બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / fenugreek seeds for control high cholesterol
Last Updated: 02:20 PM, 19 February 2024
પ્રાચીન સમયથી કહેવામાં આવે છે કે, રસોડાના મસાલામાં અનેક ઘરગથ્થુ ઉપચાર રહેલા છે. મેથીના દાણા એક એવો મસાલો છે, જેનો અનેક વાનગીમાં ઉપયોગ કરવામાં આવે છે. મેથીના દાણાથી અથાણું પણ બનાવવામાં આવે છે. મેથીના દાણા આરોગ્ય માટે હેલ્ધી માનવામાં આવે છે. મેથીના દાણાનું સેવન કરવાથી અનેક હેલ્થ પ્રોબ્લેમથી રાહત મળી શકે છે. તમને જણાવી દઈએ કે, મેથાની દાણાથી હાઈ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે- ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ. શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાને કારણે અનેક પ્રોબ્લેમ થઈ શકે છે.
ADVERTISEMENT
મેથીના દાણામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર, કેલ્શિયમ, પોટેશિયમ, ફોલિક એસિડ, કોપર, મિનરલ્સ, વિટામીન-એ, બી, સી અને કે રહેલા છે. જે શરીરને અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે.
મેથીના દાણાનું સેવન કેવી રીતે કરવું?
તમે લગ અલગ પ્રકારે મેથીના દાણાનું સેવન કરી શકો છો. કોલેસ્ટ્રોલ કરવા માટે મેથીના પાણીનું સેવન કરી શકો છો. જે માટે સવારે મેથીના દાણાને પાણીમાં ઉકાળો. હવે આ પાણીને ગાળીને તેનું સેવન કરો. મેથીના દાણાના પાણીનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. વજન ઓછું થાય છે. મેથીના દાણાને ચાવીને પણ તેનું સેવન કરી શકો છો. દાળ અને શાકમાં મેથીના દાણાનો વધાર કરીને પણ તેનું સેવન કરી શકો છો.
ADVERTISEMENT
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.