બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Following in the footsteps of Aamir Khan, son Junaid Khan will debut in acting with Yash Raj's film.
Megha
Last Updated: 12:42 PM, 16 September 2023
ADVERTISEMENT
સ્ટારકિડ્સને લઈને સોશિયલ મીડિયા પર હંમેશા ક્રેઝ જોવા મળે છે. આવનારા દિવસોમાં ઘણા સ્ટાર કિડ્સ સ્ક્રીન પર જોવા મળવાના છે. જેમાં શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન, બોની કપૂરની નાની પુત્રી ખુશી કપૂર અને સૈફ અલી ખાનનો પુત્ર ઇબ્રાહિમ અલીનો સમાવેશ થાય છે. હવે આ લિસ્ટમાં આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનનું નામ પણ જોડાઈ ગયું છે. જુનૈદ જલ્દી જ પિતાની જેમ એક્ટિંગમાં કરિયર બનાવશે.
યશરાજ ફિલ્મ્સે ઘણા મોટા સ્ટાર્સને તક આપી છે
રણવીર સિંહ, અનુષ્કા શર્મા, ભૂમિ પેડનેકર, અર્જુન કપૂર, પરિણીતી ચોપરા, વાણી કપૂર જેવા ઘણા સ્ટાર્સે આદિત્ય ચોપરાના નેતૃત્વમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી છે. હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે આમિર ખાનનો પુત્ર પણ સિલ્વર સ્ક્રીન પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. રિપોર્ટ્સનું માનીએ તો આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની પ્રથમ ફિલ્મ મહારાજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
ADVERTISEMENT
#YashRajFilms and @NetflixIndia COME TOGETHER to form a new multi-year creative partnership.. The first two projects to come out of this association are — #AamirKhan's son Junaid Khan's debut film #Maharaj, and four-part thriller series #TheRailwayMen directed by Shiv Rawail!🔥 pic.twitter.com/FeRvcjiykJ
— Rahul Raut (@Rahulrautwrites) September 15, 2023
જુનૈદની પ્રથમ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવી
આમિર ખાનનો પુત્ર જુનૈદ ખાન હવે અભિનયની દુનિયામાં પ્રવેશ કરશે. શુક્રવારે જુનૈદની પ્રથમ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. યશરાજ બેનર અને નેટફ્લિક્સની આ ફિલ્મનું નામ 'મહારાજ' છે. જુનૈદ ઉપરાંત આ ફિલ્મમાં જયદીપ અહલાવત, શર્વરી વાળા અને શાલિની પાંડે છે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ પી મલ્હોત્રા કરશે જે અગાઉ રાની મુખર્જી સાથે 'હિચકી' બનાવી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે યશ રાજ ફિલ્મે નેટફ્લિક્સ સાથે ભાગીદારી કરી છે.
'મહારાજ' ફિલ્મ સાચી ઘટનાઓથી પ્રેરિત છે
યશરાજ બેનર અને નેટફ્લિક્સ ફિલ્મનું નામ 'મહારાજ' છે. 'મહારાજ' ફિલ્મ સાચી ઘટનાઓથી પ્રેરિત છે. આ વાર્તા 1800 ના દાયકામાં બનેલી એક સામાજિક રોમાંચક છે જે એક પત્રકારની વાર્તા કહે છે. જેમને લોકો ધીરે ધીરે મસીહા માનવા લાગે છે. જણાવી દઈએ કે જુનૈદ ફિલ્મમાં પત્રકારની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ ફિલ્મમાં જયદીપ વિલનની ભૂમિકામાં જોવા મળશે.
Netflix and Yash Raj Films join forces to bring a new era of blockbusters! Coming soon! pic.twitter.com/QIBHXqKRj8
— Netflix India (@NetflixIndia) September 15, 2023
નેટફ્લિક્સ અને યશ રાજ ફિલ્મ્સ સાથે મળીને કામ કરી રહ્યા છે
યશ રાજ ફિલ્મ્સે એક પોસ્ટ શેર કરી અને આ નવા પ્રોજેક્ટ વિશે લખ્યું, 'નેટફ્લિક્સ અને યશ રાજ ફિલ્મ્સ બ્લોકબસ્ટર્સના નવા યુગની શરૂઆત કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.ટૂક સમયમાં આવી રહ્યું છે....' યશ રાજ અને નેટફ્લિક્સનો બીજો પ્રોજેક્ટ 'ધ રેલવે મેન' પણ જાહેર કરવામાં આવ્યો છે. આ સિરીઝમાં આર માધવન, કેકે મેનન, દિવ્યેન્દુ શર્મા અને બાબિલ ખાન છે. શિવ રાવૈલ તેનું નિર્દેશન કરશે.'ધ રેલ્વે મેન'ની જાહેરાત પહેલેથી જ કરવામાં આવી હતી.
જુનૈદ ફિલ્મોની દુનિયામાં પ્રથમ પગલું ભરવા જઈ રહ્યો છે
જુનૈદની વાત કરીએ તો તે આમિર ખાન અને રીના દત્તાનો પુત્ર છે.તેમના પછી તેમની પુત્રી આયરા ખાન છે. આમિર ખાને કિરણ રાવ સાથે બીજી વાર લગ્ન કર્યા. તેમને એક પુત્ર આઝાદ રાવ ખાન પણ છે. નોંધનીય છે કે આમિર અને કિરણના છૂટાછેડા પણ થઈ ચૂક્યા છે. પુત્રી ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક બનવા માંગે છે, તે તેના પિતા સાથે કામ કરે છે અને શીખે છે, જ્યારે પુત્ર જુનૈદ ફિલ્મોની દુનિયામાં પ્રથમ પગલું ભરવા જઈ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.