બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ex soldier opened fire after a dispute with a sweeper in ghaziabad

દિલ્હી-NCR / 'ગાડી વાલા આયા ઘર સે કચરા નિકાલ...', ગીત વગાડ્યું તો શખ્સે પિત્તો ગુમાવ્યો, બંદૂક કાઢીને ચલાવી ગોળી

Manisha Jogi

Last Updated: 08:42 AM, 30 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાઝિયાબાદના લોની વિસ્તારમાં એક વ્યક્તિએ સફાઈ કર્મચારીઓ પર ફાયરિંગ કર્યું છે. સ્વચ્છતા અભિયાનનું ગીત વાગતા પિત્તો ગુમાવ્યો.

  • સફાઈ કર્મચારી પર ફાયરિંગ
  • લાઈસન્સવાળી પિસ્તોલથી ફાયરિંગ
  • આરોપી તૌહીદ નિવૃત્ત ફોજી

દિલ્હી-NCRમાં લોકોને સતત ગુસ્સો આવી રહ્યો છે. નાની નાની વાતમાં લોકો ગુસ્સો કરી રહ્યા છે. ગાઝિયાબાદના લોની વિસ્તારમાં એક વ્યક્તિએ સફાઈ કર્મચારી પર ફાયરિંગ કર્યું છે. કચરો ઉઠાવવાની ગાડીમાં સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલ ગીત ‘ગાડી વાલા આયા ઘર સે કચરા નિકાલ’ વાગી રહ્યું હતું, જેના અવાજથી એક વ્યક્તિ નારાજ થઈ ગયો અને સફાઈ કર્મચારી પર લાઈસન્સવાળી પિસ્તોલથી ફાયરિંગ કરી દીધું.

ત્યાર પછી સફાઈ કર્મચારીએ પોલીસ ફરિયાદ કરતા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર લોનીના મુસ્તફાબાદમા રવિવારે સવારે 07:30 વાગ્યે કચરો ઉઠાવવાની ગાડી આવી હતી અને તેમાં બે સફાઈ કર્મચારી હતા. આ  ગાડીમાં ગીત ‘ગાડી વાલા આયા ઘર સે કચરા નિકાલ’ વાગી રહ્યું હતું. એક ઘરની બહાર આ ગાડી પહોંચતા તે વ્યક્તિ સફાઈ કર્મચારી સાથે રકઝક કરવા લાગ્યો. 

સફાઈ કર્મચારીઓ અનુસાર આરોપી તૌહીદ તેના ઘર પાસે સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલ રેકોર્ડિંગ અને ગીત વગાડવાની ના પાડતો હતો. તે વિસ્તારમાં રહેતા લોકોએ પણ તૌહીદની આ વાતનો વિરોધ કર્યો છે. રહેવાસીઓ જણાવે છે કે, આ ગીત વાગે તો ગાડી આવવાની ખબર પડે છે. આરોપી તૌહીદે અગાઉ પણ સફાઈ કર્મચારીઓ સાથે રકઝક કરી હતી. 

સોમવારે કચરા ઉઠાવવાની ગાડીમાં આ ગીત વાગતા તૌહીદે ગુસ્સા પરનો કાબૂ ગુમાવ્યો અને સફાઈ કર્મચારીઓ પર ફાયરિંગ કરી દીધું. આરોપીએ સફાઈ કર્મચારીઓ પર 2-3 રાઉન્ડ ફાયરિંગ કર્યું.

સફાઈ કર્મચારીઓએ કરી ફરિયાદ
આ ઘટના બાબતે સફાઈ કર્મચારીઓમાં નારાજગી જોવા મળી હતી. મોટી સંખ્યામાં કર્મચારીઓએ લોની વિસ્તારમાં ફરિયાદ કરી હતી. આરોપી તૌહીદ નિવૃત્ત ફોજી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

આ સમગ્ર મામલે લોનીના ACP રજનીશ ઉપાધ્યાય જણાવે છે કે, સફાઈ કર્મચારીઓના વાહનમાં સફાઈ સંદેશ પ્રસારિત થવા બાબતે તૌહીદ નામના વ્યક્તિએ લાયસન્સવાળી રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને શાંતિ સ્થાપિત કરી અને આરોપીની ધરપકડ કરી. આરોપી સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ