બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ભારતમાં છેલ્લા અમુક દિવસોથી કોરોનાની બીજી લહેરના કારણે કેસોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે અને અમુક દિવસોથી સતત 3 લાખથી વધુ દૈનિક કેસ નોંધાતા હેલ્થકેર સિસ્ટમ પર ભયંકર દબાણ ઊભું થઈ રહ્યું છે, અને અમુક રાજ્યોમાં તો પરિસ્થિતિ એટલી ખરાબ છે કે લોકો દવાખાનાના દરવાજાની બહાર સારવાર માટે પોતાના નંબરની રાહ જોતાં જોતાં જ મોતને ભેટી રહ્યા છે. ઘણી હોસ્પિટલોમાં ઓક્સિજન, દવા અને કોવિડ બેડની તીવ્ર તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બધાની વચ્ચે ચીન અને રશિયા પછી વધુ બે વૈશ્વિક હાથ ભારતની મદદ માટે લંબાયા છે.
Upon request for assistance by #India, we have activated the #EU Civil Protection Mechanism.
— Janez Lenarčič (@JanezLenarcic) April 25, 2021
The 🇪🇺 will do its utmost to mobilise assistance to support people of 🇮🇳.
Our #ERCC is already coordinating EU MS that are ready to provide urgently needed #oxygen & medicine rapidly.
ADVERTISEMENT
અમે ભારતની મદદ માટે પુરજોર પ્રયાસ કરીશું
ADVERTISEMENT
યુરોપિયન યુનિયનએ કહ્યું છે કે અમે ભારત સાથે સહયોગ માટે જોરશોરથી પ્રયાસ કરીશું. યુરોપિયન કમિશનર (ડિઝાસ્ટર મેનેજમેન્ટ) જેનેઝ લેનારીકે આ ટ્વિટ કર્યું છે.યુરોપિયન યુનિયન ઉપરાંત, જર્મની અને ઇઝરાયેલે પણ ભારતને કોરોનાવાયરસની બીજી તરંગ સામે લડવામાં તમામ શક્ય મદદની ખાતરી આપી છે. ભારતમાં દરરોજ 3 લાખથી વધુ કેસના કારણે હોસ્પિટલો સહિતની આખી હેલ્થકેર સિસ્ટમ તૂટી પડવાના આરે પહોંચી ગઈ છે. હોસ્પિટલોમાં ઓક્સિજન, દવા અને કોવિડ પથારીની તીવ્ર તંગીનો સામનો કરવો પડી રહ્યો છે.

ADVERTISEMENT
ભારતમાં આવી રહ્યા છે 3 લાખથી વધુ કેસ
યુરોપ માર્ચથી ભારતની કોરોનાની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. મહત્વનું છે કે મદદનો આ કોલ એવા સમયે આવ્યો છે જ્યારે ભારતમાં કોરોનાના 3 લાખથી વધુ નવા કેસ સતત ચોથા દિવસે નોંધાયા છે. યુરોપિયન કમિશનર (ડિઝાસ્ટર મેનેજમેંટ), કટોકટી મેનેજમેન્ટ માટે યુરોપિયન કમિશનર, જાનેઝ લેનારસિકે ટ્વિટ કર્યું છે કે યુરોપિયન યુનિયનએ ભારતની સહાયની વિનંતી પર EU સિવિલ સિક્યુરિટી મિકેનિઝમને સક્રિય કર્યું છે. યુરોપિયન યુનિયન ભારતને મદદ કરવા માટે તેના તમામ સંસાધનો ઝડપથી એકત્રિત કરશે. ઓક્સિજન અને દવાની કટોકટીની જરૂરિયાતો માટે સહાય શરૂ કરી દેવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.