બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Food packets are being prepared in big temples to fight Biporjoy Cyclone

તૈયારી / બિપોરજોય વાવાઝોડા સામે લડવા મોટા મંદિરોમાં તૈયાર થઈ રહ્યા છે ફૂડ પેકેટ્સ, લોકોને 16 તારીખ સુધી દર્શને ન આવવા પણ અપીલ

Malay

Last Updated: 01:56 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપોરજોય વાવાઝોડાની આગાહીને પગલે ધાર્મિક અને સામાજિક સંસ્થાઓએ પણ અસરગ્રસ્ત લોકોની મદદ કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મંદિરોમાં ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

 

  • ગુજરાતની માથે વાવાઝોડાનો ખતરો
  • મંદિરોમાં તૈયાર કરાઈ રહ્યા છે ફૂડ પેકેટ
  • અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચતા કરાશે

ગુજરાતની માથે બિપોરજોય વાવાઝોડાનું સંકટ મડરાઈ રહ્યું છે. વાવાઝોડાની સ્થિતિને જોતા ગુજરાતના વિવિધ મંદિરો દ્વારા ભક્તોને 16 જૂન સુધી મંદિરે ન આવવાની અપીલ કરવામાં આવી રહી છે. ભક્તોને સોશિયલ મીડિયા અને મંદિરોની વેબસાઇટથી દર્શન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ બિપોરજોય વાવાઝોડાની કચ્છના કાંઠે ટકરાવવાની સંભાવનાને પગલે તંત્ર સાથે ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ પણ અસરગ્રસ્ત લોકોની મદદ કરવા આગોતરી તૈયારી કરી રહી છે. ગુજરાતના વિવિધ મંદિરોમાં ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. અસગ્રસ્ત લોકો માટે મંદિરોમાં ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. 

ગઢડા મંદિરમાં તૈયાર કરાઈ રહ્યા છે ફૂડ પેકેટ
બિપોરજોય વાવાઝોડાને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય તીર્થ ધામ ગઢડા ગોપીનાથજી દેવ મંદિર દ્વારા અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેજ આપવાની જાહેરાત કરવામાં આવી છે અને હાલ  ફૂડ પેકેજ બનાવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. મંદિર પ્રશાસને 5 હજાર જેટલા ફૂડ પેકેટ વિતરણ કરવાની જાહેરાત કરી છે. બિપોરજોય વાવાઝોડાને લઈને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને ઉપયોગી થવાની ભાવના સાથે ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા ફૂડ પેકેજ આપવાની જાહેરાત કરવામાં છે. મંદિરના ચેરમેન હરીજીવન સ્વામીએ 5 હજાર જેટલા ફૂડ પેકેટ વિતરણ કરવાની જાહેરાત કરી છે. 

ખોડલધામ ટ્રસ્ટે પણ કરી છે જાહેરાત 
બિપરજોય વાવાઝોડાનો ખતરો રાજ્યના વિવિધ જિલ્લામાં મંડરાઈ રહ્યો છે ત્યારે હર હંમેશા આપત્તિ સમયે છેવાડાના માનવી સુધી મદદ પહોંચાડવા માટે ખડેપગે રહેતું ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા આ આપત્તિની પરિસ્થિતિમાં જરૂરિયાત મંદ લોકોને ફૂડ પેકેટ પહોંચાડવા માટે સજ્જ છે. જે જિલ્લાઓમાં વાવાઝોડાની અસર થવાની છે તે જિલ્લાઓમાં ફૂડ પેકેટ તૈયાર કરીને પહોંચાડવાની કામગીરી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ દ્વારા શરુ કરી દેવામાં આવી છે. ચેરમેન નરેશભાઈ પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલ રાજકોટ શહેરના સરદાર પટેલ ભવન ખાતે પ્રથમ તબક્કામાં કુલ 15000 ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે અને આ ફૂડ પેકેટ વહીવટી તંત્રના જણાવ્યા પ્રમાણે જે જગ્યાએ જરૂરિયાત છે ત્યાં પહોંચતા કરવામાં આવી રહ્યા છે. 1 લાખ ફૂડ પેકેટ બને તેટલું મટીરીયલ એકઠું કરી દેવામાં આવ્યું છે અને વહીવટી તંત્ર જે પ્રમાણે સૂચના આપશે તે પ્રમાણે ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચતા કરવામાં આવશે.

ભુજ અને વાંકાનેરમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે ફૂડ પેકેટ
આ ઉપરાંત ભુજ સ્વામીનારાયણ મંદિર દ્વારા 11 હજાર ફૂડ પેકેટ પૂરા પાડવાની સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. અંજાર અને માંડવી સ્વામિનારાયણ મંદિર દ્વારા પણ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. વાંકાનેરના માટેલ મંદિર ખાતે સેવાભાવીઓ દ્વારા 10 હજાર ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ફૂડ પેકેટ અસરગ્રસ્તોને મોકલવામાં આવશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ