બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / અજબ ગજબ / વિશ્વ / Experts claim 600-year-old Voynich manuscript contains medieval SEX secrets

ભેદ ખુલ્યો / VIDEO : કામસૂત્ર જેવી 600 વર્ષ જુની સેક્સની બુક મળી, છુપાયેલા રહસ્યો ખુલ્લાં, લોકો કેવું માનતાં?

Hiralal

Last Updated: 08:38 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈજ્ઞાનિકોએ 600 વર્ષ જુની વોયનિચ હસ્તપ્રતના રહસ્યો ઉકેલી કાઢવાનો દાવો કર્યો છે.

અત્યાર સુધી તો કામસૂત્રને દુનિયાની સૌથી વૈજ્ઞાનિક ઢબની સેક્સની બુક ગણવામાં આવતી હતી પરંતુ હાલમાં 600 વર્ષ જુની એક બુક મળી છે. હસ્તપ્રતોમાં સચવાયેલી આ બુકને વોયનીય મેન્યુસ્ક્રિપ્ટ એવું નામ અપાયું છે. હવે વૈજ્ઞાનિકોએ આ બુકના રહસ્ય ઉકેલી કાઢવાનો દાવો કર્યો છે. મેક્વેરી યુનિવર્સિટીના મુખ્ય લેખક ડો.કેગન બ્રૂઅરે કહ્યું કે વિશ્વના સૌથી રહસ્યમય લખાણમાં વોયનીય મેન્યુસ્ક્રિપ્ટ મધ્યયુગીન સેક્સ સિક્રેટ્સ છે. તેમણે કહ્યું કે બુકમાં લખવામાં આવેલા સાંકેતિક લખાણો સેક્સ, ગર્ભનિરોધક અને સ્ત્રીરોગવિજ્ઞાન પરની માહિતી ધરાવે છે.

600 વર્ષ પહેલા લોકોને હતો રસ
એટલે કે આજથી 600 વર્ષ પહેલા પણ લોકોને તેમાં રસ હતો તે આ બુક સાબિત કરે છે. જોકે બુકમાં વૈજ્ઞાનિક ઢબની માહિતી આપવામાં આવી છે. 

શું છે બુકમાં 
બુકમાં સ્ત્રીઓના ઘણા નગ્ન ચિત્રો છે. નગ્ન સ્ત્રીઓ કેટલીક ચીજો લઈને ઊભેલી દેખાય છે જેનો એક હિસ્સો જનનાંગો તરફ છે. સંશોધનકારો કહે છે કે આ રેખાંકનો એક સ્પષ્ટ સંકેત છે કે હસ્તપ્રતમાં સ્ત્રીરોગચિકિત્સા અને જાતીય આરોગ્ય વિશેની માહિતી છે.

બુક વિશે આપણે કેટલું જાણીએ છીએ
કાર્બન ડેટિંગ કરવામાં આવતાં એવું જણાયું કે જે પ્રાણીઓની ચામડી પરથી બુક બનાવી હતી તેનું મોત 1552 અને 1612ની વચ્ચે થયું હતું. 1552 અને 1612ની વચ્ચે જીવી જનાર હોલી રોમન બાદશાહ રુડોલ્ફ-2 આ બુકના પહેલા માલિક હતા. 1912ની સાલમાં પોલીસ અમેરિકન બુક ડિલર Wilfred Voynichને આ બુકની ખરીદી લીધી હતી. 

વધુ વાંચો : હેં.. માનવ હાડકાંનો નશો ! લોકો કબરો ખોદી ખોદીને કાઢવા લાગ્યાં કંકાલો, ઈમરજન્સી લગાવવી પડી

બુકના ચિત્રો શું સૂચવે છે 
15મી સદીના ડોક્ટર Johannes Hartliebએ એવી ભલામણ કરી હતી કે ડોક્ટરોએ માહિતી છુપાવવા માટે ગુપ્ત અક્ષરો વાપરવા જોઈએ જેથી કરીને ગર્ભપાત અને કસુવાવડ ટાળી શકાય. ગુપ્ત સંકેતોને ઉકેલી કાઢતાં એવું જણાવ્યું કે તેમાં સેક્સ અને સ્ત્રી રોગ સંબંધિત વિવિધ રેસીપી જણાવાઈ હતી. મધ્યયુગન ડોક્ટરો એવું માનતા હતાં કે ગર્ભાશયમાં સાત ચેમ્બરો આવેલી છે અને યૌનીના બે મુખ- એક બાહ્ય અને બીજું આંતરિક. ચિત્રોની અંદર જે નવ કૂંડાળા જોવા મળે છે તે પણ આ વાત દર્શાવે છે. બુકમાં કેટલીક વિચિત્ર વાતો પણ જણાવાઈ છે ઉદાહરણ તરીકે, બુકમાં એક ઠેકાણે પાંચ લાઈન જોવા મળે છે જેમાં પાંચ નસોનો ઉલ્લેખ છે જે કૂંવારી યોનીમાં જોવા મળે છે. એક શિંગડા આકારનું પણ ચિત્ર જોવા મળે છે. સૂર્યનું ચિત્ર એવું સૂચવે છે કે ભ્રૂણ વિકસે એટલે સૂર્યને તેને ગરમી પૂરી પાડે છે. 

શું છે કામસૂત્ર 
કામસૂત્ર ઋષિ વાત્સ્યાયન દ્વારા લિખિત એક સંસ્કૃત પુસ્તક છે. પશ્ચિમી દુનિયામાં આ પુસ્તકને 'કામુક સાહિત્ય' તરીકે જોવામાં આવે છે પરંતુ હકીકતમાં આ પુસ્તકમાં વૈજ્ઞાનિક ઢબની સાચી માહિતી આપવામાં આવી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ