ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / fifa suspended football federation of india will not host womans worldcup

BIG NEWS / ભારતીય ફૂટબોલ લવર્સને ઝટકો, FIFA એ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનને કર્યું સસ્પેન્ડ, વર્લ્ડકપની યજમાની છીનવાઇ

Published By: Mayur

Last Updated: 08:40 AM, 16 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતનાં ફૂટબોલ પ્રેમીઓને નિરાશા થાય એવા સમાચાર છે. FIFA એ ભારતનાં ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનને સસ્પેન્ડ કરી દીધું છે.

ADVERTISEMENT

  • રમતજગત માટે માઠા સમાચાર
  • અંડર-17 મહિલા વર્લ્ડકપ 2022ની યજમાની ભારત પાસેથી છીનવાઇ
  • ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનને ફિફાએ કર્યું સસ્પેન્ડ 

ભારતીય રમતજગત માટે માઠા સમાચાર છે. ભારતનાં ફૂટબોલ પ્રેમીઓને નિરાશા થાય એવું એક પગલું ફિફા દ્વારા લેવામાં આવ્યું છે. ફૂટબોલની રમતનું નિયમન કરતી સંસ્થા એટલે કે FIFA દ્વારા ભારતનાં ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFA) ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. 

શું છે કારણ ?
ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન ને ફિફા દ્વારા સસ્પેન્ડ કરવા પાછળ થર્ડ પાર્ટીની દખલનું કારણ આપવામાં આવ્યું છે. ફિફા અનુસાર આ પ્રકારનો હસ્તક્ષેપ એ ફિફાનાં નિયમોની વિરુદ્ધ છે. 

મહિલા વર્લ્ડકપની યજમાની છીનવાઇ 

જો કે સૌથી મોટો ફટકો તો એ વાતનો પડશે કે  ઓકટોબરમાં ભારતમાં રમાનાર અંડર-17 મહિલા વર્લ્ડકપ 2022ની યજમાની પણ ભારત પાસેથી છીનવાઇ ગઈ છે. 

FIFA નું નિવેદન 

FIFA એ પોતાનાં સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ફિફા નાં બ્યૂરોએ સર્વસંમતિથી ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનને 'અયોગ્ય અસ્તક્ષેપનું' કારણ આપણી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. કારણ કે આ ફિફાનાં નિયમોની વિરુદ્ધ છે. 

સસ્પેન્શન કઈ રીતે દૂર થઈ શકે?

ફિફાએ સસ્પેન્શન હટાવવા મુદ્દે કહ્યું હતું કે એઆઈએફએફ એટલે કે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની કાર્યકારી સમિતિનાં પાવર્સ મેળવવા માટે પ્રશાસકોની એક સમિતિ બનાવ્યા બાદ આદેશ અનુસાર અને દૈનિક કેસ પર કમ્પ્લીટ કંટ્રોલ મેળવ્યા બાદ જ સસ્પેન્શન હટાવવામાં આવશે. 

ભારતીય કેપ્ટન સુનિલ છેત્રીનું નિવેદન 

દેખીતી વાત છે કે તાજેતરમાં જ ભારતીય કેપ્ટન સુનિલ છેત્રીએ સસ્પેન્શનને લઈને મોટું નિવેદન આપી દીધું હતું. તેમણે કહ્યું હતું કે સાથી ખેલાડીઓએ ફિફાની ચેતવણીને ગંભીરતાથી લેવાની જરૂર નથી. મીડિયા રીપોર્ટ્સ અનુસાર છેતરીએ પોતાનાં ટીમનાં ખેલાડીઓ સાથે માત્ર પોતાની રમત ઉપર ધ્યાન આપવા અંગે વાત કરી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

FIFA Gujarati News Indian football team Sports News all india football federation football

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ