બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / finance minister nirmala sitaraman in loksabha informed about the RBI loan write off

લોકસભા / 5 વર્ષમાં 10 લાખ કરોડ રુપિયા ક્યાં ગાયબ થઈ ગયા? નાણા મંત્રીએ સંસદને કરી જાણ

Vaidehi

Last Updated: 05:24 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં જણાવ્યું કે 5 વર્ષોથી બેંકોમાં ફસાયેલા લોનને RBIની ગાઇડલાઇન અનુસાર રાઇટ ઓફમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યાં છે.

  • નાણામંત્રી નિર્મલા સીતારમણે લોન અંગે આપી માહિતી
     
  • બેંકોમાં ફસાયેલા લોનને કરાયા રાઇટ ઓફમાં ટ્રાન્સફર
  • નિર્મલા સીતારમણે લેખિતમાં આપ્યો જવાબ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે લોકસભામાં એક લેખિત જવાબમાં કહ્યું કે છેલ્લા 5 વર્ષોમાં સરકારી અને અન્ય બેંકોએ 10 લાખ 9 હજાર 511 કરોડ રૂપિયાની લોન રાઇટ ઓફ કરી છે. નાણામંત્રીએ કહ્યું કે રાઇટ ઓફનો મતલબ લોન માફ કરવું નથી થતો. રિઝર્વ બેંકની ગાઇડલાઇન અનુસાર તમામ બેંક રાઇટ ઓફ (write off ) કરી શકે છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે લેખિતમાં આપ્યો જવાબ 
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લેખિતમાં જવાબ આપતાં કહ્યું કે લોન રાઇટ ઓફ કરવાથી લેણદારને કોઇ ફાયદો થતો નથી. તેમણે પાછલા 5 વર્ષોનાં આંકડાઓ લોકસભામાં રજૂ કરતાં કહ્યું કે 5 વર્ષોથી બેંકોમાં ફસાયેલા લોનને RBIની ગાઇડલાઇન્સ અનુસાર રાઇટ ઓફમાં ટ્રાન્સફર કરી દીધેલ છે. લોન રાઇટ ઓફ કર્યા બાદ પણ લેણદારોથી રકમ પાછી લેવાની પ્રક્રિયા તો ચાલુ જ રહેશે. તેમણે આગળ જવાબ આપતાં કહ્યું કે લેણદારો કે જેમની લોન રાઇટ ઓફ કરવામાં આવી છે તેમની પાસેથી છેલ્લા પાંચ વર્ષોમાં એક લાખ કરોડથી વધુની વસૂલી કરી લેવાઇ છે.

રિકવરી સતત ચાલતી પ્રક્રિયા- નાણામંત્રી
સીતારમણે કહ્યું કે રાઇટ ઓફ કરવામાં આવેલ લોન સહિત NPAમાં રિકવરી સતત ચાલુ રહેનારી પ્રક્રિયા છે. તેમણે કહ્યું કે આરબીઆઇનાં આંકડાઓ અનુસાર સાર્વજનીક ક્ષેત્રની બેંકોમાં છેલ્લા પાંચ નાણાકીય વર્ષો દરમિયાન રાઇટ ઓફમાં મૂકવામાં આવેલ લોનમાંથી 1,03,045 કરોડ રૂપિયા સહિત 4,80,111 કરોડ રૂપિયાની વસૂલી કરવામાં આવી છે.

ચુકવણી માટે જવાબદાર કોણ?
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે RBIથી મળેલ જાણકારી અનુસાર વેપારી બેંકોએ છેલ્લા 5 વર્ષો દરમિયાન 10 લાખ 9 હજાર 511 કરોડ રૂપિયાની રકમ રાઇટ ઓફમાં મૂકેલ છે. તેમણે કહ્યું કે રાઇટ ઓફમાં નાખવામાં આવેલ લોનની ચૂકવણીની જવાબદારી લોનલેનારની જ રહેશે. બેંકોમાં ઉપસ્થિત અલગ-અલગ રિકવરી સિસ્ટમનાં માધ્યમથી રકમ વસૂલની કાર્યવાહીને ચાલુ રાખી છે.

લોનની વસૂલી માટેની શું કાર્યવાહી?

નાણામંત્રીએ જણાવ્યું કે લોન વસૂલીની કાર્યવાહીમાં સિવિલ કોર્ટ કે લોન રિકવરી ટ્રિબ્યૂનવમાં કેસ નોંધાવામાં આવે છે. ઇનસોલવેન્સી બેંકરપ્સી કોડ અંતર્ગત કેસ કરવા જેવા ઉપાયો મદદરૂપ રહે છે. આ સિવાય એનપીએનાં વેચાણ કરીને પણ લોનની રિકવરી કરી શકાય છે. તેવામાં રાઇટ-ઓફથી લોન લેનારાઓને કંઇ ફાયદો થતો નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ