બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Flare in Aravalli BJP resignation of 2000 workers

અરવલ્લી / ભાજપમાં ભડકો! ભીખાજી ઠાકોરના સમર્થનમાં 2 હજારથી વધુ કાર્યકર્તાઓએ આપ્યા રાજીનામા

Ajit Jadeja

Last Updated: 05:06 PM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠામાં ભાજપે ભીખાજી ઠાકોરને બદલીને શોભનાબેન ભારૈયાને ટીકીટ આપતાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.

 

અરવલ્લીના મેઘરજમાં ભાજપમાં ભડકો થયો છે.ભાજપે ભીખાજી ઠાકોરને બદલીને શોભના બારૈયાને ટિકિટ આપતા ભીખાજી ઠાકોર નારાજ થયા છે. ભીખાજીની સાથે તેમના સમર્થકોમાં પણ ભારોભાર રોષ ફેલાયો છે. ભીખાજીના સમર્થકોએ રસ્તા પર ઉતરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. મેઘરજના વેપારીઓએ ભીખાજીના સમર્થનમાં ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ દર્શાવ્યો છે. એટલું જ નહીં બે હજારથી વધુ કાર્યકરો ભીખાજી ઠાકોરના સમર્થનમાં રાજીનામા આપ્યા છે. અને જો ભીખાજી ઠાકોરને ટિકિટ નહીં આપવામાં આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

સાબરકાંઠામાં ભાજપે ભીખાજી ઠાકોરને બદલીને શોભનાબેન ભારૈયાને ટીકીટ આપતાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. મેઘરજમાં આજે ભીખાજી ઠાકોરના સમર્થનમાં ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. બે હજારથી વધુ કાર્યકરો ભીખાજી ઠાકોરના સમર્થનમાં જિલ્લા કમલમ પહોંચી રાજીનામા આપ્યા છે. ભીખાજીના સમર્થનમાં મેઘરજના વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો. જો ભાજપ ભીખાજી ઠાકોરને ટીકીટ નહીં આપે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી છે. જો કે બીજી તરફ સી.આર.પાટીલ સાથે બેઠક બાદ ભીખાજી ઠાકોરના સુર બદલાયા છે અને તેમણે સમર્થકોને સમજાવવાની વાત કહી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ