બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / For the first time in the country, teachers will come from abroad to teach in government schools, CM announced

ગરીબ બાળકોની દરકાર / Big news : દેશમાં પહેલી વાર, સરકારી સ્કૂલોમાં ભણાવવા વિદેશથી આવશે શિક્ષકો, CM એ કરી જાહેરાત

Hiralal

Last Updated: 06:03 PM, 11 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીની સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે હવે વિદેશથી શિક્ષકો આવશે તેવી જાહેરાત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરી છે.

  • ગરીબ બાળકોનું ભણતર સુધારવા દિલ્હી સરકારનો મોટો નિર્ણય 
  • દિલ્હી એજ્યુકેશન બોર્ડ અને ઈન્ટરનેશનલ એજ્યુકેશન બોર્ડ વચ્ચે થયો કરાર 
  • સરકારી સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓને વિદેશી શિક્ષકો ભણાવશે
  • વિદેશી શિક્ષકો વિદ્યાર્થીઓને ઈન્ટરનેશનલ કક્ષાની તાલીમ આપશે
  • સીએમ અરવિંદ કેજરીવાલે કરી મહત્વની જાહેરાત 

દિલ્હીની સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને વિદેશી શિક્ષકો ભણાવી શકે તે માટે દિલ્હી એજ્યુકેશન બોર્ડ અને ઈન્ટરનેશનલ એજ્યુકેશન બોર્ડ વચ્ચે થયો કરાર છે.આ કરાર બાદ હવે વિદેશી શિક્ષકો દિલ્હીની સરકારી સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓને તાલીમ આપશે અને આ રીતે વિદ્યાર્થીઓ ઈન્ટરનેશનલ કક્ષાનું શિક્ષણ મેળવી શકશે. આનાથી વિદ્યાર્થીઓને બહુમોટો લાભ થશે.

દિલ્હીના લોકો માટે ખૂબ જ ખુશીની વાત- સીએમ કેજરીવાલ

આ મહત્વની જાહેરાત કરતા સીએમ કેજરીવાલે જણાવ્યું કે થોડા મહિના પહેલા અમે દિલ્હીનું પોતાનું શિક્ષણ બોર્ડ બનાવ્યું હતું. દિલ્હીનું શિક્ષણ બોર્ડ આંતરરાષ્ટ્રીય ધોરણનું બોર્ડ છે. તે આંતરરાષ્ટ્રીય ધોરણનું શિક્ષણ પૂરું પાડે છે.મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે આજે દિલ્હી શિક્ષણ બોર્ડ સાથે આંતરરાષ્ટ્રીય શિક્ષણ બોર્ડનો કરાર થયો છે, હવે દિલ્હી શિક્ષણ બોર્ડ હેઠળ આવતા તમામ શાળાના બાળકો આંતરરાષ્ટ્રીય સ્તરે શિક્ષણ મેળવશે. આજે આંતરરાષ્ટ્રીય શિક્ષણ બોર્ડે દિલ્હી શિક્ષણ બોર્ડ સાથે કરાર કર્યો છે. આ એક મોટી વાત છે, તે દિલ્હીના લોકો માટે ખૂબ જ ખુશીની વાત છે. અમારા બાળકો હવે દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ મેળવશે.

ગરીબ બાળકોને મફતમાં ઈન્ટરનેશનલ કક્ષાનું શિક્ષણ મળશે-કેજરીવાલ 

કેજરીવાલે કહ્યું કે આપણા દેશમાં બે પ્રકારની શિક્ષણ પ્રણાલી છે. એક અમીર બાળકો માટે અને બીજી ગરીબ બાળકો માટે. જેમની પાસે પૈસા છે તેઓ તેમના બાળકોને પ્રાઈવેટ સ્કૂલમાં ભણાવે છે અને જેમની પાસે પૈસા નથી તેઓ તેમના બાળકોને સરકારી સ્કૂલોમાં ભણાવે છે. આજે આ કરાર બાદ ગરીબ બાળકોને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મળશે. જે શિક્ષણ માટે મોટા મોટા અમીરોના બાળકો ઝંખી રહ્યાં છે તેવું શિક્ષણ હવે ગરીબ બાળકોને પણ મળશે. 

તેમણે કહ્યું કે વિદેશથી એક્સપર્ટ આવશે જેઓ સ્કૂલોમાં શિક્ષકોની તાલીમ આપશે. બાળકોનું અસેસમેન્ટ કેવું હશે તે ઈન્ટરનેશનલ બોર્ડ નક્કી કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ