બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
આજે પણ ખેતી એ ગામડાઓમાં રહેતા લોકોનું કામ ગણાય છે. જે દેશનું અર્થતંત્ર ખેતી પર આધારિત છે ત્યાં સમયની સાથે આ બાબતમાં ફેરફારો થતા જણાય છે. હવે માત્ર ગામડાના લોકો જ નહીં શહેરોમાંથી પણ લોકો આવીને ખેતી કરે છે. ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. યુટ્યુબ જેનો ઉપયોગ મોટાભાગના લોકો તેમના મનોરંજન માટે કરે છે, ઉત્તર પ્રદેશના રાયબરેલીના એક ખેડૂતે તેમાંથી ખેતીની પદ્ધતિ શીખી અને આજે તે લાખોમાં કમાણી કરી રહ્યો છે.

ADVERTISEMENT
રાયબરેલીના રહેવાસી રામ સાગર પાંડેને યુટ્યુબ પરથી ખેતી કરવાનો વિચાર આવ્યો. વર્ષ 2020 માં, જ્યારે તે લોકડાઉન દરમિયાન ગામમાં હતો, ત્યારે તેણે એપલ પ્લમ અને તાઈવાન જામફળ સાથે સંબંધિત એક વીડિયો જોયો. જેમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે તેમની ખેતીમાંથી સારો નફો મેળવી શકાય છે. વીડિયો જોયા બાદ તેણે એપલ પ્લમ અને તાઈવાન જામફળની ખેતી કરવાનું પણ નક્કી કર્યું.
રામસાગર પાંડેએ 2020માં એમની જમીન પર પરંપરાગત ખેતી કરવાને બદલે તેણે એપલ પ્લમ અને તાઈવાન જામફળની ખેતી કરવાનું નક્કી કર્યું. 4 એકર જમીનમાં એપલ પ્લમ અને 1 એકર જમીનમાં તાઈવાન જામફળની ખેતી શરૂ કરી. તેમણે દેશી અને વિદેશી ફળોનું મિશ્રણ કરીને વૃક્ષો વાવવાનું શરૂ કર્યું.
ADVERTISEMENT

વર્મિલિયન પ્લમ અને એપલ પ્લમ સાથે તાઈવાન પિંક જામફળ અને જાપાનીઝ રેડ ડાયમંડ જામફળની ખેતી કરે છે. એમને દરેક છોડ વચ્ચે 10 ફૂટનું નિશ્ચિત અંતર રાખીને વૃક્ષારોપણ કરીને શરૂઆત કરી. શરૂઆતમાં તેની કિંમત 1 લાખથી 2 લાખ રૂપિયા સુધીની હોય છે. એકવાર તમે એક વૃક્ષ વાવો છો, તો તમે વર્ષો સુધી તેમાંથી સારો નફો મેળવી શકો છો. આજે તેઓ આ વિદેશી ફળો વેચીને દર વર્ષે 10 થી 12 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે.
ADVERTISEMENT
તાઇવાન પ્રજાતિના એપલ પ્લમ રંગ અને આકારમાં બિલકુલ સફરજન જેવા દેખાય છે. ખાસ વાત એ છે કે તેમાં સફરજન અને બોર બંનેનો સ્વાદ આવે છે. આ એપલ પ્લમ, જે એક વર્ષથી ઓછા સમયમાં ફળ આપે છે, તેની ખેતી નીચી ઊંચાઈવાળા પર્વતો અને મેદાનોમાં કરી શકાય છે. આ માટે એક એકરમાં 400-450 છોડ વાવવામાં આવે છે. આઠ ફૂટની મહત્તમ ઊંચાઈનો છોડ પ્રથમ વર્ષે 25 થી 30 કિલો અને બીજા વર્ષે 60 થી 65 કિલો ફળ આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.