બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / eye cancer will be eradicated in 30 minutes AIIMS started treatment with Gamma Knife radiotherapy

હેલ્થ ટીપ્સ / ના હોય! 30 જ મિનિટમાં થઇ જશે આંખના કેન્સરની સારવાર, જાણો શું છે આ ગામા નાઇફ રેડિયોથેરાપી?

Ajit Jadeja

Last Updated: 11:08 AM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્સરની બીમારી આજકાલ તો સામાન્ય બની ગઇ છે, અને લોકો તેનાથી બચવા માટે સારવાર શોધી રહ્યા છે. દિલ્હીની AIIMS હોસ્પિટલમાં એક નવી ટેક્નોલોજી આવી છે જેના દ્વારા આંખના કેન્સરની સારવાર સરળતાથી કરી શકાય છે.

કેન્સરની બીમારી હવે સામાન્ય બની ગઈ છે અને કેન્સરના તો ઘણા પ્રકાર છે, તેમાંથી એક મેલાનોમા કેન્સર છે જે આંખના કેન્સરમાં જોવા મળે છે. ડોકટરોની ટીમ હવે આ રોગથી છુટકારો મેળવવા સતત પ્રયાસો કરી રહી છે. આવા જ એક સમાચાર દિલ્હીની AIIMS હોસ્પિટલમાંથી મળી આવ્યા છે. જ્યાં એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગામા નાઈફ સર્જરીની મદદથી હવે આંખના કેન્સરથી પીડિત દર્દીઓની આંખોની રોશની બચાવી શકાય છે.

શું છે આ આંખનું કેન્સર?

આંખના કેન્સર ઘણા પ્રકારના હોય છે જેમાંથી સૌથી મોટું મેલાનોમા કેન્સર છે. આ આંખોમાં જોવા મળતા સેલ્સને પ્રભાવિત કરે છે. આંખની કીકીમાં જોવા મળતા કેન્સરને ઇન્ટ્રાઓક્યુલર કેન્સર કહે છે. જેના શરૂઆતનાં લક્ષણમા આંખોથી ઝાખું દેખાવું, એક આંખથી નાં દેખાવું, આંખમાં દુખાવો થવો અને બેચેની અનુભવ કરવી જેવા લક્ષણોનો સમાવેશ થાય છે.

ડૉક્ટરનો દાવો

રિસર્ચના અનુસાર આંખમાં કોરોઇડલ મેલેનોમાં નામનું કેન્સર જોવા મળે છે, જે વધારે પડતું યુવાનોમાં જોવા મળે છે.  પણ ઘણા કેસમાં તો 40 થી વધુ વર્ષના લોકો જોવા મળ્યા છે. જણાવી દઈએ કે ગામા નાઈફ સર્જરીથી આંખના કેન્સરની સારવાર સરળતાથી થઈ શકે છે. આ એક સ્પેશિયલ રેડિયોથેરાપી છે જેમાં સર્જરિની જરૂર જ નથી. આ દાવો કરવામાં આવે છે કે દેશમાં માત્ર AIIMS હોસ્પિટલમાં ગામા નાઈફ સર્જરીથી સારવાર કરવામાં આવશે. આ સારવારમાં 75 હજાર રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. આ ફી પછી તમને આખી જીંદગી ફોલોઅપ ફ્રીમાં થશે. એટલું જ નહીં પણ આયુષમાન અને બીપીએલ કાર્ડ ધરાવતા દર્દીઓને મફતમાં સારવાર કરવામાં આવે છે. 

આ પણ વાંચોઃ ગુજરાત યુનિ.ની બબાલને જોતા VNSGUના સત્તાધીશો હરકતમાં, વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો મોટો નિર્ણય

ગામા નાઈફ સર્જરી શું છે?

ગામા નાઈફ એક મશીન છે જે એમઆરઆઇ મશીન જેવી જ હોય છે. આ મશીનના કારણે જ આંખોમાં કોઈ પણ પ્રકારના સર્જરિ કર્યા વગર બસ એક ટાંકા થી જ કેન્સરની સારવાર થઈ શકે છે. ઘણી વખત આંખના કેન્સરની સારવાર દરમિયાન દર્દીની આંખોની રોશની જતી રહે છે, પરંતુ હવે આ થેરેપી દ્વારા આંખોની રોશની બચાવી શકાય છે, તે પણ કોઈપણ સર્જરી વગર. આ ટેકનિક દર્દીની આંખોમાંથી 200 કિરણો વડે ગાંઠને શોધીને મારી નાખે છે. આ ટેકનિકથી દર્દીઓને ઘણી રાહત મળશે. તમને જણાવી દઈએ કે આ થેરેપીમાં માત્ર અડધા કલાકમાં સારવાર પૂરી થઈ જાય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ