રૂપિયાનું આંધણ થયું અને યોજનાનો હેતુ જ સિદ્ધ ન થયો. શાળાએ પણ માત્ર રિપોર્ટ મોકલીને સંતોષ માન્યો છે. સાઈકલના કેટલાક સ્પેરપાર્ટ્સ પણ ચોરી થઈ ગયા હતા.

  • જનરલ કેટેગરીની વિદ્યાર્થિનીઓને સરકારે સાઈકલ ફાળવી હતી
  • ધોરણ 8 પાસ કરીને ધોરણ 9માં આવતી વિદ્યાર્થિનીઓને સાયકલ ફાળવાઈ
  • વલસાડમાં વર્ષ 2015માં ફાળવાયેલી સાયકલનો જથ્થો ભંગારમાં મળ્યો

વલસાડનો મામલો શું છે?
જનરલ કેટેગરીની વિદ્યાર્થિનીઓને સરકારે સાઈકલ ફાળવી હતી. ધોરણ 8 પાસ કરીને ધોરણ 9માં આવતી વિદ્યાર્થિનીઓને સાયકલ ફાળવાઈ છે.  વલસાડમાં વર્ષ 2015માં ફાળવાયેલી સાયકલનો જથ્થો ભંગારમાં મળ્યો. 225 જેટલી સાયકલ ભંગાર હાલતમાં જોવા મળી હતી. 8 વર્ષ બાદ હવે સરકારે ભંગારમાં પડેલી સાયકલની હરાજી કરવા નિર્ણય કર્યો છે. ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી પણ માત્ર તપાસની વાત કરી રહ્યા છે.

  • સરકારી અનાજના જથ્થામાં ઘટ મુદ્દે વેપારીઓ અને પુરવઠા વિભાગ સામસામે
  • ફેરપ્રાઈઝ શોપ એસોસિએશને સરકારને આવેદનપત્ર આપ્યું
  • સરકારી અનાજના જથ્થામાં સતત ઘટ આવતી હોવાનો દાવો

સસ્તા અનાજના વિતરણમાં ગોટાળો?
સરકારી અનાજના જથ્થામાં ઘટ મુદ્દે વેપારીઓ અને પુરવઠા વિભાગ સામસામે છે.  ફેરપ્રાઈઝ શોપ એસોસિએશને સરકારને આવેદનપત્ર આપ્યું. સરકારી અનાજના જથ્થામાં સતત ઘટ આવતી હોવાનો દાવો. વેપારીઓનો દાવો છે કે સરકારી ગોડાઉનમાંથી જ ઓછો જથ્થો આવે છે.  પુરવઠા વિભાગ કહે છે કે ઓછા જથ્થા માટે દુકાનદારો જ જવાબદાર છે. 

  • જૂન મહિનામાં ઘઉં-ચોખાના 36 લાખ કટ્ટાની ફાળવણી
  • વેપારીઓનો આરોપ છે કે જયારે દુકાને જથ્થો પહોંચે છે ત્યારે ઓછો હોય છે
  • જો જથ્થો ઓછો હોવાનું માનીએ તો મહિને 3 કરોડ 54 લાખથી વધુની કટકી થઈ

ગોટાળાની આશંકા કેમ?
જૂન મહિનામાં ઘઉં-ચોખાના 36 લાખ કટ્ટાની ફાળવણી કરવામાં આવી છે. વેપારીઓનો આરોપ છે કે જયારે દુકાને જથ્થો પહોંચે છે ત્યારે ઓછો હોય છે. જો જથ્થો ઓછો હોવાનું માનીએ તો મહિને 3 કરોડ 54 લાખથી વધુની કટકી થઈ. આ રીતે વાર્ષિક 42 કરોડ 57 લાખનું અનાજ ચાઉં થઈ ગયાનું માની શકાય. પુરવઠા નિગમનો તર્ક છે કે સ્ટાન્ડર્ડ પદ્ધતિ મુજબ જ અનાજનું પેકિંગ થાય છે. પુરવઠા નિગમ અને દુકાનદારોના આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં સત્ય શું એ તપાસનો વિષય છે.  

  • ગરીબ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે RTEની યોજના
  • RTEમાં પણ બોગસ એડમિશન થયાની અનેક ફરિયાદ
  • ચાલુ વર્ષમાં જ 1 હજાર 291 બોગસ એડમિશન રદ કરવામાં આવ્યા

RTEમાં પ્રવેશમાં પણ છેતરપિંડી
ગરીબ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે RTEની યોજના છે.  RTEમાં પણ બોગસ એડમિશન થયાની અનેક ફરિયાદ છે.  ચાલુ વર્ષમાં જ 1 હજાર 291 બોગસ એડમિશન રદ કરવામાં આવ્યા.  કેટલાક વાલીઓ ઓનલાઈન છેડછાડ કરી શકતા હતા. ધોરણ-1માં અભ્યાસ પૂર્ણ કર્યો હોય છતા ફરી ધોરણ-1માં RTEમાં પ્રવેશ . રાજકોટમાં ફરી ધોરણ-1માં પ્રવેશ લીધો હોય તેવા અનેક કિસ્સા બન્યા. સરકારે RTE અંતર્ગત શાળાઓની 521.92 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ