બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / fm nirmala sitharaman meet with psb chiefs on 23rd april

મહત્વનું / દેશની અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા નાણામંત્રી થોડા દિવસોમાં કરશે આ મોટું કામ, બેન્કિંગ ક્ષેત્રને થશે અસર

Mayur

Last Updated: 06:47 PM, 10 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામન દેશની અર્થવ્યવસ્થાની ઝડપ વધારવા માટે 23 એપ્રિલે પબ્લિક સેક્ટરની બેન્કોના પ્રમુખો સાથે મિટિંગ કરવાના છે જેમાં કેટલાક મહત્વનાં મુદ્દે ચર્ચા થશે.

  • નાણામંત્રી નિર્મલા સિતારામન દેશના બેન્ક પ્રમુખો સાથે કરશે મિટિંગ
  • દેશની અર્થવ્યવસ્થાની ઝડપ વધારવા માટે લેવાશે નિર્ણય
  • 2022-23 ના બજેટની રજૂઆત બાદ પહેલી વખત મિટિંગ

 

દેશની અર્થવ્યવસ્થાની ઝડપ વધારવા માટે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામન દેશના બેન્ક પ્રમુખો સાથે મિટિંગ કરશે. નાણામંત્રી નિર્મલા સિતારમણ લેન્ડર્સના પ્રદર્શન બાદ સમીક્ષા અને અર્થવ્યવસ્થાને ફરી પાટે લાવવા માટે ચલાવવામાં આવતી સરકારી યોજનાઓની પ્રગતિ માટે 23 એપ્રિલે પબ્લિક સેક્ટરની બેન્કોના પ્રમુખો સાથે મિટિંગ કરશે. 

નવા બજેટ બાદ આ પહેલી બેઠક 
ઉલ્લેખનીય છે કે 2022-23 ના બજેટની રજૂઆત બાદ નાણામંત્રી પીએસબી પ્રમુખો સાથે પહેલી વખત મિટિંગ કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં સરકાર બેન્કો પાસે દેશની અર્થવ્યવસ્થા સુધારવા માટે અને ગતિ વધારવા માટે ઉત્પાદક ક્ષેત્રોને લોન આપવા માટે અનુરોધ કરે તેવી શક્યતા છે. એટલે કે આ બેઠક બાદ બેન્કોની તરફથી મોટા એલાનની આશા જાગી છે. 
સૂત્રોના હવાલે માહિતી મળી હતી કે આ બેઠકમાં વિવિધ સરકારી યોજનાઓની પ્રગતિ અને વિભિન્ન આર્થિક ક્ષેત્રોના પ્રદર્શનની ગહન સમીક્ષા કરવામાં આવશે. 

ECLGS સ્કીમની પણ સમીક્ષા થશે 
આ બેઠકમાં કેટલાક મોટા મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવશે જેમાં ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ એટલે કે ECLGS પણ હશે. ખરેખર આ વર્ષે બજેટમાં ECLGS માર્ચ 2023 સુધી વધારવામાં આવ્યું હતું. આ સિવાય સરકારી યોજનાઓ અંતર્ગત આપવામાં આવનારી ગેરંટી કવર્સની રકમ પણ 50 હજાર કરોડ રૂપિયા વધારીને 5 લાખ કરોડ કરવામાં આવ્યું હતું. 

બેન્કિંગ ક્ષેત્રના એજન્ડા નક્કી થશે 
સૂત્રોએ એમ  પણ જણાવ્યું હતું કે આ બેઠકમાં નાણાકીય વર્ષની શરૂઆતમાં પૂરા વર્ષના બેન્કિંગ ક્ષેત્રના એજન્ડા નક્કી કરવામાં આવી શકે છે. ગયા વર્ષમાં પણ કોઈ પણ સાર્વજનિક બેંકને એપ્રિલ ડિસેમ્બર 2021 દરમિયાન નુકસાન નથી થયું અને આ નવ મહિનામાં પીસીબીએ 48,874 કરોડ રૂપિયાના ક્લિયર બેનિફિટ્સ નોંધ્યા હતા એટલે કે ગયા વર્ષ કરતાં આ વર્ષે એજન્ડા અલગથી નક્કી કરવામાં આવી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Nirmala Sitharaman indian economy psb chief meet ગુજરાતી ન્યૂઝ Finance Minister Nirmala Sitharaman
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ