બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:02 PM, 14 October 2025
આગામી બિહાર વિધાનસભા ચૂંટણીના પગલે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નવી રીતે વ્યૂહરચના ગોઠવી રહી છે અને તેમાં નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. લોકપ્રિય લોકગાયિકા મૈથિલી ઠાકુર ભાજપમાં જોડાયા છે. પાર્ટી તેમને દરભંગા જિલ્લાના અલીનગર બેઠક પરથી ચૂંટણી લડાવવા માટે વિચાર કરી રહી છે.
ADVERTISEMENT
અલીનગરના વર્તમાન ધારાસભ્ય મિશ્રીલાલ યાદવની ટિકિટ કપાશે એવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. પાર્ટી હવે એવા યુવાન અને લોકપ્રિય ઉમેદવારને મેદાનમાં ઉતારવા માગે છે જે સ્થાનિક સ્તરે સારી ઓળખ ધરાવે. મૈથિલી ઠાકુરની મિથિલા વિસ્તારમાં ખૂણેખૂણે લોકપ્રિયતા, તેમજ તેમના મજબૂત સોશિયલ મીડિયા ફોલોઅર્સના આધારે, ભાજપ તેમને પોતાના પ્રમુખ ચહેરા તરીકે પણ રજૂ કરી શકે છે.
જો તેઓને ટિકિટ મળે છે, તો બિહારના રાજકારણમાં આ પ્રકારની ઘટના પહેલીવાર બનશે જ્યાં કોઈ જાણીતી લોકગાયિકા સીધો રાજકીય પ્રવેશ કરશે. હાલમાં મૈથિલીએ ભાજપના સીનિયર નેતા અને સંગઠન મહાસચિવ વિનોદ તાવડે સાથે મુલાકાત કરી હતી, જેના કારણે તેમની પાર્ટીમાં જોડાવાની અટકળો વધુ મજબુત બની રહી છે. મૈથિલીએ ઉમેર્યું કે હાલ ભલે તેઓ કામ માટે દિલ્હીમાં રહે છે, તેમનો આત્મા બિહાર સાથે જ જોડાયેલો છે અને તેઓ બિહારમાં રહીને લોકોની સેવા કરવા માંગે છે.
ADVERTISEMENT
પાછલા દિવસોમાં, BJP નેતા વિનોદ તાવડેએ સોશિયલ મીડિયા પર મૈથિલી સાથેની તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે જ્યારે 1995માં લાલુ પ્રસાદ યાદવ સત્તામાં આવ્યા ત્યારે મૈથિલી ઠાકુરનો પરિવાર બિહાર છોડીને ચાલ્યો ગયો હતો, પણ હવે તે પુત્રી પાછી આવી છે – બિહારના બદલાતા ચહેરાને જોઈને.
આ પણ વાંચોઃ VIDEO: નેતાજીએ વટ પાડ્યો! હજાર ગાડીઓનો કાફલો લઈને ચૂંટણીનું ફોર્મ ભરવા આવ્યાં, નજારાએ દંગ કર્યાં
ADVERTISEMENT
દરભંગાની વતની, મૈથિલી ઠાકુર 25 વર્ષની છે અને મૈથિલી લોકસંગીત માટે ખૂબ જાણીતી છે. તે માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ મૈથિલી સંગીતને પ્રસ્તાવિત કરે છે. તેના પરિવારજનો પણ સંગીત ક્ષેત્રમાં સક્રિય છે – પિતા રમેશ ઠાકુર અને માતા ભારતી ઠાકુર મૈથિલી સંગીતકાર છે અને સંગીત શિક્ષક તરીકે કાર્યરત છે. મૈથિલીના બે ભાઈઓ પણ સંગીત સાથે જોડાયેલા છે. ત્રણેય ભાઈ-બહેનોએ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત અને વાદ્યયંત્રો જેવી કે હાર્મોનિયમ અને તબલામાં તાલીમ મેળવી છે.

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.