બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Follow these tips along with relaxation techniques to get better sleep

આરોગ્ય ટિપ્સ / સારી અને પૂરતી ઊંઘ મેળવવા અપનાવો આ ટિપ્સ, સવાર ક્યાંય પડી જશે ખબર પણ નહીં પડે

Pooja Khunti

Last Updated: 03:59 PM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sleeping Tips: તમે સાંભળ્યું જ હશે કે શરીર એક મશીન છે અને એક ચોક્કસ સમય સુધી કામ કર્યા બાદ મશીન ગરમ થાય છે. એવામાં તેને આરામની જરૂર હોય છે. આપણું શરીર પણ આવું જ છે અને તેને આરામ માટે ઊંઘની જરૂર હોય છે.

  • ઊંઘવાનો એક ચોક્કસ સમય નક્કી કરો
  • આરામ કરવાની ટેક્નિક અપનાવો 
  • કોફી અને ચાનું સેવન ટાળો

આજના સમયમાં યુવાનોની જીવનશૈલી કંઈક આ પ્રમાણે જોવા મળે છે. દિવસ દરમિયાન ફોનનો ઉપયોગ કરવો અને મોડી રાત સુધી ફિલ્મ અને વેબ સીરિઝ જોવી. જેના કારણે ઉંધ ન આવવાની સમસ્યા જોવા મળે છે.  આ સ્થિતિનાં કારણે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ જોવા મળે છે. શરીરને આરામ અને એનર્જી આપવા માટે 7 થી 8 કલાકની ઊંઘ લેવી ખૂબજ જરૂરી છે. ઘણાં એવા લોકો હોય છે જેમને રાત્રે જલ્દી ઊંઘ નહીં આવતી અથવા તો બિલકુલ ઊંઘ જ નહીં આવતી. એવામાં ઊંઘ આવે તો પણ વારંવાર ઊંઘમાંથી ઉઠી જવું અથવા સામાન્ય અવાજ સાંભડતા ઊંઘ ઉડી જવી, જેવી સમસ્યાઓ જોવા મળે છે.  આપણી ઊંઘની ખરાબ ગુણવત્તાનાં કારણે આવું જોવા મળે છે.  યોગ્ય ઊંઘ ન થવાનાં કારણે આખો દિવસ ચીડિયાપણું જોવા મળે અથવા કામમાં મન ન લાગે.  તમારી આંખો પર સોજો જોવા મળે અને માથું ભારે લાગવા લાગે છે. જેવી અનેક સમસ્યાઓ જોવા મળે છે. 

આ ટિપ્સને ફોલો કર્યા બાદ તમારી ઊંઘવાની ગુણવત્તા સુધરી જશે. 

ઊંઘવાનો એક ચોક્કસ સમય નક્કી કરો 
તમને ઊંઘ આવે કે ન આવે પણ એક નક્કી કરેલાં સમયે તમારે ફોન, લેપટોપ, ટીવી અથવા કોઈ પણ ગેજેટ્સને તમારાથી દૂર કરો. ત્યારબાદ લાઇટ બંધ કરી એકાંતમાં સુવાની કોશિશ કરો, તેનાથી તમને ઊંઘ આરામથી આવી જશે. આ કર્યા બાદ પણ જો ઊંઘ ન આવે તો તમારે કોઈ મેગઝીન અથવા બુક વાંચવી. પરંતુ એક ચોક્કસ સમયે પથારીમાં ઊંઘવાનો પ્રયત્ન કરો. 

વ્યાયામ કરો 
વ્યાયામની મદદથી તમારું ઊંઘ ચક્ર સુધરી શકે.  એનાં માટે દરરોજ 30 મિનિટ વ્યાયામ જરૂરથી કરો. 

વધુ સારી ગુણવત્તાનાં ગાદલાં 
તમારી પલંગ, ગાદલાં અને ઓશિકાની ગુણવત્તા તપાસો. કારણકે આમાંથી કોઈ પણ વસ્તુમાં અસ્વસ્થતા અનુભવાય તો તમને ઊંઘમાં તકલીફ થઈ શકે. 

આરામ કરવાની તકનિકો અપનાવો 
સારી ઊંઘ લેવા માટે, સૂતા પહેલાં કોઈ આરામ કરવાની ટેક્નિક અપનાવી શકો. તેના માટે ધ્યાનમાં બેસવું, ઊંડા શ્વાસ લેવાં અથવા હળવું સંગીત સાંભળ્યું. જેનાંથી મનને શાંતિ મળે. 

લાઇટ બંધ કરો 
ઊંઘવાનાં થોડા સમય પહેલાં, ઘરની બધી જ લાઇટ બંધ કરી દો.  પ્રકાસનું ઓછું સ્તર મેટાબોલીસમ બનાવવાનું સંકેત આપે છે.  આ હાર્મોન્સ ઊંઘ માટે જવાબદાર હોય છે. 

કોફી અને ચાનું સેવન ટાળો 
સુવા પહેલાં ચા-કોફીનું સેવન અથવા દારૂનું સેવન ન કરવું જોઈએ. કારણકે તેની અંદર રહેલાં કેફીન અને નિકોટિન તમારી ઊંઘમાં ખલેલ કરે છે.   

સૂતા પહેલાં સકારાત્મક વિચારો 
સૂતા પહેલાં કોઈ પણ એવી વાતનો વિચાર ન કરવો જોઈએ, જે તમને તકલીફ આપે. તેની જગ્યાએ દિવસ દરમિયાન થયેલ સારી વાતોને યાદ કરવી જોઈએ.  જેના કારણે તમારું મન હળવું થઈ જશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ