બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / ભારત / Prices jump 19 per cent on falling demand amid rising property prices in cities

Property Rates / શહેરોમાં પ્રોપર્ટીના વધતા ભાવ વચ્ચે ડિમાન્ડમાં ઘટાડો, કિંમતમાં 19 ટકાનો ઉછાળો, એ પણ છેલ્લા એક વર્ષમાં

Priyakant

Last Updated: 09:47 AM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Property Rates Latest News: તાજેતરના એક રિપોર્ટ અનુસાર દેશના મોટા શહેરોમાં પ્રોપર્ટીના ભાવમાં છેલ્લા એક વર્ષમાં લગભગ 19 ટકાનો વધારો થયો

  • દેશના અનેક શહેરોમાં પ્રોપર્ટીના વધતાં ભાવ વચ્ચે એક મોટી અપડેટ
  • દેશના મોટા શહેરોમાં પ્રોપર્ટીના ભાવમાં છેલ્લા એક વર્ષમાં લગભગ 19 ટકાનો વધારો
  • ગુરુગ્રામમાં એક વર્ષમાં પ્રોપર્ટીના ભાવમાં 32.1 ટકાનો વધારો થયો 

Property Rates : હાલ દેશના અનેક શહેરોમાં પ્રોપર્ટીના વધતાં ભાવ વચ્ચે એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, તમારું પોતાનું ઘર અથવા મિલકત ખરીદવું દરેક પસાર થતા દિવસ સાથે મુશ્કેલ બની રહ્યું છે. તેનું કારણ એ છે કે દેશભરમાં પ્રોપર્ટીના ભાવમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરના એક રિપોર્ટ અનુસાર દેશના મોટા શહેરોમાં પ્રોપર્ટીના ભાવમાં છેલ્લા એક વર્ષમાં લગભગ 19 ટકાનો વધારો થયો છે.

13 મોટા શહેરોમાં ભાવ વધ્યા 
મેજિકબ્રિક્સ પ્રોપઇન્ડેક્સ રિપોર્ટની આ આવૃત્તિ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર 2023 સુધીના ત્રણ મહિના માટે છે. રિપોર્ટ અનુસાર ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન દેશના 13 મોટા શહેરોમાં પ્રોપર્ટીના ભાવ વાર્ષિક ધોરણે 18.8 ટકા વધ્યા છે. આનો અર્થ એ થયો કે ડિસેમ્બર 2022 ક્વાર્ટરની સરખામણીમાં ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં કિંમતોમાં 18.8 ટકાનો વધારો થયો છે. ત્રિમાસિક ધોરણે પ્રોપર્ટીના ભાવમાં 3.97 ટકાનો વધારો થયો છે.

ગુરુગ્રામમાં સૌથી વધુ વધારો
આ રિપોર્ટ અનુસાર ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન દેશના મોટા શહેરોમાં ગુરુગ્રામમાં કિંમતોમાં સૌથી વધુ વધારો થયો છે. ગુરુગ્રામમાં એક વર્ષમાં પ્રોપર્ટીના ભાવમાં 32.1 ટકાનો વધારો થયો છે. ગ્રેટર નોઈડા 31 ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે બીજા સ્થાને છે અને નોઈડા 26.1 ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે ત્રીજા સ્થાને છે. આ સમયગાળા દરમિયાન હૈદરાબાદમાં પ્રોપર્ટીના ભાવમાં વાર્ષિક ધોરણે 15.8 ટકાનો વધારો નોંધાયો છે.જ્યારે ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન કિંમતોમાં જબરદસ્ત વધારો થયો છે, ત્યારે માંગમાં કોઈ સમાંતર વધારો થયો નથી. 

રિપોર્ટ અનુસાર એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં પ્રોપર્ટીની માંગમાં માત્ર 2 ટકાનો વધારો થયો છે. ત્રિમાસિક ધોરણે માંગમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. તે મુજબ માંગમાં 16.9 ટકાનો ઘટાડો થયો છે. માંગમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ ભાવમાં થયેલો જંગી વધારો છે.

વધુ વાંચો: તેલંગાણાના આ પ્રોજેક્ટ પર હજારો કરોડનું રોકાણ કરશે અદાણી: CM રેડ્ડી સાથે મીટિંગ બાદ એલાન

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ત્રીજા ક્વાર્ટર દરમિયાન મોટા શહેરોમાં પ્રોપર્ટીની કિંમતો ઝડપથી વધી હતી, જેના કારણે માંગમાં મોટો ઘટાડો થયો હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં રહેણાંક મિલકતનો એકંદર પુરવઠો એક વર્ષ અગાઉની સરખામણીમાં 16.9 ટકા ઘટ્યો હતો. સપ્લાયમાં વધારો માત્ર મુંબઈ અને હૈદરાબાદમાં નોંધાયો હતો. ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન આ બે શહેરોમાં રહેણાંક મિલકતોના પુરવઠામાં અનુક્રમે 4.2 ટકા અને 0.4 ટકાનો વધારો થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ