ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) બધાં કર્મચારીઓને પીએફની સુવિધા આપે છે. આ માટે કર્મચારીના પગારમાંથી એક નાનો ભાગ પીએફ ખાતામાં જમા કરવા માટે ડિડક્ટ કરવામાં આવે છે. નિવૃત્તિ પછી કર્મચારીનું ભવિષ્ય સુરક્ષિત કરવાની આ એક રીત છે. નિવૃત્તિ પછી આ જ રકમ કર્મચારીના કામ લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે ફક્ત વૃદ્ધાવસ્થામાં જ નહીં, પરંતુ પીએફ એકાઉન્ટ ધારકોને પણ આ ખાતામાંથી ઘણાં બધાં લાભ મળે છે. ચાલો જાણીએ.
ફ્રી ઈન્શ્યોરન્સની સુવિધા મળે છે
ADVERTISEMENT
જ્યારે કોઇ કર્મચારીનું પીએફ ખાતું ખોલવામાં આવે છે, તે પછી બાય ડિફોલ્ટ ઇન્શ્યોર્ડ થઇ જાય છે. કર્મચારી ડિપોઝિટ લિંક્ડ ઈન્શ્યોરન્સહેઠળ કર્મચારીઓને 6 લાખ રૂપિયા સુધી વીમો મળે છે. ઇપીએફઓની સક્રિય સભ્યતાની સર્વિસ અવધિ દરમિયાન મૃત્યુ થવા પર તેના નામાંકિત અથવા કાનૂની વારસદારને 6 લાખ સુધીની ચૂકવણી કરવામાં આવે છે. આ લાભ કંપનીઓ અને કેન્દ્ર સરકાર દ્વારા તેમના કર્મચારીઓને આપવામાં આવે છે.

ADVERTISEMENT
ટેક્સમાં મળે છે છૂટ
જો તમને ટેક્સમાં છૂટ જોઈએ છે, તો પીએફ શ્રેષ્ઠ વિકલ્પ છે. જોકે, તમારે એ પણ જાણવું જોઈએ કે નવી ટેક્સ સિસ્ટમમાં આવી કોઈ સુવિધા નથી. જ્યારે જૂની ટેક્સ સિસ્ટમમાં ટેક્સમાં છૂટ મળે છે. ઇપીએફ ખાતાધારક આવકવેરાની કલમ 80સી હેઠળ તમારા પગાર પર 12 ટકા સુધી બચત કરી શકો છે.
ADVERTISEMENT
નિવૃત્તિ પછી પેન્શન મળે છે
પીએફ ખાતામાં જમા કરાયેલા 8.33% યોગદાન કર્મચારી પેન્શન યોજનામાં જાય છે. જે નિવૃત્તિ પછી પેન્શન તરીકે પ્રાપ્ત થાય છે. પેન્શન વ્યક્તિની વૃદ્ધાવસ્થા સૌથી મોટો ટેકો છે. જેના માટે સરકાર અનેક યોજનાઓ પણ ચલાવે છે.
ADVERTISEMENT
નિષ્ક્રિય ખાતા પર વ્યાજ
કર્મચારીઓના નિષ્ક્રિય પીએફ ખાતા પર પણ વ્યાજ ચૂકવવામાં આવે છે. વર્ષ 2016માં કાયદામાં થયેલા ફેરફાર મુજબ હવે પીએફ ખાતાધારકોએ ફરજ બજાવી છે. પીએફ ખાતામાં ત્રણ વર્ષથી વધુ સમયથી નિષ્ક્રિય રહેલી રકમ પર પણ વ્યાજ ચૂકવવામાં આવે છે. અગાઉ પી.એફ. ત્રણ વર્ષથી નિષ્ક્રિય રહેતા ખાતા પર વ્યાજ માટેની કોઈ જોગવાઈ નહોતી.
ADVERTISEMENT

ઓટો ટ્રાન્સફર સુવિધા
તમે આધાર સાથે લિંક તમારા UAN નંબર દ્વારા એકથી વધુ PF એકાઉન્ટ (જો તમે નોકરી બદલતા હોવ) લિંક કરી શકો છો. નોકરી બદલવા પર PFના પૈસા ટ્રાન્સફર કરવું હવે સરળ બની ગયું છે. નવી નોકરીમાં જોડાવા પર EPFના પૈસાને ક્લેક કરવા માટે અલગ ફોર્મ -13 ભરવાની જરૂર નથી. હવે તે આપોઆપ થશે. EPFOએ નવું ફોર્મ રજૂ કર્યું છે, ફોર્મ 11 જેનો ઉપયોગ ફોર્મ 13ની જગ્યાએ કરવામાં આવશે. આનો ઉપયોગ ઓટો ટ્રાન્સફરના તમામ કેસોમાં થશે.
જરૂર પડે ત્યારે પૈસા ઉપાડી શકો છો
પીએફ ફંડની એક બેસ્ટ સુવિધા એ છે કે જરૂરિયાત સમયે તેમાંથી કેટલાક પૈસા ઉપાડી શકાય છે. આની મદદથી તમે લોનની શક્યતાઓને ટાળી શકશો.
સંકળાયેલા મુદ્દાઓ