બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / fardeen khan natasha friend reveals why they are separating after 18 years of marriage
Last Updated: 10:20 AM, 1 August 2023
ADVERTISEMENT
Fardeen Natasha Part Ways: બોલિવૂડ એક્ટર ફરદીન ખાન આ દિવસોમાં પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. જો રિપોર્ટ્સનું માનીએ તો ફરદીન ખાન અને નતાશા માધવાનીના લગ્નના 18 વર્ષ બાદ છૂટાછેડા થઈ રહ્યા છે. ફરદીન અને નતાશાના બે બાળકો છે. જો રિપોર્ટ્સનું માનીએ તો આ કપલ છેલ્લા એક વર્ષથી અલગ રહેતા હતા અને તેમના સંબંધોને સારી રીતે સમાપ્ત કરવા માગે છે. હવે ફરદીન અને નતાશાના અલગ થવાનું કારણ પણ સામે આવ્યું છે. આ વાતનો ખુલાસો તેમના એક મિત્રને કર્યો છે.
The joys of a 16 year adventure together...#HappyAnniversary Nutty and thank you for your tolerance. 😂🤗😝🤪😘👏👍🙏 pic.twitter.com/HD6O6aD7hc
— Fardeen Feroz Khan (@FardeenFKhan) December 14, 2021
ADVERTISEMENT
ડિજિટલ મીડિયાના રિપોર્ટ અનુસાર, ફરદીન ખાનના ફેમિલી ફ્રેન્ડે જણાવ્યું છે કે ,બંને કેમ અલગ થઈ રહ્યા છે. તેણે કહ્યું કે છૂટાછેડાની ફાઈલ હજુ સુધી થઈ નથી. તે હજી સ્પષ્ટ નથી કે બંને પક્ષો પરસ્પર સંમતિથી ફાઇલ કરવા તૈયાર છે કે પછી પરિવારમાંથી કોઈ તેનો વિરોધ કરશે કે કેમ.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ કારણે આવી કડવાટ
રિપોર્ટ અનુસાર, ફરદીન ખાનના ફેમિલી ફ્રેન્ડે જણાવ્યું કે જ્યારે નતાશા અને ફરદીન વચ્ચે તેમના બાળકોના ભણતરને લઈને અણબનાવ થયો ત્યારે તેમના સંબંધોમાં કડવાટ આવી ગઈ હતી. નતાશા ઈચ્છતી હતી કે તેના બાળકો દુબઈમાં ભણે અને ફરદીન ઈચ્છે છે કે તેઓ મુંબઈમાં ભણે. આ અંતરે તેમની વચ્ચેનો અણબનાવ વધારી દીધો અને તેઓ પોતાને એક લવલેસ મેરેજમાં જોવે છે. તેણે વધુમાં કહ્યું કે, જો તેઓ પીડાઈ રહ્યા છે, તો શું અલગ થવું અને નવેસરથી જીવન શરૂ કરવું વધુ સારું નથી?
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, નતાશા દિગ્ગજ અભિનેત્રી મુમતાઝની પુત્રી છે. નતાશા અને ફરદીને વર્ષ 2005માં ખૂબ જ ભવ્ય રીતેમાં લગ્ન કર્યા હતા. રિપોર્ટ્સનું માનીએ તો ફિરોઝ ખાનના મૃત્યુ બાદ બંને વચ્ચે અંતર આવવાનું શરૂ થઈ ગયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT