બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / drink these 3 things mixed in water before sleeping at night to lose weight and belly fat

Weight Loss / વજન ઘટાડવું હોય તો રાત્રે સૂતાં પહેલા પાણીમાં મિલાવીને પી જાઓ 3 ચીજ, ફટાફટ ઘટી જશે ચરબી, ફાંદ જશે અંદર

Manisha Jogi

Last Updated: 02:01 PM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં મેદસ્વીતા સૌથી મોટી અને ગંભીર સમસ્યા બની ગઈ છે. નિયમિતરૂપે આ ડ્રિંકનું સેવન કરવાથી શરીરમાં જમા થયેલ ચરબી માખમણની જેમ ઓગળવા લાગશે. આ વેઈટલોસ ડ્રિંકનું સેવન કરવાની સાથે કસરત અને ડાયટનું પણ ખાસ ધ્યાન રાખવું.

આજના સમયમાં મેદસ્વીતા સૌથી મોટી અને ગંભીર સમસ્યા બની ગઈ છે. લગભગ દર બીજી વ્યક્તિ વધતા વજનને કારણે પરેશાન છે. ઘણી વાર જીમ જોઈન કરવા છતાં અને અઢળક કસરત કરવા છતાં પણ વજન ઓછું થતું નથી. વજન ઓછું કરવા માટે ડાયટની સાથે સાથે લાઈફસ્ટાઈલમાં પણ ફેરફાર કરવો જોઈએ. ઘરગથ્થુ ઉપાયની મદદથી વજન સરળતાથી ઓછું થઈ શકે છે. વજન ઓછું કરવા માટે દરરોજ રાત્રે સૂતા પહેલા આ ડ્રિંકનું સેવન જરૂરથી કરવું જોઈએ. નિયમિતરૂપે આ ડ્રિંકનું સેવન કરવાથી શરીરમાં જમા થયેલ ચરબી માખમણની જેમ ઓગળવા લાગશે. આ વેઈટલોસ ડ્રિંકનું સેવન કરવાની સાથે કસરત અને ડાયટનું પણ ખાસ ધ્યાન રાખવું.

વજન ઓછું કરવા માટેની ડ્રિંક (weight loss drink)

  • નાનો આદુનો ટુકડો
  • 3-4 લવિંગ
  • અડધુ લીંબુ
  • એક ગ્લાસ પાણી

વેઈટલોસ ડ્રિંક બનાવવાની રીત

  • વેઈટલોસ ડ્રિંક બનાવવા માટે એક ગ્લાસ ગરમ પાણી લો.
  • તેમાં આદુના ઝીણા ટુકડા નાખો.
  • હવે તેમાં 3-4 લવિંગ અને લીંબુનો રસ નાખો.
  • 5-10 મિનિટ માટે આ ગ્લાસ ઢાંકીને રાખો
  • આ પાણી હુંફાળુ થાય એટલે તેનું સેવન કરો.
  • દરરોજ રાત્રે આ ડ્રિંકનું સેવન કરવાથી વજન ઝડપથી ઓછું થવા લાગે છે અને પેટમાં જમા થયેલ ચરબી ઓગળવા લાગે છે. 

વધુ વાંચો: બેડ પર બેઠા બેઠા જ જમવાની ટેવ હોય તો ચેતજો! ઊંઘથી લઈને વજનમાં થઈ શકે છે સમસ્યા

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ