બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Fertilizer prices rise with the onset of the new year

મોંઘવારીનો માર / ખાતરના ભાવ વધારા પર કોંગ્રેસે કહ્યું- આજે આવક અડધી અને ખર્ચ બમણો થયો

Kiran

Last Updated: 08:46 PM, 3 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા વર્ષની શરૂઆતમાં જ ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે.

  • નવા વર્ષની શરૂઆત સાથે ખાતરના ભાવમાં વધારો
  • પોટાશ ખાતરમાં ગુણ દીઠ 660 રૂપિયાનો વધારો
  • દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 40 કરોડનો આર્થિક બોજો

નવા વર્ષની શરૂઆતમાં જ ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. પોટાશ ખાતરમાં ગુણ દીઠ 660 રૂપિયાનો વધારો કરી દેવાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. આમ પોટાશ ખાતરના ભાવ વધતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને અંદાજીત 40 કરોડનો આર્થિક બોજો સહન કરવો પડશે, મહત્વનું છે કે કેન્દ્ર સરકાર સમક્ષ 5 હજાર કરોડની સબસિડીની માગ કરાઇ રહી છે. 

પોટાશ ખાતરમાં ગુણ દીઠ 660 રૂપિયાનો વધારો

નવા વર્ષની શરૂઆત સાથે જ ખાતરના ભાવમાં વધારો થયો છે. પોટાશ ખાતરનો ભાવ છેલ્લા 10 મહિનામાં બે ગણો થયો છે. એપ્રિલ 2021માં પોટાશ ખાતરનો ભાવ 850 રૂપિયા હતો. જ્યારે હવે જાન્યુઆરી 2022માં પોટાશ ખાતરનો ભાવ 1700 થયો છે. જેને લઇ રોકડીયા પાક અને શેરડીની ખેતી કરતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. પોટાશ ખાતરમાં ગુણ દીઠ 660 રૂપિયાનો વધારો થયો છે. 

ઈન્ટરનેશનલ માર્કેટમાં પોટાશનો ભાવમાં વધારો થયો છે-સંઘાણી

ખાતરના ભાવ વધારા મુદ્દે IFFCOના ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું કે, પોટાશ ખાતર સંપૂર્ણપણે આયાત કરવામાં આવે છે.ઈન્ટરનેશનલ માર્કેટમાં પોટાશનો ભાવમાં વધારો થયો છે જે 280 ડોલર પ્રતિ ટનથી વધીને 700 ડોલર થયો છે.આમ ખાતરના ભાવમાં વધારા માટે ઈન્ટરનેશનલ માર્કેટ કારણભૂત છે.દેશ અને રાજ્યમાં પોટાશ ખાતરનો ભાવ ઈન્ટરનેશનલ ભાવ પ્રમાણે વધે છે.

આજે આવક અડધી અને ખર્ચ બમણો થયો

ગુજરાતમાં ભાજપ સરકારના 25 વર્ષ અને કેન્દ્રમાં 7 વર્ષના શાસન પૂરા થયા છતા ખેડૂતોની સ્થિતિ ઠેરની ઠેર છે 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાના  ઠાલા વચનો આપ્યા હતા જો કે આજે ખેડૂતોની આવક અડધી અને ખર્ચ બમણો થઈ ગયો છે. અવાર નવાર ખેડૂતો ભારત સરકારની નીતિ સામે વિરોધ કરતા નજરે પડે છે, વર્તમાન સમયમાં ખાતરના ભાવ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ગત મહિને ખાતરના ભાવમાં 260 વધ્યા બાદ 259 રુપિયાનો વધારો કરાયો હતો, એક તરફ ડીઝલ,સિંચાઈ,બિયારણ, જંતુનાશક દવાઓના ભાવથી ખેડૂતો હેરાન છે. ત્યારે કૃષિ ઓજાર પર પણ જીએસટી ચાર્જ વસુલવામાં આવે છે. આ ભાવ વધારા વચ્ચે વિપક્ષે પણ તાત્કાલિક ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ