બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / experts said just one minute with patient can infect with covid 19

કોરોના મહામારી / કોરોનાની બીજી લહેરમાં આખો પરિવાર કેમ આવે છે ઝપેટમાં તેને લઈ થયો મોટો ખુલાસો, આ કામ ભૂલથી પણ ન કરતા

Hiralal

Last Updated: 06:19 PM, 15 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીએલકે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના રેસ્પેરેટરી એક્સપર્ટ ડો.સંજીવ નય્યરે જણાવ્યું કે કોરોનાના દર્દી સાથે 1 મિનિટ પણ સંપર્કમાં આવવાથી કોરોના થઈ શકે છે.

  • રેસ્પેરેટરી એક્સપર્ટ ડો.સંજીવ નય્યરે ખુલાસો
  • કોરોનાના દર્દી સાથેનો 1 મિનિટનો સંપર્ક કોરોનાગ્રસ્ત બનાવી શકે છે
  • એક કોરાનાગ્રસ્ત દર્દી આખા પરિવારને પોઝિટીવ બનાવી શકે છે

ડો.સંજીવ નય્યરે જણાવ્યું કે એક સંક્રમિત વ્યક્તિ આખા ઘરને કોરોનાગ્રસ્ત કરી શકે છે. પહેલા 10  મિનિટમાં એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં કોરોના ફેલાતો હતો પરંતુ હવે આ સમયગાળો ઘટીને 1 મિનિટનો થયો છે. 

માસ્ક નહીં લગાવો તો થશો સંક્રમિત
જો તમે માસ્ક વિના કોઈ પણ કોરોના સંક્રમિતના સંપર્કમાં 1 મિનિટ માટે પણ આવો છો તો વાયરસ તમને ઝપેટમાં લઈ લે છે. દિલ્હી અને અન્ય જગ્યાઓએ સંક્રમણ ફેલાવવાનું આ એક મોટું કારણ છે. ડોક્ટરનું કહેવું છે કે ગઈ વખતે સંક્રમિતની સાથે સતત 10 મિનિટ સુધી સંપર્કમાં રહેવાથી ખતરો હતો હવે આ સમય ઘટીને ફક્ત 1 મિનિટનો રહ્યો છે. 

પહેલા 10 મિનિટ સંપર્કમાં રહેવાથી કોરોના થતો હતો, હવે 1 મિનિટ 
મળતી માહિતિ અનુસાર આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એક મિનિટમાં તે અન્ય વ્યક્તિને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. પહેલા આવું થયું ન હતું. સંક્રમિત થવાનો સમય પહેલા 10 મિનિટનો રહેતો હતો. હવે તે 1 મિનિટનો જોવા મળી રહ્યો છે. હાલમાં દિલ્હીમાં 30-40 વર્ષના યુવા સૌથી વધારે સંક્રમિત થઈ રહ્યા છે કેમકે તેમની આબાદી વઘારે છે અને લોકો બહાર નીકળી રહ્યા છે. 

એક વ્યક્તિ આખા પરિવારને કરે છે પોઝિટિવ
હાલમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની રહી છે ત્યારે એક્સપર્ટનું કહેવું છે કે ઘરમાં એક વ્યક્તિ પોઝિટિવ થયા બાદ આખો પરિવાર સંક્રમિત થઈ રહ્યો છે. કેટલા પણ આઈસોલેટ થાઓ પણ સાથે રહેનારાનું બચવું મુશ્કેલ બની રહ્યું છે. આ માટે ડોક્ટર કહે છે કે પહેલા દર્દીને શ્વાસની તકલીફ વધારે જોવા મળતી હતી પણ હવે સ્કીન પર લાલ રેશિઝ જોવા મળે છે અને સાથે ઉલ્ટી અને ડાયરિયાની તકલીફ પણ જોવા મળી રહી છે. આ કોરોનાના લક્ષણથી અલગ હોવાનું જાણવા મળી રહ્યું છે.

યુવાઓ સૌથી વધારે થઈ રહ્યા છે સંક્રમિત
મળતી માહિતિ અનુસાર આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એક મિનિટમાં તે અન્ય વ્યક્તિને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. પહેલા આવું થયું ન હતું. સંક્રમિત થવાનો સમય પહેલા 10 મિનિટનો રહેતો હતો. હવે તે 1 મિનિટનો જોવા મળી રહ્યો છે. હાલમાં દિલ્હીમાં 30-40 વર્ષના યુવા સૌથી વધારે સંક્રમિત થઈ રહ્યા છે કેમકે તેમની આબાદી વઘારે છે અને લોકો બહાર નીકળી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ