બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO: નેતાજીએ વટ પાડ્યો! હજાર ગાડીઓનો કાફલો લઈને ચૂંટણીનું ફોર્મ ભરવા આવ્યાં, નજારાએ દંગ કર્યાં
Last Updated: 03:13 PM, 14 October 2025
Bihar Assembly Election: પટના જિલ્લાના મોકામા વિધાનસભા મતવિસ્તારમાં આજે જેડીયુના મજબૂત નેતા અને ઉમેદવાર અનંત સિંહ તેમનું નોમિનેશન ભરવા માટે કાફલો લઈને નીકળ્યા હતા, જેનાથી અહીંનું રાજકીય વાતાવરણ ગરમ થઈ ગયું છે. તેમનો કાફલો કોઈ ભવ્ય શોભાયાત્રાથી ઓછો નહોતો. રોડ શોમાં એક હજારથી વધુ ગાડીઓ સામેલ થઈ હતી. નોમિનેશન ભરતા પહેલા, અનંત સિંહે પરંપરાનું પાલન કરીને મંદિરમાં પૂજા કરી. તેઓ તેમના સમર્થકો સાથે પહોંચ્યા અને ભગવાનના આશીર્વાદ લીધા. નોમિનેશન ભરતા પહેલા અનંત સિંહના સમર્થકો માટે જબરદસ્ત વ્યવસ્થા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
Nomination of Mokama MLA Anant Singh #anantsingh #BiharElection2025 #biharnews #JDU #Mokama #barh pic.twitter.com/uQqKd6btdX
— Vivek Srivastav (@viveksemiliye) October 14, 2025
ADVERTISEMENT
માહિતી પ્રમાણે, પૂર્વ ધારાસભ્યએ આશરે 25,000 સમર્થકો માટે ભોજનની વ્યવસ્થા કરી હતી. લગભગ એક લાખ ગુલાબ જાંબુ બનાવવામાં આવ્યા હતા. ખાવાના મેનુમાં ગુલાબ જાંબુ, બટાકા-ફૂલકોબીનું શાક, મિક્સ વેજ અને પુરી સહિત ઘણી વાનગીઓ સામેલ હતી. આ માટે બે મોટા પંડાલ બનાવવામાં આવ્યા, જેમાં એક સાથે 3,000 લોકો બેસીને ખાવાનું ખાઈ શકે. સવારે 8 વાગ્યાથી પંગત ચાલુ થઈ ગઈ હતી અને સમર્થકોનો પ્રવાહ અવિરત ચાલુ છે. છેલ્લા બે દિવસથી, રસોડામાં દિવસ-રાત ભોજન તૈયાર થઈ રહ્યું હતું.
ADVERTISEMENT
મોકામામાં સવારથી જ ભારે હલચલ જોવા મળી. વહેલી સવારથી સમર્થકો ભેગા થવા લાગ્યા. સૌથી પહેલા સમર્થકોએ ભોજન કર્યું. આ પછી અનંત સિંહ તેમના નામાંકન માટે નીકળ્યા. તેમની થાર ગાડીને બે ક્વિન્ટલ ગલગોટાના ફૂલોથી શણગારવામાં આવી હતી. અનંત સિંહ ખુલ્લી જીપમાં સવાર હતા, અને તેમના સમર્થકો 'છોટે સરકાર અમર રહે...' ના નારા લગાવી રહ્યા હતા. બિહાર ચૂંટણીમાં આ વખતે ઘણા પ્રભાવશાળી નેતાઓ વાપસી કરી રહ્યા છે, જેમાં અનંત સિંહ અને આનંદ મોહન જેવા નામો સામેલ છે, જેઓ મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે ફરી જોડાયા છે.

ADVERTISEMENT
અનંત સિંહનો કાફલો બારહ સબડિવિઝન ઓફિસ પહોંચ્યો જ્યાં તેમણે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું. ઉમેદવારી નોંધાવ્યા પછી, તેમનો રોડ શો બહાપુર તરફ આગળ વધશે. આ સરઘસમાં નાના અને મોટા બંને પ્રકારના લગભગ એક હજાર વાહનોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે અનંત સિંહ છેલ્લા કેટલાક દિવસોથી મોકામા અને આસપાસના વિસ્તારોમાં સતત જનસંપર્ક અભિયાન ચલાવી રહ્યા છે. રવિવારે પણ તેઓ બાઇક પર પ્રચાર કરવા માટે નીકળ્યા હતા અને લોકોને તેમના નામાંકનમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો: BREAKING: ભાજપે બહાર પાડી 71 ઉમેદવારોની પહેલી યાદી, અનેક દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતાર્યાં
ADVERTISEMENT
અનંત સિંહની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો, તેમણે 1990, 2000, 2005, 2010 અને 2015માં મોકામા બેઠક જીતી હતી. 2005 અને 2010માં તેઓ જેડીયુની ટિકિટ પર જીત્યા હતા, જ્યારે 2015માં તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે જીત મેળવીને બધાને ચોંકાવી દીધા હતા. વર્ષ 2020ની વિધાનસભા ચૂંટણીમાં તેમની પત્ની નીલમ દેવી પણ આ જ બેઠક પરથી જીત્યા હતા. હવે, 2025માં, 'છોટે સરકાર' ફરી એકવાર મેદાનમાં છે, આ વખતે જેડીયુના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તેમના નોમિનેશન સમયે, છોટે સરકાર ફરી એકવાર તેમના જૂના અંદાજમાં જોવા મળ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.