બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ભારત / Flight fares to Ayodhya are higher than many international routes

અયોધ્યા રામ મંદિર / સિંગાપુર કે બેંગકોકથી પણ વધારે મોંઘુ થયું અયોધ્યા જવું, ફ્લાઇટના ભાડા પહોંચ્યા સાતમા આસમાને

Priyakant

Last Updated: 11:17 AM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Mandir Latest News: અયોધ્યાની એક નવી ઓળખ મુખ્ય તીર્થસ્થળ અને પ્રવાસન સ્થળ તરીકે સ્થાપિત થઈ રહી છે,  અયોધ્યાની ફ્લાઈટનું ભાડું ઘણા આંતરરાષ્ટ્રીય રૂટ કરતા વધુ થઈ ગયું

  • અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા ઘણા ફેરફારો જોવા 
  • અયોધ્યાની ફ્લાઈટનું ભાડું ઘણા આંતરરાષ્ટ્રીય રૂટ કરતા વધુ
  • મુંબઈથી અયોધ્યાની ઈન્ડિગોની એક ફ્લાઈટનું ભાડું 20,700

Ayodhya Ram Mandir : આગામી 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે. આ તરફ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે. રામ મંદિરના નિર્માણથી અયોધ્યામાં કાયાકલ્પ થવા લાગ્યો છે. અયોધ્યાની એક નવી ઓળખ મુખ્ય તીર્થસ્થળ અને પ્રવાસન સ્થળ તરીકે સ્થાપિત થઈ રહી છે. જોકે હવે સામે આવ્યું છે કે, અયોધ્યાની ફ્લાઈટનું ભાડું ઘણા આંતરરાષ્ટ્રીય રૂટ કરતા વધુ થઈ ગયું છે.

કેટલું મોંઘું થયું હવાઈ ​​ભાડું ? 
એક અહેવાલ મુજબ 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા પ્રવાસીઓ શહેરમાં આવવા લાગ્યા છે. તેની અસર હવાઈ ભાડા પર પડી રહી છે. રિપોર્ટ અનુસાર હાલમાં 19 જાન્યુઆરીની મુંબઈથી અયોધ્યાની ટિકિટ ચેક કરવા પર ઈન્ડિગોની એક ફ્લાઈટનું ભાડું 20,700 રૂપિયા બતાવવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે 20 જાન્યુઆરીની ફ્લાઈટનું ભાડું પણ 20 હજાર રૂપિયાની આસપાસ હોવાનું જણાય છે.

સિંગાપુર કે બેંગકોકથી પણ વધારે મોંઘુ થયું અયોધ્યા જવું
આ આંકડાઓ જોઈએ તો આ ઘણા આંતરરાષ્ટ્રીય રૂટ પરના ભાડા કરતાં વધુ છે. ઉદાહરણ તરીકે માત્ર 19 જાન્યુઆરીની મુંબઈથી સિંગાપોરની ફ્લાઈટ ચેક કરવા પર એર ઈન્ડિયાની સીધી ફ્લાઈટનું ભાડું 10,987 રૂપિયા બતાવવામાં આવ્યું છે. એ જ રીતે 19 જાન્યુઆરીએ મુંબઈથી બેંગકોકની સીધી ફ્લાઈટનું ભાડું 13,800 રૂપિયા જોવામાં આવે છે.

વાંચો વધુ: બિલકિસ બાનો હત્યા કેસ: સુપ્રીમ કોર્ટે બદલ્યો ગુજરાત સરકારનો ફેંસલો, દોષિતોને સજામાં મળેલી છૂટ રદ કરી

PM મોદીએ કર્યું હતું એરપોર્ટનું ઉદ્ઘાટન 
નોંધનિય છે કે, અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા નવા એરપોર્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ એરપોર્ટને મહર્ષિ વાલ્મીકી ઈન્ટરનેશનલ એરપોર્ટ નામ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. હાલમાં માત્ર બે એરલાઈન્સ એર ઈન્ડિયા એક્સપ્રેસ અને ઈન્ડિગોએ અયોધ્યા માટે ફ્લાઈટ ચલાવવાની જાહેરાત કરી છે.

અયોધ્યામાં વ્યવસાયિક કાર્યોમાં તેજી
મંદિરના ઉદ્ઘાટન પહેલા અયોધ્યામાં અનેક પ્રકારની ધંધાકીય ગતિવિધિઓમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં સંભવિત માંગ અને વિશાળ પ્રવાસન બજારની અપેક્ષાએ ઘણી કંપનીઓ તૈયારીઓ કરી રહી છે. હોસ્પિટાલિટી ફર્મ ઓયોના સ્થાપક રિતેશ અગ્રવાલે એક અઠવાડિયા પહેલા કહ્યું હતું કે, લોકો અયોધ્યા માટે મોટા પાયે હોટલ શોધી રહ્યા છે. સ્થિતિ એવી છે કે, ગોવા જેવા પ્રવાસન સ્થળો અયોધ્યાથી પાછળ રહી ગયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ