બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ભારત / Adani to invest thousands of crores on this project in Telangana: Announcement after meeting with CM Reddy
ADVERTISEMENT
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમની પાંચ દિવસીય 54મી વાર્ષિક બેઠકમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન, તેલંગાણામાં બિઝનેસ રોકાણ અને ત્યાં ઉપલબ્ધ વ્યવસાયિક તકો અંગે બંને વચ્ચે લાંબી ચર્ચા થઈ. બેઠક બાદ અદાણી ગ્રુપે આગામી વર્ષોમાં તેલંગાણામાં રૂ. 12,400 કરોડના રોકાણ માટે રાજ્ય સરકાર સાથે ચાર એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.
The government of Telangana signed 4 MoUs with the Adani Portfolio of Companies for over Rs 12,400 crores at the World Economic Forum, Davos. Adani Group to invest Rs 5,000 crores in 100 MW data centre that will use green energy. Adani Green to set up two pump storage projects… pic.twitter.com/htVCrR0Pz5
— ANI (@ANI) January 17, 2024
ADVERTISEMENT
અદાણી ગ્રૂપ તેલંગાણામાં 500 મેગાવોટ ક્ષમતાનું ડેટા સેન્ટર સ્થાપવા માટે રૂ. 5,000 કરોડનું રોકાણ કરશે. આનાથી લગભગ 600 લોકોને રોજગારી મળશે. આ ડેટા સેન્ટર લગભગ 5 વર્ષમાં તૈયાર થઈ જશે. તેલંગાણા સરકારના મતે આ રોકાણથી રાજ્યની આર્થિક પ્રગતિમાં વધુ વધારો થશે અને ગ્રીન એનર્જી ડેવલપમેન્ટની દિશામાં વધુ સારું કામ થઈ શકે છે.
ADVERTISEMENT
આ ઉપરાંત અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ રાજ્યમાં અંદાજે રૂ. 5000 કરોડના રોકાણ સાથે બે પંપ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ બનાવશે. આ સાથે અંબુજા સિમેન્ટ 5 વર્ષમાં 1400 કરોડ રૂપિયાના રોકાણ સાથે 6 MTPA ક્ષમતાનો પ્લાન્ટ પણ ખોલશે. આ યુનિટ 70 એકરમાં ફેલાયેલું હશે. તેનાથી લગભગ 4000 લોકોને રોજગાર મળશે.
🚨 Adani signs 4 MoUs with Telangana at Davos.
— Indian Tech & Infra (@IndianTechGuide) January 17, 2024
- Adani Enterprises : 5,000 crore to set up 100 MW data centre.
- Adani Green : 5,000 crore to set up 2 pup storage projects.
- Ambuja Cements : 6 MTPA cement plant worth 1,400 crore.
- Adani Defence : 1,000 crore in drone systems. pic.twitter.com/8l00za5eda
ADVERTISEMENT
આ ઉપરાંત ડ્રોન અને મિસાઈલ વિરોધી પ્રણાલીઓના સંશોધન, વિકાસ, ઉત્પાદન અને એકીકરણ માટે વ્યાપક વાતાવરણ બનાવવા માટે 10 વર્ષમાં 1000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવશે. આ રીતે અદાણી ગ્રુપ તેલંગાણામાં કુલ રૂ. 12,400 કરોડનું રોકાણ કરશે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ગૌતમ અદાણીએ ગુજરાતમાં રોકાણ કરવાની જાહેરાત કરી હતી. ગૌતમ અદાણી ફરી એકવાર ભારતના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. વર્ષની શરૂઆતમાં, સુપ્રીમ કોર્ટે અદાણીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, ત્યારબાદ અદાણીના શેરમાં મજબૂત વધારો નોંધાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.