બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / વિશ્વ / Flood Like situation due to Heavy Rain in Dubai, metro station, road, houses flooded

વીડિયો / તડામાર વરસાદથી દુબઈ પાણી-પાણી, એરપોર્ટ, મેટ્રો સ્ટેશનથી લઇને ઘરોમાં પાણી ફરી વળ્યાં, જુઓ Videos

Vidhata

Last Updated: 08:04 AM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુબઈ મેટ્રોની રેડ લાઈન સેવાઓ ખોરવાઈ ગઈ છે. એક મેટ્રો સ્ટેશન પર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા. આ ઉપરાંત દુબઈથી અન્ય શહેરોની બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. મુખ્ય શોપિંગ સેન્ટરો દુબઈ મોલ અને મોલ ઓફ અમીરાત બંનેમાં પાણી ભરાઈ ગયા.

સંયુક્ત આરબ અમીરાતની રાજધાની દુબઈમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે. દુબઈની શેરીઓ, ઘરો અને મોલમાં પાણી ભરાઈ ગયા. આકાશમાંથી સતત ગાજવીજ અને વીજળીના ચમકારાથી સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા. સોમવારે મોડી રાતથી મંગળવાર સવાર સુધી દેશમાં ભારે વરસાદ ચાલુ રહ્યો. દરમિયાન અધિકારીઓએ અસ્થિર હવામાનની ચેતવણી જારી કરી છે. રાષ્ટ્રીય હવામાન કેન્દ્રે દેશના ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને 'અત્યંત સાવધ' રહેવા માટે કહેવામાં આવ્યું છે. દેશમાં અસાધારણ તીવ્રતાની ખતરનાક હવામાન ઘટનાઓની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે સાંજે 6 વાગ્યા સુધી આ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઓમાનમાં ભારે વરસાદને કારણે 18 લોકોના મોત થયા છે.

એક સ્થાનિક અખબાર અનુસાર, રાષ્ટ્રીય હવામાન કેન્દ્રે દુબઈ, અબુ ધાબી અને શારજાહના રહેવાસીઓને આગામી 48 કલાકમાં અસ્થિર હવામાન પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. બુધવાર સુધી આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. રાષ્ટ્રીય હવામાન કેન્દ્રના નિષ્ણાત અહેમદ હબીબે જણાવ્યું કે દુબઈ, અબુ ધાબી, શારજાહ અને અમીરાતના અન્ય સ્થળોએ માત્ર ભારે વરસાદ જ નહીં પરંતુ કરા પડવાની પણ સંભાવના છે. લોકોને પૂરની સંભાવનાવાળા વિસ્તારોથી દૂર સુરક્ષિત અને ઊંચા સ્થળોએ તેમના વાહનો પાર્ક કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા પેસેન્જર પ્લેન ડાયવર્ટ કરવામાં આવ્યા. આ ઉપરાંત દિવસ દરમિયાન એરપોર્ટની ગતિવિધિઓ 25 મિનિટ માટે સ્થગિત પણ કરવી પડી. એરપોર્ટ પરથી 50થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. દુબઈ એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું કે ગંભીર વાવાઝોડાને કારણે બપોરે 25 મિનિટ માટે કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી, જો કે તે ફરી શરૂ થઈ ગઈ છે અને હવે રિકવરી મોડમાં છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by MediaOne UAE (@mediaoneuae)

ઉપરાંત, દેશના હવામાન કેન્દ્રે દુબઈ, અબુ ધાબી, અલ ઈલ, ફજેરાહ, શારજાહ અને રાસ અલ ખાઈમાહમાં મધ્યમથી ભારે વરસાદની જાણકારી આપી છે. દુબઈ મેટ્રોની રેડ લાઈન સેવાઓ ખોરવાઈ ગઈ છે. એક મેટ્રો સ્ટેશન પર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા. આ ઉપરાંત દુબઈથી અન્ય શહેરોની બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. મુખ્ય શોપિંગ સેન્ટરો દુબઈ મોલ અને મોલ ઓફ અમીરાત બંનેમાં પાણી ભરાઈ ગયા.

વરસાદના કારણે દુબઈ અને શારજાહની મસ્જિદોને ઘરે જ નમાઝ પઢવાનું કહેવામાં આવ્યું. દરમિયાન, અજમાનના અધિકારીઓએ લોકોને તેમના ઘરોમાં રહેવા વિનંતી કરી છે. અધિકારીઓએ જ્યારે અત્યંત જરૂરી હોય ત્યારે જ બહાર જવા જણાવ્યું છે. મળતી માહિતી અનુસાર, સેંકડો લોકો વરસાદને કારણે દુબઈ મોલમાં અટવાઈ ગયા છે, મેટ્રો સેવાઓ ક્યારે પુનઃસ્થાપિત થશે, તેની જાણકારી નથી. ઘણા લોકો બીજા મેટ્રો સ્ટેશન પર અને કેટલાય લોકો અહીંના રોડ પર પણ અટવાઈ ગયા, પાણી ભરાઈ જવાને કારણે લોકો બસો અને ટેક્સીઓમાંથી બહાર નીકળીને રસ્તા પર ચાલી રહ્યા છે.

તેલથી સમૃદ્ધ યુએઈ એક રણપ્રદેશ છે, જ્યાં વરસાદ એક અસામાન્ય ઘટના છે. વરસાદને કારણે સમગ્ર UAEમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. અહીં કરા સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. UAE ના કેટલાક વિસ્તારોમાં 24-કલાકના સમયગાળામાં 80 મિલીમીટર (3.2 ઇંચ) થી વધુ વરસાદ નોંધાયો છે, જે વાર્ષિક સરેરાશ આશરે 100 mmની નજીક છે. 

વધુ વાંચો: એર સ્ટ્રાઇક વચ્ચે ઇરાને છેક અંતરિક્ષ સુધી મિસાઇલ પહોંચાડી, ઈઝરાયલે હવામાં જ ખાત્મો બોલાવી દીધો, જુઓ Video

બહેરીનમાં પણ ગાજવીજ અને વીજળીના ચમકારા બાદ રાતભર ભારે વરસાદ થયો. ઓમાનની ઉપરથી પસાર થયા પછી, વાવાઝોડું સંયુક્ત આરબ અમીરાત, બહેરીન અને કતારના વિસ્તારોમાં પહોંચી ગયું છે, જ્યાં જીવલેણ પૂર આવ્યું છે અને ડઝનેક લોકો ફસાયેલા છે. આપત્કાલીન અધિકારીઓએ અહીની એક સત્તાવાર ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે મંગળવારે એક બાળકનો મૃતદેહ મળ્યો, જેના સાથે મૃત્યુઆંક 18 થઈ ગયો અને 2 લોકો ગુમ છે. એજન્સીએ રવિવારે જણાવ્યું હતું કે અચાનક પૂરમાં એક વાહન વહી જતાં શાળાના 9 બાળકો સહિત 12 લોકોના મોત થયા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ