ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / fatwa was issued during the last day shooting of the kashmir files

પડકાર / The Kashmir Files ફિલ્મ બનાવવી સહેલી ન હતી, શૂટિંગ સમયે અમારા નામનો ફતવો જાહેર થઈ ગયો હતો

Published By: Dhruv

Last Updated: 04:32 PM, 14 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'The Kashmir Files' ફિલ્મ કે જે કાશ્મીરી પંડિતો સાથે થતા અન્યાય પર બનાવેલી ફિલ્મ છે. આ ફિલ્મને દર્શકોનો પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પણ તમને જણાવી દઇએ કે, આ ફિલ્મનું શૂટિંગ કરવું એટલું સરળ ન હોતું. કારણ કે તે સમયે આ ફિલ્મ પર ફતવો જાહેર કરાયો હતો.

ADVERTISEMENT

  • 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના શૂટિંગ દરમ્યાન ફતવો જાહેર થયો હતો
  • કાશ્મીરી પંડિતો સાથે થતા અન્યાય પર બનેલી છે આ ફિલ્મ
  • ફિલ્મ બોક્સ ઓફિસ પર ચમકી રહી છે

કાશ્મીરી પંડિતોના જીવન પર બનેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' બોક્સ ઓફિસ પર ખૂબ કમાણી કરી રહી છે. વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' ધમાકેદાર સાબિત થઈ રહી છે. ફિલ્મને લઈને જબરદસ્ત રિસ્પોન્સ પણ મળી રહ્યાં છે. પરંતુ શું તમે જાણો છો કે જે ફિલ્મે તેની રિલીઝ સાથે જ હલચલ મચાવી દીધી તેને પડદા પર ઉતારવી એટલી સરળ ન હોતી. કારણ કે શૂટિંગ દરમિયાન આ ફિલ્મને લઈને ફતવો પણ બહાર પડાયો હતો.

પલ્લવી જોશીએ એક ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'ફિલ્મનું શૂટિંગ અમારી આખી સફરનો એક નાનકડો ભાગ હતો. સંપૂર્ણ રિસર્ચ, લોકો સુધી પહોંચવું, ફિલ્મ માટે પૈસા ભેગાં કરવા, કલાકારોને ફિલ્મ માટે સાથે લાવવા આ બધું જ અમારી માટે એક મોટો પડકાર હતો.'

ફિલ્મના શૂટિંગ દરમિયાન ફતવો બહાર પડાયો

વધુમાં જણાવ્યું કે, 'ફિલ્મનું શૂટિંગ કરવું એ સૌથી નાનો અને સરળ ભાગ હતો. અમે આ ફિલ્મ પાછળ 4 વર્ષ ભોગ આપ્યો છે, શૂટિંગમાં તો માત્ર 1 મહિનો જ લાગ્યો છે. શૂટિંગ દરમ્યાન જે એક ઘટના ઘટી હતી તે જ્યારે અમે કાશ્મીરમાં શૂટિંગ કરી રહ્યાં હતાં, ત્યારે અમારા નામ પર એક ફતવો જાહેર કરાયો હતો. જ્યારે આવું થયું ત્યારે સૌભાગ્યપૂર્ણ કે અમે છેલ્લાં સીન પર આવી પહોંચ્યા હતાં. મે વિવેકને કહ્યું કે, 'ચલો આ દ્રશ્યને ફટાફટ ખતમ કરીએ અને એરપોર્ટ ચાલ્યા જઇએ.' અમે આમ પણ જઇ જ રહ્યાં હતાં પરંતુ મે વિવેકને કહ્યું કે, 'કંઇ જ કહેવું નથી અને હમણાં જ શૂટિંગ પૂરું કરી દઇએ, કારણ કે આપણને અહીં આવવાનો બીજી વાર મોકો નહીં મળે.'

પલ્લવીએ વધુમાં જણાવ્યું કે, 'અમે એ દ્રશ્યને જલ્દીથી હટાવી દીધું હતું અને મે કેટલાંક લોકોને હોટલમાં મોકલીને કહ્યું કે - 'તમે લોકો પેકિંગ કરવાનું શરૂ કરો. બધું બેગમાં રાખો અને સેટ પર આવી જાઓ. અમે અહીંથી નીકળીશું. આ એક માત્ર પડકાર હતો કે જેનો અમે શૂટિંગ દરમિયાન સામનો કર્યો હતો.'

શું હોય છે ફતવો?

ફતવો ઇસ્લામી કાયદો, પ્રથા અથવા તો પરંપરાના મામલા પર એક કાનૂની અભિપ્રાય વિચાર છે. તેને તમે એ રીતે સમજી શકો કે, જ્યારે ઇસ્લામમાં ઉલ્લેખિત વસ્તુઓના આધારે આદેશ જારી કરવામાં આવે છે, ત્યારે તેને ફતવો કહેવામાં આવે છે. ફતવો માત્ર કોઇ મુફ્તી જ જાહેર કરી શકે છે.

કાશ્મીર ફાઇલ્સ બોક્સ ઓફિસ પર હાલમાં પૂરજોશમાં ચમકી રહી છે

ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ 90ના દાયકામાં કાશ્મીરી પંડિતો સાથે થયેલા અન્યાય પરની ફિલ્મ છે. આમાં અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તીના અભિનયના ખૂબ વખાણ થઈ રહ્યાં છે. દર્શકો પણ આ ફિલ્મ સાથે ભાવનાત્મક જોડાણ અનુભવી રહ્યાં છે અને તેને સારા રિવ્યુ પણ મળી રહ્યાં છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર તોફાની ઝડપે ઘણી કમાણી કરી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment India fatwa shooting of the kashmir files the kashmir files the kashmir files

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ