બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Even in BJP after the announcement of ticket all is not well

શિસ્ત નેવે / ટિકિટની જાહેરાત બાદ ભાજપમાં પણ નથી બધુ બરાબર, જુઓ ક્યાં કોણ ખેલ પાડવાની તૈયારીમાં

Kishor

Last Updated: 12:13 AM, 11 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપે આજે 160 બેઠકો પર ઉમેદવારો જાહેર કરતાની સાથે જ અનેક બેઠકો પર અસંતોષનો સૂર ઉઠ્યો હતો. જેને લઇને વિરોધ પ્રદર્શન પણ થયા હતા.

  • ભાજપે 160 બેઠકો પર ઉમેદવારો કરી જાહેરાત 
  • અનેક બેઠકો પર અસંતોષનો સૂર ઉઠ્યો 
  • નરોડા બેઠકથી સિંધી સમાજને ટિકિટ ન ફાળવાતા રોષ

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે આજે 160 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. ત્યારે યાદી જાહેર થતાં ભાજપ કાર્યકરોમાં વિરોધના શૂર ઉઠ્યો છે. ભાવનગરના મહુવામાં રાજ્યકક્ષાના મંત્રી રાઘવ મકવાણાની ટિકિટ કપાતા સ્થાનિક કાર્યકરોમાં ગરમાવો જોવા મળ્યો હતો. ભાજપે શિવાભાઈ ગોહીલને ટિકિટ આપતા વિરોધનો જ્વાળા ભભૂકયો હતો. બીજા બાજુ અમદાવાદની નરોડા વિધાનસભા બેઠકથી સિંધી સમાજને ટિકિટ ન ફાળવાતા વિરોધના નોંધાયો હતો. તેજ રીતે નર્મદાની ડેડીયાપાડા બેઠક પર BTPના મહેશ છોટુ વસાવાનું નામ ચર્ચાતા વિરોધ જોવા મળ્યો હતો.

નરોડા વિધાનસભા બેઠક પર ભાજપમાં ભડકો

ભાજપે જાહેર કરેલી 160 ઉમેદવારોની યાદીમાં આ વખતે મોટાભાગના દિગ્ગજોની ટિકિટો કપાઇ છે..તો યુવા અને મહિલા ઉમેદવારોને પ્રાધાન્ય પણ મળ્યું છે...ત્યારે અમદાવાદની નરોડા બેઠક પરથી ભાજપે યુવા અને શિક્ષિત મહિલા ઉમેદવાર ડો,પાયલ કુકરાણીને મેદાનમાં ઉતાર્યા છે....જો કે, ડૉ.પાયલ કુકરાણીનું નામ જાહેર થતા જ પૂર્વ MLA બલરામ થાવાણી અને તેમના સમર્થકોએ વિરોધ પણ નોંધાવ્યો છે...

ભાવનગરના મહુવામાં ભાજપમાં ભડકો
ભાવનગરના મહુવામાં ભાજપને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યકક્ષાના મંત્રી રાઘવ મકવાણાની ટિકિત કપાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપે મહુવા બેઠક પરથી શિવાભાઈ ગોહિલને ટિકિટ આપતા ભાજપ તાલુકા સંગઠન, શહેર સંગઠનના તમામ ચૂંટાયેલા સભ્યોએ રાજીનામા આપી દીધા છે. સાથે જ  નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યોએ પણ રાજીનામા આપી દીધા છે. 

રાજ્યકક્ષાના મંત્રી રાઘવ મકવાણાની ટિકિટ કપાતા ગરમાવો 
ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરતાની સાથે જ મહુવા તાલુકા પંચાયતના તમામ સભ્યો જિલ્લા પંચાયતના તમામ સભ્યો અને મહુવા ભાજપ સંગઠનના તમામ સભ્યો સહિત ભાજપના કાર્યકરો અને આગેવાનો સહિત 300થી વધારે સભ્યોએ સામૂહિક રાજીનામાં ધરી દીધા છે. 

ડેડીયાપાડા સીટનું કોકડુ ગુંચવાતા કાર્યકરોમાં વિરોધ ઉઠ્યો
વધુમાં નર્મદાના ડેડીયાપાડા સીટનું કોકડુ ગુંચવાતા કાર્યકરોમાં વિરોધ ઉઠ્યો છે. ડેડીયાપાડામાં ભાજપ btp ના મહેશ છોટુ વસાવાને ટિકિટ આપશે એવી ચર્ચાએ જોર પકડાતાં ડેડીયાપાડામાં ભાજપના તમામ કાર્યકરોમાં નારાજગી વ્યક્ત કરી જિલ્લા સંઘઠનને ઉગ્ર રજુઆત કરી હતી.  Btp ના મહેશ વસાવાને ટિકિટ મળે તો ભાજપ કાર્યકરો દ્વારા કાર્યાલય બંધ કરવાની રજુઆત કરી હતી. ભાજપના કાર્યકરોએ સ્થાનિક ઉમેદવારની માંગ કરી છે અને આયાતી ઉમેદવારને કોઈ પણ સંજોગોમાં ચલાવીશું નહીં તેવી ચીમકી પણ ઉચ્ચારી  હતી. ડેડીયાપાડાના તમામ ભાજપના કાર્યકરો રાજીનામાં આપી દેશે. તેમ પણ જણાવ્યું હતું. 

મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવશે
ભાજપ દ્વારા વડોદરાની વાઘોડિયા સીટ પરથી દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની શરણાગતિ નહિ માની તેની સામે જીલ્લા પ્રમુખને ટિકિટ આપવામાં આવતા સમગ્ર મામલો દિવસભર ટોક ઓફ ધ ટાઉન બન્યા હતો. ત્યારે મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવશે કે નહિ તે બાબતે તેઓએ કાર્યકરો જેમ કહેશે તેમ કરીશ તેવું કહ્યું હતું. સાંજના સુમારે મહાદેવ તળાવ નજીક આવેલ મધુ શ્રીવાસ્તવની ઓફીસે બેઠક મળી હતી. જે બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વર્ષોથી પાર્ટીએ કામ કર્યું પણ પાર્ટીએ મારી કદર ના કરી. આ નિર્ણય કાર્યકર્તાઓ સાથેની મીટીંગ બાદ લીધો છે. ત્યારે તેમણે પક્ષને ફેર વિચારણા કરવા કહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ