બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / family Panchmahal Sessions Court's strict verdict the case

BIG BREAKING / એક જ પરિવારના 5 આરોપીઓને આજીવન કેદ: પંચમહાલ સેશન્સ કોર્ટનો કડક ચુકાદો, જાણો કેસ

Kishor

Last Updated: 04:15 PM, 21 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચમહાલ પંથકના મીરાપુર પાસે 2020માં યુવકની  હત્યા થઈ હતી.જમીન વિવાદ મુદ્દે યુવાનનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. જે મામલે આજે કોર્ટે ચુકાદો આપી એક જ પરિવારના 5 સભ્યોને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.

  • પંચમહાલમાં એક જ પરિવારના 5 સભ્યોને આજીવન કેદની સજા 
  • જમીનના મુદ્દે એક વ્યક્તિની હત્યા કેસમાં કોર્ટે સજા ફટકાર
  • પંચમહાલ સેશન્સ કોર્ટે ફટકારી આજીવન કેદ લની સજા

પંચમહાલમાં સેશન્સ કોર્ટે એક જ પરિવારના 5 સભ્યોને આજીવન કેદની સજા ફટકારી છે. 2020માં મીરાપુર પાસે યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારબાદ આ મામલે તપાસ હાથ ધરતા જમીન વિવાદ મુદ્દે વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ આ કેસ ચાલી જતા હત્યા પ્રકરણ કોર્ટે એક જ  પરિવારના 3 પુરુષ અને 2 મહિલાને આજીવન કેદની આકરી રજા ફટકારી છે.

શુ હતી સમગ્ર ઘટના 

2020 મીરાપુરમાં યુવાનની હત્યનો બનાવ સામે આવ્યો હતો.આ ઘટનાની વિગત અનુસાર આરોપી દલપતભાઈ ઉર્ફે ભલાભાઈ બામણીયાની જમીન જીતુંભાઈ રાવળએ લીધી હતી. ત્યારબાદ આ જમીન જીતુભાઈ રાવળ પાસેથી મૃતક ભરતભાઈ હાજાભાઈ ચારણએ લીધી હતી. આ જમીન જોવા માટે ભરતભાઈ હાજાભાઈ ચારણા 5 જૂન 2020 ના રોજ મીરાપુર ગામે ગયા હતા. જ્યા આરોપીઓ એકસંપ થઈ ઝઘડો કર્યો હતો. તેમજ ધમકી આપી કહ્યું કે, અમે આ જમીન કોઈને વેચી નથી તો તમે શું કામ આવ્યા છો તેમ કહી બોલાચાલી તેમજ ગાળો બોલી ઝઘડો કર્યો હતો. 

ત્યારબાદ મારી નાખવાની ધમકી આપી હતી. ફરીયાદી તથા ભરતભાઇ ચારણ  સાથે ઝપાઝપી કરી તેમજ આરોપી દલપત તથા તમામ આરોપીઓએ ભેગા થઈ અને ભરતભાઈ ચારણની હત્યા નિપજાવી હતી. ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેમાં આ મામલે ભારતીય દંડ સંહીતાની કલમ – 143, 147, 148, 149,302, 307, 504, 506(2)  અંગેની શહેરા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાઇ હતી.દલપતભાઈ ઉર્ફે ભલાભાઈ બામણીયા તથા તેઓના આખા પરીવારજનોએ ગુનામાં સાથ આપ્યો હતો. જેને લઈ દલપતભાઈ ઉર્ફે ભલાભાઈ વેચાતભાઈ બામણીયા તથા તેઓના આખા પરીવારને આજીવન કારાવાસની સખત કેદની સજા કરતો હુકમ કરેલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ